Site icon News Gujarat

73 વર્ષની વૃદ્ધ મહિલાએ લગ્ન માટે આપી જાહેરાત, તો 69 વર્ષના એન્જીનિયરે કહ્યું કે…વાંચો તો ખરા લોકોએ શું આપ્યા રિએક્શન

વિશ્વમાં હંમેશાં આવા ઘણા કિસ્સા હોય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. તે જ સમયે, ઘણી વખત લોકો ઇરાદાપૂર્વક આવી ક્રિયા કરે છે, જેનાથી લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થાય. આટલું જ નહીં, લોકો તેમના પર ખૂબ મજા પણ લે છે. આવો જ એક વિચિત્ર કિસ્સો કર્ણાટકથી સામે આવ્યો છે, જ્યાં એક 73 વર્ષિય મહિલા વરની શોધમાં છે. આ અંગે તેમણે એક જાહેરાત પણ પ્રકાશિત કરી છે. જેના પર કેટલાક લોકો રુચિ પણ બતાવી રહ્યા છે. એક કહેવત છે કે પ્રેમ અને લગ્ન માટે કોઈ ઉંમર નથી હોતી. આનું ઉદાહરણ કર્ણાટકના મૈસુરમાં જોવા મળ્યુ છે જ્યાં 73 વર્ષીય નિવૃત્ત મહિલા શિક્ષકે લગ્નની જાહેરાત કરી હતી અને એક 69-વર્ષના વૃદ્ધે જાહેરાત પર પ્રતિક્રિયા આપી હતી.

image source

ખરેખર આ મામલો કર્ણાટકના મૈસુરનો છે, અહીં લગ્નની જાહેરાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જાહેરાતમાં, વૃદ્ધ મહિલાએ તેના વૃદ્ધ જીવનસાથી વિશે વાત કરી છે. મહિલાએ જાહેરાતમાં કહ્યું છે કે તે એકલવાયું જીવન જીવી રહી છે અને તે જીવન સાથીની શોધમાં છે.

image source

મહિલાએ કહ્યું કે તેના માતાપિતાના મોત બાદ તે સંપૂર્ણ રીતે એકલી થઈ ગઈ છે. પતિ સાથે પહેલાથી જ છૂટાછેડા થઈ ચુક્યા છે. તેમને એકલા ડર લાગે છે, તેથી તેણે જીવન સાથીની શોધ શરૂ કરી દીધી છે. જેથી કોઈની સાથે તેમના અનુભવો શેર કરીને બાકીનું જીવન પસાર કરી શકાય.

image source

બેંગલુરુની નારીવાદી કાર્યકર વૃંદા અડિગે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તે ખરેખર ખૂબ સારું છે. ઉંમરને એ વાત સાથે કંઈ લેવાદેવા નથી કે કોઈ કોઈને ભાગીદાર બનાવવા માંગે છે. આપણે બધાએ આને માન આપવું જોઈએ. આપણે લાંબા સમયથી આ કલ્પના પર જીવીએ છીએ કે લગ્ન નાની ઉંમરે થવા જોઈએ.

image source

આ અંગે મળતી માહિતી અનુસાર, એક 69 વર્ષીય વ્યક્તિએ આ જાહેરાત પર પ્રતિક્રિયા પણ આપી હતી. આ વ્યક્તિ એન્જિનિયર હતો અને હવે નિવૃત્ત થઈ ગયા છે. જો કે, આ વ્યક્તિ વિશે વધુ કોઈ માહિતી બહાર આવી નથી.

image source

કેમ કે તે વૃદ્ધ સ્ત્રી કહે છે કે તેણે આખી જિંદગી પરંપરાગત રીતે પતિ સાથે પસાર કરવા માગે છે. મળતી માહિતી પ્રમાણે, આ મહિલાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લઈ લીધા છે. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો. મહિલાએ ઘણા વર્ષોથી લગ્ન કર્યા ન હતા. જો કે હવે મહિલા ફરીથી લગ્ન માટે તૈયાર છે.

image source

આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. એક તરફ જ્યાં યુવાનો સાથ આપી રહ્યા છે ત્યાં ઘણા લોકો કહે છે કે સ્ત્રીના આ નિર્ણયને સામાજિક રૂઢીઓના તૂટતા ક્રમમાં જોવો જોઈએ. બીજી તરફ, કેટલાક લોકો મહિલાઓને સાવચેત રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version