કોરોનાને કાબુમાં લેવા ડોકટરો સહિત અનેક વેપારીઓ આંશિક લોકડાઉનની તરફેણમાં, તમામ માહિતી જાણીને તમે પણ ઘરની બહાર જવાનું ટાળો

તમને જણાવી દઈએ કે કોરોનાના આ વધતા સંક્રમણથી સાવચેત થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદ જિલ્લાનાં અમુક અમુક નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, મોટા મોટા શહેરોમાં વેપારી એસોસિયેશન એવું માને છે કેરાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડી રહી છે એટલે હવે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે હવે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી કોરોના ઝડપથી કાબૂ આવી શકે.

image source

આ સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને કોરોનાના લોકલ સંક્રમનને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. એવામાં હવે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધુ છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

image source

વધતા જતા કોરોનાને અટકાવવા માટે ગુજરાતમાં નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે જેના કારણે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે.

આમ જોવા જઈએ તો નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વેપાર અને ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક એસોસિયેશન જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યાં છે એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અગાઉ જ ગુજરાત સરકાર વતી વિજય રૂપાણીએ લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે અને હવે એમ એ પીછેહઠ કરી શકાતી નથી, પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.

અગાઉના લોકડાઉનના કારણે વેપાર ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા એવું ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં છે. હાલ કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા માટે સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાનકર્તા સાબિત થાય છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે. એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ,

image source

એસોસિયેશનનું કહેવું છે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા 44 દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લે 20 ફેબ્રુઆરીએ કોરોનાના નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3, 21, 598ના લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે તેમજ અત્યારસુધીમાં 3,00, 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

image source

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.

image source

જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે એમ સરકારે રસીકરણ કાર્યક્રમોને પણ ગતિ આપી છે. રસીકરણ કાર્યક્રમ પણ પુરજોશમાં ચાલી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 3,00, 280 લોકોને રસી આપવામાં આવી છે. અત્યારસુધી 67, 62 ,638 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8, 10, 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 72, 72, 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. તમને જણાવી દઈએ કે આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના કુલ 2,73, 041 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ અને 2,57,343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *