આ સેલેબ્સ પાછળ પાગલ હતા સલમાન ખાન, જેમાં એક સાથે તો લગ્ન કરવાની પણ કરી લીધી હતી તૈયારી પરંતુ…

ઉંમરના પાંચ દશક પસાર કરી ચૂકેલા સલમાન ખાનના લગ્નને લઈને હજી પણ ચર્ચાઓ થતી રહે છે. એમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જે અભિનેત્રીઓ સાથે એમનું બ્રેકઅપ થયું એમાંથી ઘણાની સાથે એમનું હજી પણ સારું બોન્ડિંગ છે. બોલીવુડમાં સલમાન ખાન જેટલું પોતાની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે એટલા જ એમના અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કઈ કઈ અભિનેત્રીઓ સાથે સલમાન ખાનની રિલેશનશિપની ખબરો આવી છે.

શાહીન જાફરી.

image source

સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ શાહીન જાફરીને ગણાવવામાં આવે છે. જાણીતી પત્રકાર અને લેખક જસીમ ખાને સલમાન ખાનની બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે સલમાને સૌથી પહેલા શાહીન જાફરીને ડેટ કરી હતી. એ સમયે અભિનેતાની ઉંમર 19 વર્ષની હતી. તમને જણાવી દઈએ કે શાહીન જાફરી અભિનેત્રી કિયારા આડવાણીની માસી થાય છે. કિયારાએ પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાન ખાન અને શાહીન જાફરી એકબીજા સાથે રિલેશનમાં હતા.

સંગીતા બીજલાની.

image source

મિસ ઇન્ડિયાનો તાજ જીતનાર સંગીતા બીજલાની અને સલમાન ખાનના અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી. જો કે પછી બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. આ સંબંધ લાંબો ન ટકી શક્યો. એવું કહેવામાં આવે છે કે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ પછી આ લગ્ન કેન્સલ થઈ ગયા. જો કે સલમાન અને સંગીતા હજી પણ સારા મિત્રો છે.

સોમી અલી

image source

સંગીતા બીજલાની સાથે બ્રેકઅપના સમયે એવી ખબર હતી કે સલમાન ખાન કોઈ અન્ય છોકરી માટે સંગીતા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા હતા. જ્યારે આ વાત સંગીતાને ખબર પડી તો એને આ સંબંધ ખતમ કરી દીધો. સલમાન ખાનના જીવનમાં એ સમયે પાકિસ્તાની મૂળની અભિનેત્રી સોમી અલી હતી. એક ઇન્ટરવ્યૂમાં સોમીએ જણાવ્યું હતું કે સલમાનની ફિલ્મ મેને પ્યાર કિયા જોતા જ એ એમની એટલી દિવાની થઈ ગઈ હતી કે એ જ રાત્રે બધું જ છોડીને ભારત આવવાનો નિર્ણય કરી લીધો હતો. એ સમયે સોમીની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. મુંબઈ આવતા જ સોમીએ મોડલિંગ શરૂ કરી દીધી. સલમાન અને સોમીએ એકબીજાને આઠ વર્ષ સુધી ડેટ કર્યા. સલમાન પણ એમના માટે સિરિયસ હતા. એવું કહેવામાં આવે છે કે સલમાનના ગુસ્સાવાળા સ્વભાવના કારણે બંને અલગ થઈ ગયા.

ઐશ્વર્યા રાય.

image source

વર્ષ 1999માં ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના ખબરની ખૂબ ચર્ચાઓ ચાલી હતી. બીજી અભિનેત્રીઓની જેમ જ ઐશ્વર્યા રાય સાથે પણ વર્ષ 2002માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

કેટરીના કેફ.

image source

સલમાન ખાન સાથે ઘણીવાર સ્ક્રીન શેર કરી ચુકેલી કેટરીના કેફ સાથે પણ એમનું અફેર હતું. સલમાન અને કેટરીના એકસાથે ઘણી ફિલ્મોમાં દેખાયા. બંને પોતાના સંબંધને લઈને ઘણા સિરિયસ હતા તેમ છતાં વર્ષ 2010માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત