સ્વામિનારાયાણ સંપ્રદાયના 58 વર્ષીય સાધુ પરણિત મહિલાને લઇને ભાગી ગયા, જાણો કોણ છે આ સાધુ

વડતાલ ગામમાં રહેતી એક પરિણીત મહિલાને લઈને વડતાલ મંદિરના સ્વામી આધારસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી ઉ. વ. ૫૮ તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ ભાગી જવાના લીધે વ્યથિત થઈ ગયેલ પતિ દ્વારા ગૃહમંત્રાલય અને સ્વામીજીને પત્ર લખીને આ બાબતે ન્યાયની માંગ કરી છે. આ પત્રમાં ભાગી ગયેલ પરિણીતાના પતિએ જણાવ્યું છે કે, તેમની પત્ની તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બપોરના સમયે ૧:૩૦ વાગે ગાયબ થઈ ગયા હોવાથી સંબંધીઓ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી પરંતુ તે મળ્યા હતા નહી.

image source

આધારસ્વામી પત્નીને લઈને ભાગી ગયા હોવાનો આરોપ અરજી કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં આવેલ ચકલાસી પોલીસ સ્ટેશનમાં તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ગુમ થઈ ગયા હોવાની જાણવાજોગ અરજી કરવામાં આવી હતી.

image source

ત્યાર પછી પતિને જાણ થઈ ગઈ હતી કે, મંદિરના કોઠારના વહીવટ સંભાળતા અને સ્વામી આધારસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજીએ પોતાની હવસ પૂરી કરવા માટે તેમની પત્નીને પૈસાની લાલચ આપીને તેની ફસાવી દઈને પોતાની સાથે ઉપાડી ગયા હોવાના આરોપને પ્રસ્તુત કર્યા છે.

image source

આ ઉપરાંત આધારસ્વામી પર એવા આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે, તેમણે પરિણીતાની સાથે પોતાની હવસનો શિકાર બનાવીને પોતાની હવસથી સંતુષ્ટ થઈ ગયા બાદ તેની પત્નીને જીવથી મારી નાખી છે અને ત્યાર બાદ તેમની પત્નીના મૃતદેહને ઠેકાણે કરી દેવાની પણ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભોગ બનનાર મહિલાનો વડતાલના આધારસ્વરૂપ સ્વામી સાથે સતત મોબાઈલ ફોનની મદદથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્નો વારંવાર કરતા હોવા છતાં પણ તેમનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો. હજી આવનાર સમયમાં આ કેસને લઈને કોઈપણ નવા- જૂની થઈ જવાના એંધાણ મળી રહ્યા છે.

ગાયબ થઈ ગયા હોવાની જાણવાજોગ નોંધ કરી લેવામાં આવી છે: પીએસઆઈ.

image source

ચકલાસી પોલીસ સ્ટેશનના PSI જીગર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડતાલ ગામમાં રહેતી એક પરિણીત મહિલાના ગાયબ થઈ ગયા વિશેની જાણવાજોગ નોંધ પોલીસ સ્ટેશનની ડાયરીમાં કરી દેવામાં આવી છે. તેમ છતાં મંદિરના કોઈ સ્વામી દ્વારા પોતાની પત્નીને ભગાડી ગયા હોય તેવી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી આ ફરિયાદ ફક્ત પરણિત મહિલાના પરિવારના સભ્યો દ્વારા રજૂઆત કરવાના આધારે જ ગુમ થઈ ગયા કે પછી ખોવાઈ ગયેલ વ્યક્તિ વિષેની નોંધ કરી લીધા બાદ આ પરણીતાને શોધવાની કાર્યવાહી પોલીસ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે, આ કેસ કેવી રીતે આગળ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!