બોલીવુડના આ ટોપ કલાકાર પોતાના લુકને કારણે અનેક વાર થયા છે રિજેક્ટ, પણ પછી પલટાઇ ગયુ નસીબ

બોલીવુડમાં ઘણા કલાકારો એવા છે જે આજે ખૂબ જ સક્સેસફુલ છે પણ કરિયરની શરૂઆતમાં આ કલાકારોને પોતાના લુકસ, ફિઝિક અને સ્કિન કલરના કારણે ઘણું રિજેક્શન સહન કરવું પડ્યું હતું. પણ એમને પોતાના લુકસને ક્યારેય પોતાના પર હાવી નથી થવા દીધો, પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખ્યો અને આજે ખૂબ જ સક્સેસફુલ છે.

રાજકુમાર રાવ.

image source

રાજકુમાર રાવની ગણતરી આજે બોલિવુડના ટોપ એક્ટરમાં થાય છે. એ એકથી લઈને એક ચડિયાતી મૂવીઝ કરી ચુક્યા છે અને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત થઈ ચૂક્યા છે. પણ શું તમે જાણો છો કે અહીંયા સુધી પહોંચવું રાજકુમાર રાવ માટે એટલું સરળ નહોતું. કરિયરની શરૂઆતમાં રાજકુમાર રાવ પોતાના લુકસને કારણે ઘણીવાર રિજેક્શન સહન કરી ચુક્યા છે. શરૂઆતમાં ઓડિશન પછી ઘણા ડાયરેકટરે એમને કહ્યું કે હીરોના રોલ માટે જે ફિઝિક અને લુકસ જોઈએ એ એમની પાસે નથી પણ એમને એ બધાન ખોટા સાબિત કર્યા આજે આજે સારા એકટર તરીકે પોતાની ઓળખ બનાવી ચુક્યા છે.

મનોજ બાજપેયી.

image source

આ લિસ્ટમાં મનોજ બાજપેયીનું નામ પણ સામેલ છે. એક પછી એક બ્લોકબસ્ટર પરફોર્મન્સ આપ્યા પછી પણ આ નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટરને ઇન્ડસ્ટ્રીમાં એ પ્રેમ કે એ જગ્યા ન મળી જે મળવી જોઈતી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મનોજ બાજપેયી કહ્યું હતું કે ફિલ્મ જુબેદામાં એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યા પછી પણ એમને પોતાના લુકસ માટે નેગેટિવ કમેન્ટ્સ સાંભળવા પડ્યા હતા. અમુક ક્રિટિક્સએ એટલે સુધી કહ્યું હતું કે ફિલ્મમાં એ પ્રિન્સ જેવા બિલકુલ નહોતા લાગતા. . આ બધી વાતોથી મનોજને ત્યારે ખૂબ જ ખરાબ લાગ્યું હતું પણ આજે મનોજ બાજપેયી પોતાને એક ઉમદા એકટર તરીકે પ્રૂવ કરી ચુક્યા છે અને એમને બધાને ખોટા પાડી દીધા છે જે કહેતા હતા કે એક સાધારણ ચહેરાવાળા સક્સેસફુલ એકટર નથી બની શકતા.

નવાઝુદ્દીન સિદ્દીકી

image source

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવુડના જાણીતા એકટર છે. એમની એક્ટિંગના બધા જ દીવાના છે. પણ ડાર્ક કોમ્પલેક્શનના કારણે એમને પણ શરૂઆતમાં ઘણું રિજેક્શન સહન કરવું પડ્યું હતું. એક કાસ્ટિંગ ડાયરેકટરે તો એક ઇન્ટરવ્યૂમાં એટલે સુધી કહી દીધું કે નવાઝુદ્દીનના ડાર્ક કોમ્પલેક્શનના કારણે એમને ફિલ્મોમાં બધા ડાર્ક કોમ્પ્લેક્સન વાળા એક્ટરને લેવા પડ્યા. જો કે નવાઝુદ્દીન કહે છે કે એ ક્યારેય પોતાના કોમ્પ્લેક્સન પર ધ્યાન નથી આપતા. એમનો બધો જ ફોક્સ ફક્ત એક્ટિંગ પર હોય છે. કદાચ આ જ કારણ છે કે એ પોતાને એક એકટર તરીકે સાબિત કરી શક્યા.

રણવીર સિંહ.

image source

તમને વિશ્વાસ નહિ થાય પણ રણવીર સિંહને પણ કરિયરની શરૂઆતમાં પોતાના સ્કિન કલરના કારણે રિજેક્શન સહન કરવું પડ્યું હતું. આ વાત એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહ જાતે કહ્યું હતું કે એમને ઘણીવાર એ કહીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા એ ગુડ લુકિંગ નથી અને એમનામાં હીરો મટીરીયલ નથી. આ કારણે એમને ફિલ્મો પણ નહોતી મળતી. પણ પોતાના ટેલેન્ટના જોરે આજે રણવીર દરેક મોટા બેનર સાથે કામ કરી રહ્યા છે.

આદિલ હુસેન.

image source

આદિલ હુસેન પોતાના ખાસ લુક અને ઉમદા એક્ટિંગ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી ચુક્યા છે. આદિલ હુસેને પોતાના એક ઇન્ટરવ્યૂમાં સ્કિન કલરને લઈને થઈ રહેલા ડિસ્ક્રિમિનેશન પર વાત કરી છે. એમનું કહેવું છે કે સ્કિન કલરને લઈને હવે લોકોના વિચારો બદલાઈ રહ્યા છે પણ આ પરિવર્તન ખૂબ જ ધીમું છે. એ ઈચ્છે છે કે સિનેમા દ્વારા પણ આપણે આ પરિવર્તનમાં યોગદાન આપીએ. એ આવું એટલા માટે કહે છે કારણ કે સ્કિન કલરના કારણે એ પણ ઘણું રિજેક્શન સહન કરી ચુક્યા છે.

બિપાશા બસુ.

image source

બિપાશા બાસુને એમના સ્કિન કલરના કારણે ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ બાળપણમાં સગાસંબંધીઓના પણ મહેણાં સાંભળવા પડ્યા હતા. એટલે સુધી કે બોલીવુડમાં સક્સેસ મેળવ્યા પછી પણ એમના નામની સાથે ડાર્ક એન્ડ હોટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલું જ નહીં કરીનાએ તો એકવાર એમને કાળી બિલાડી પણ કહી દીધું હતું. પણ બિપાશાએ ક્યારેય પોતાના કોમ્પ્લેક્સનના કારણે પોતાનો કોન્ફિડન્સ ઓછો નથી થવા દીધો અને એમને હંમેશા કહ્યું કે મારો સ્કિન કલર મને ડિફાઇન નથી કરતો. મને એ ગમે છે અને હું એને નથી બદલવા માંગતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *