ખાખીનો માનવીય ચહેરો: અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકીને કોન્સ્ટેબલ ખભે ઉચકીને હોસ્પિટલે લઈ ગયા

આમ તો પોલીસ સ્વાભાવ થોડો કડક હોય છે. જેના લીધે ઘણીવાર તેમની કામગીરી સામને સવાલો પણ ઉઠતા રહે છે. તો બીજી તરફ પૂર કે કોઈ કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં ઘણીવાર પોલીસના જવાનોએ જીવને જોખમમાં મુકીને લોકોના જીવ બચાવ્યા છે. હાલમાં જ ચાલી રહેલા કોરોના મહામારીના કાળમાં પણ પોલીસની પ્રશંસનિય કામગીરી જોવા મળી રહી છે. આવો એક પોલીસનો માનવીય ચહેરો ફરી સામે આવ્યો છે. આ ઘટના છે તલોદ નજીક આવેલા રણાસણ વિસ્તારની કે જ્યાં એક અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક બાળકી ગંભીર ઈજા થઈ હતી

image source

તમને જણાવી દઈએ કે રણાસણ પાસે થયેલા આ અકસ્માતમાં એક બાળકી ગંભીર ઈજા થઈ હતી. તો બીજી તરફ આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી તલોદના પીઆઇ અને તેમની ટીમને આ વાતની જાણ થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ કિશોરીને સારવાર માટે ખસેડવા કોન્સટેબલે પોતાના ખભે બાળકીને ઉંચકી નજીકની હોસ્પિટલે પહોંચાડી હતી. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ દરેક લોકો પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલે માનવતા દેખાડી બાળકીને ખભે ઉંચકી સારવાર અર્થે હોસ્પિટલે પહોંચાડી હતી.

પીઆઈ સહિતનો સ્ટાફ હરકતમાં આવી ગયો

image source

આ ઘટના અંગે વિગતે જણાવીએતો તલોદ PSI બીડી રાઠોડ અને તેમની ટીમ તેમના એરિયામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે રણાસણ ગામ નજીક આ અકસ્માત બન્યો હોવની તેમને જાણ થઈ હતી. તેમને આ ઘટના જાણ થતા પીઆઈ સહિતનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને અકસ્માત સ્થળે પહોંચ્યા હતા ત્યા તેમણે જોયું કે આ અકસ્માતમાં એક નાની બાળકીને ગંભીર ઈજા થઈ હતી. જેથી વિલંબ કર્યા વિના કોન્સટેબલ મયુરધ્વજસિંહે પોતાના ખભ્ભે બાળકીને ઉંચકીને હોસ્પિટલે ખસેડી હતી. તમને જણાવી દઈએ કે ઈજાને કારણે બાળકી સતત રડી રહી હતી. જેથી હોસ્પિટલ નજીક હોવાથી તેમણે એમ્બ્યુલન્સની રાહ જોયા વિના બાળકીને તુરંત જ હોસ્પિટલે ખસેડી હતી.

પીએસઆઈ બીડી રાઠોડ પણ દોડતા દોડતા હોસ્પિટલે પહોંચ્યા

image source

આ દરમિયાન તેમની સાથે તલોદ પીએસઆઈ બી.ડી.રાઠોડ પણ દોડતા દોડતા હોસ્પિટલે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક બાળકીની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક યુવકને આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કામગીરીના લોકો પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!