જૂના અને જાણીતા સૌથી પોપ્યુલર ચાઈલ્ડ આર્ટિસ્ટ માસ્ટર રાજુ હાલમાં કરે છે કંઇક ‘આવું’, જે જાણીને તમને પણ થશે આશ્વર્ય

70ના દાયકાનો એ માસૂમ ચહેરો યાદ છે તમને? જેને નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી લીધી હતી. જ્યારે પણ મગજમાં કોઈ ચાઈલ્ડ આર્ટિસ્ટનું નામ આવવા છે તો સૌથી પહેલા આંખોની સામે એ જ ચહેરો આવે છે. અમે વાત કરી રહ્યા છે માસ્ટર રાજુની જેમને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ખૂબ જ નામ મેળવ્યું છે. લોકો એમને એટલું પસંદ કરવા લાગ્યા હતા કે એમના માસુમ ચહેરાને પ્રેમ કરવા લાગ્યા હતા..

Superstar Master Raju
image source

100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા માસ્ટર રાજુએ પોતાની એક્ટિંગ દ્વારા માસૂમિયતની એવી છાપ છોડી કે લોકો એમને આજે પણ યાદ કરે છે. માસ્ટર રાજુ એટલે કે રાજુ શ્રેષ્ઠે 5 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને નેશનલ એવોર્ડ પણ જીત્યો.

સંજીવ કુમારે આપ્યું રાજુ નામ.

Superstar Master Raju
image source

માસ્ટર રાજુનું સાચું નામ ફહીમ અજાની હતું. પણ જ્યારે એ ગુલઝારની ફિલ્મ પરિચય કરી રહ્યા હતા તો સંજીવ કુમારે એમનું નામ રાજુ રાખી દીધું. એ પછીથી ફહીમ અજાની માસ્ટર રાજુના નામથી ફેમસ થઈ ગયા. સંજીવ કુમારનું આપેલું આ નામ એમની ઓળખ બની ગયું.

આવું હતું બાળપણ.

Superstar Master Raju
image source

માસ્ટર રાજુનો જન્મ 15 ઓગસ્ટ 1966માં મુંબઈના ડોંગરી વિસ્તારમાં થયો હતો. એમના પરિવારનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો. એમના પિતા યુસુફ એક ચાર્ટડ એકાઉન્ટન્ટ હતા જ્યારે માતા ટીચર હતી. પણ કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડમાં ન હોવા છતાં એમને પાંચ વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ મળી ગઈ.

કેવી રીતે મળી પહેલી ફિલ્મ?

Superstar Master Raju
image source

એ સમયમાં મોટાભાગના કાસ્ટિં એજન્ટ ડોંગરીમાં રહેતા હતા. એટલે ચાઈલ્ડ આર્ટિસ્ટ અને જુનિયર આર્ટિસ્ટ પણ આ જ એરિયામાં રહેતા હતા. એ સમયે ગુલઝાર સાહેબ પરિચય ફિલ્મ માટે એક ચાઈલ્ડ આર્ટિસ્ટની શોધ કરી રહ્યા હતા. એ ફિલ્મ માટે એક એવા બાળકની શોધ હતી જેને પહેલા ફિલ્મોમાં કામ ન કર્યું હોય. એ જ વાતોમાં એક કાસ્ટિંગ એજન્ટે રાજુના પિતાનો કોન્ટેકટ કર્યો. પહેલા તો એમને ના પાડી દીધી પણ પછી એ માની ગયા.

ઓડિશનમાં ગુલઝારની સામે રડી પડ્યા માસ્ટર રાજુ…અને સિલેક્ટ થઈ ગયા.

Superstar Master Raju
image source

ઓડિશન માટે બધા બાળકોએ ખૂબ જ તૈયારીઓ કરી હતી. અમુક બાળકોએ ડાન્સ કર્યો તો અમૂકે મિમિક્રી કરીને બતાવી. અમૂકે ફિલ્મી ડાયલોગ બોલીને સંભળાવ્યા. પણ જ્યારે ગુલઝાર સાહેબે માસ્ટર રાજુ તરફ જોયું તો એ રાજુ રડી પડયા. રાજુના માતાપિતાને લાગ્યું કે રાજુ રિજેક્ટ થઈ ગયા પણ બે દિવસ પછી ગુલઝાર સાહેબના ઓફિસમાંથી ફોન આવ્યો કે એ રાજુને મળવા માંગે છે અને એમને પોતાની ફિલ્મ માટે રાજુ જેવો છોકરો જ જોઈએ છે. આ રીતે માસ્ટર રાજુને પરિચય ફિલ્મ મળી ગઈ. અને એમને પહેલી જ ફિલ્મમાં એટલું પસંદ કરવામાં આવ્યું કે દર્શકો એમની એક્ટિંગના દીવાના થઈ ગયા.

એ પછી માસ્ટર રાજુ એટલા ફેમસ થઈ ગયા કે બાવરચી, અભિમાન, દાગ, અંખીયો કે જરોખો સે, ચિતચોર અને કિતાબ સહિત 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1976માં આવેલી ફિલ્મ ચિતચોર માટે એમને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ પણ મળ્યો.

ટીવી સીરિયલમાં પણ કર્યું કામ.

image source

એ પછી માસ્ટર રાજુએ ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું. ચુનોતી, અદાલત, બડી દેવરાની, ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ, સીઆઇડી, બાની ઇશ્ક દા કલમાં, નજર 2 જેવી ઘણી સીરિયલમાં એ દેખાયા.

મોટા થયા પછી કોઈ ઓળખ ન મળી શકી, હવે નથી મળતું કોઈ કામ.

image source

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 100થી વધુ ફિલ્મો અને ઘણી સીરિયલમાં કામ કરી ચૂકેલા અને નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા માસ્ટર રાજુને પછી કામ મળવાનું એકદમ બંધ થઈ ગયું. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની માસુમિયતથી બધાનું દિલ જીતી લેનાર રાજુને મોટા થઈને એકટર તરીકે એમને ઓળખ ન મળી, ન લોકોને પ્રેમ મળ્યો. પરિણામ એ આવ્યું કે હવે એમને કોઈ જ કામ નથી મળી રહ્યું. હવે ના તો એ ફિલ્મોમાં દેખાય છે અને ન તો કોઈ સીરિયલમાં. એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે એ ડાયરેકટર બનવા માંગે છે.

એમને એક પંજાબી ફિલ્મ ડાયરેકટ પણ કરી પણ ફિલ્મ વધુ સફળ ન રહી. એક્ટિંગથી પણ રાજુ દૂર જતા રહ્યા.

image source

એમનું કહેવું છે કે ” હું હીરો ક્યારેય નહોતો બનવા માંગતો પણ હીરોના ફ્રેન્ડનો રોલ પણ નહોતો કરવા માંગતો. અને મને એ જ પ્રકારના રોલ મળી રહ્યા હતા જ્યારે મારે વિલન કે કોમિક રોલ કરવો જતો એટલે હું ફ્રેંડવાળા રોલને ના પાડવા લાગ્યો. પછી જ્યારે મેં નારદ મુનિનો રોલ કર્યો તો મને એ જ ટાઈપના રોલ મળવા લાગ્યા તો મારે એ માટે પણ ના પાડવી પડી. તો એવી વાત નહોતી કે કામ નહોતું મળી રહ્યું પણ જે મળી રહ્યું હતું એ મારે કરવું નહોતું” હાલ તેઓ ગુમનામીની જિંદગી જીવી રહ્યા છે અને લાઈમલાઈટથી એકદમ દૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!