Site icon News Gujarat

9 વર્ષ સુધી સાંકળોથી બાંધી રાખેલા શખ્સનો હુંકાર-અસ્થિર છું તો શું થયું, હું પણ માનવી છું, કહાની જાણીને ફફડી જશો!

હાલમાં જલ્પાબેન પેટેલે રાજકોટમાંથી 3 ભાઈ બહેનને અઘોરી જેવા જીવનમાંથી મુક્તિ આપી હતી અને આખા ગુજરાતમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કંઈક એવો જ કિસ્સો હવે કચ્છમાંથી સામે આવ્યો છે અને તેની ચર્ચા પણ રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવી રહી છે. અહીં વાત છે કચ્છ જિલ્લામાં 2001માં આવેલા ભૂકંપ સમયની. આ પંથકમાં 20 વર્ષ પહેલાં આવેલા વિનાશકારી ભૂકંપે મચાવેલી મહામારી આજે પણ તે વિસ્તારના લોકોને યાદ છે અને જ્યારે પણ યાદ આવે ત્યારે લોકો કાયદેસર ફફડી ઉઠે છે. આ ભૂકંપે અનેકનાં જીવનને તબાહ કરી નાખ્યા હતા.

image source

આ ભૂકંપ વિશે વધારે વાત કરીએ તો આપણે બધા જાણીએ એ રીતે ત્યારે મોટી સંખ્યામાં ત્યા વસતા પરિવાર આજે પણ તે ભયાનક આપત્તિમાંથી બહાર નથી આવ્યા. આ ભૂકંપને કારણે ઘણા લોકોએ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. ત્યારે આવી જ એક સચિનસિંહ વાઢેર નામના વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે. કચ્છના નખત્રાણાના સુખપુર ગામની છે, જે આ 2001ના કપરા સમયમાં પૉતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને છેલ્લાં 9 વર્ષથી તેમને એક જગ્યા પર સાંકળોથી બંધાયેલ હાલતમાં જીવી રહ્યા હતા. તેમની હાલત જોતા તેમને બાંધીને રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે એમની પાસે કેટલાક સામાજિક કાર્યકરો પહોંચ્યા છે અને સચિનસિંહ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

image source

વધારે વાત કરીએ તો આ સાથે જ તેમના પરિવારને પણ મળ્યા હતા અને તેમને સાંકળમાંથી મુક્ત કરાવ્યા હતા. લોકોનું કહેવું છે કે માનસિક સ્થિતિ ગુમાવતાં ઘણીવાર એ ગ્રામજનો પર હુમલો પણ કરતો હતો. આ ઘટના પહેલા તો તે નખત્રાણાના સુખપુરમાં વાઢેર પરિવારમાં ખુશીથી રહેતો હતો, પરંતુ 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે આ પરિવારનું સર્વસ્વ છીનવી લીધું. પરિવારો આ સમયમાં ઘરવિહોણું બની ગયા હતા. પરિવારના સભ્ય સચિનસિંહ આ આઘાતને સહન ન કરી શક્યા અને તેમની માનસિક સ્થિતિ કથળી ગઇ હતી. માનસિક રીતે અસ્થિર થયેલા સચિનસિંહ રાહદારીઓ અને વાહનો પર પથ્થરમારો પણ કરી લોકોને હેરાન કરતા હતા. હવે પરિવાર માટે સચિનસિંહને સંભાળવા પણ મુશ્કેલ બની રહ્યા હતું.

જ્યારે આવી પરિસ્થિતિ બની ત્યારે ના છૂટકે પણ સચિનને સાંકળથી બાંધી રાખવા પડતા હતા. અહીં સૂધી વાત તો ઠીક છે પણ તેમને પહેરવા-ઓઢવાની પણ કોઇ સુવિધા આપવામાં આવતી ન હતી. આવું પરીવાર 9 વર્ષ સૂધી કરવા મજુબુર રહ્યો.

image source

આ અંગે સામાજિક આગેવાન હેમેન્દ્રએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર ગામમાં છેલ્લાં 20 વર્ષથી માનસિક બીમારીની સમસ્યાથી સચિનસિંહ વાઢેર પીડાઇ રહ્યા હતા. તેમના પરિવારે ખૂબ તનતોડ મહેનત કરી, પણ આખરે રોજનું કમાતા અને રોજનું પેટ રળતા પરિવારે ના છૂટકે તેમને સાંકળથી બાંધવા પડ્યા હતા. સચિનસિંહ ક્યાંય ભાગી ન જાય, ગામના કોઇને નુકસાન કે મારકૂટ ન કરે તે માટે પરીવારે આવું કરવા મજબુર હતા. અસ્થિર હાલતમાં આ ભાઇ ગામમાં ક્યાંય ફરે નહીં એ માટે તેમના પરિવારે 9 વર્ષથી તેમને સાંકળમાં બાંધીને રાખવામાં આવ્યા હતા અને ગામથી દૂર વેરાન જગ્યાએ આ વ્યક્તિને રાખવામાં આવી હતી.

આ બધા વચ્ચે ચોકાવનારી વાત તો એ હતી કે જ્યારે પરિવારને સાકળની ચાવી વિશે જ્યારે પુછવામા આવ્યુ ત્યારે પરિવારે કહ્યું, ચાવી ક્યાં છે એ યાદ નથી.

image source

આ અંગે સામાજિક આગેવાન હેમેન્દ્ર જણશાલીએ જણાવ્યું હતું કે જ્યારે અમને સચિનસિંહ વાઢેર 9 વર્ષથી સાંકળથી બાંધેલા છે એવી જાણ થઇ ત્યારે અમે તેમના પરિવારને મળ્યા હતા. પરિવારજનો સાથે વાત કર્યા બાદ અમે સચિનસિંહને સાંકળમાંથી મુક્ત કરાવ્યા હતા. જો કે જ્યારે અમે સાંકળમાં મારેલા તાળાની ચાવી અંગે તેમના પરિવારજનોને પૂછ્યું તો તેમના જવાબથી 9 વર્ષ થયા, હવે તો અમને યાદ પણ નથી સાભળીને અમે પણ નવાઇ પામ્યા હતા અને પછી સાંકળ કટરથી કાપવી પડી હતી.

આ જ ઘટના વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાવી ન મળતાં કટરથી સાંકળો તોડવામાં આવી હતી. બાદમાં તેમને સ્નાન કરાવી સ્વચ્છ કરવામાં આવ્યા હતા અને અત્યારે એક આશ્રમમાં તેમને આશરો આપવામાં આવ્યો છે. જ્યા થોડા જ સમયમાં તેમની માનસિક સ્થિતિની સારવાર કરાવવામાં આવશે અને સારવાર બાદ જ્યારે તેઓ ફરી સ્વસ્થ થઇ જશે ત્યારે તેમના પરિવારને સોપી દેવામાં આવશે.

image source

આજથી 20 વર્ષ પહેલા 26 જાન્યુઆરી એ દિવસ હતો જ્યારે આખો દેશ પ્રજાસત્તાક દિવસની આંનદથી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સવારના સમયે 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છ સહિત ગુજરાતભરમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે 2001માં આવેલા ભયાનક ભૂકંપે ગુજરાતના 24 જિલ્લાઓમાં તબાહી સર્જી હતી. આ પૈકી જેમાંથી કચ્છ, સુરેન્દ્રનગર અને રાધનપુરમાં તેની અસર વધુ જોવા મળી હતી. આ ભયાનક પ્રાકૃતિક તબાહીમાં 7904 ગામડાઓ તબાહ થયા હતા, 16,927 લોકોના તો મોત થયા હતા જ્યારે 1 લાખ 66 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત અને દોઢ લાખ ઘરોને ભોંય ભેગા કરી દીધા હતાં. માટે આટલી મોટી તારાજી આજે પણ લોકોને ફફડવી રહી છે.

Exit mobile version