જિંદગી હોય તો આવી? ગેંગસ્ટાર જેલમાંથી છુટ્યો તો 500 કારનો કાફલો લેવા આવ્યો…

બે ખૂનના કેસમાં નિર્દોષ છૂટી ગયેલ મહારાષ્ટ્ર રાજ્યના ગેંગસ્ટર ગજાનંદ મારણેને લેવા માટે જયારે ૫૦૦ ગાડીઓનો એક કાફલો નવી મુંબઈમાં આવેલ તળોજા જેલના દરવાજે પહોચે છે ત્યારે પોલીસ પણ તે બધાને જોતી જ રહી ગઈ હતી. જેલ માંથી છૂટી ગયેલ ડોન ગજાનંદ મારણેએ એસયુવીમાં બેસીને આવેલ લોકોનું અભિવાદન કર્યું હતું. ડોન ગજાનંદ મારણેના ટેકેદારોએ પણ તેમનું ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ડોન ગજાનંદ મારણે પર વર્ષ ૨૦૧૪માં બે મર્ડર કરવાનો કેસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં આ બંને મર્ડર કેસમાં ડોન ગજાનંદ મારણેને નિર્દોષ છોડી દેવામાં આવતા તેમના સમર્થકો દ્વારા આતશબાજી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

image source

પુણેના ડોન ગજાનંદ મારણેની સામે અત્યાર સુધીમાં મર્ડર, એટેમ્પ ટુ મર્ડર, ખંડણી, લુંટ, રમખાણ, આર્મ્સ એક્ટ સહિત અન્ય ૨૨ જેટલા કેસ કરવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના કેસ માંથી ડોન ગજાનંદ મારણે નિર્દોષ છૂટી ગયા છે. છેલ્લી વાર ડોન ગજાનંદ મારણે બે મર્ડર કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પણ કોર્ટ દ્વારા તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

ગજાનંદ મારણેને લેવા માટે આવેલ ૫૦૦ ગાડીઓનો કાફલો તળોજા જેલથી લઈને સીધા જ તાંલેગાવ સુધી ગયા હતા. ત્યાર બાદ એમાંથી કેટલીક ગાડીઓ અલગ થઈ ગઈ હતી અને બાર જેટલી ગાડીઓનો કાફલો ડોન ગજાનંદ મારણેને છેક પુણે સુધી તેમના ઘર સુધી મુકવા માટે ગયા હતા. જયારે ડોનના આ શાહી સ્વાગત પર પોલીસ દ્વારા પણ નજર રાખવામાં આવી હતી અને જેવા ડોન ગજાનંદ મારણે ઘરે પહોચે છે ત્યારે જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી.

image source

સૌથી પહેલા તો તાંલેગાવના પોલીસએ ડોન ગજાનંદ મારણેની સામે કલમ ૧૮૮ અને ૧૪૩ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો. એ જ સાંજના રોજ કોથરૂડ પોલીસએ ડોનની સામે આ જ આરોપ અંતગર્ત ફરિયાદ નોંધી અને થોડાક કલાકોમાં જ ડોન ગજાનંદ મારણે સહિત ૨૭ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી અને રાતના સમયે તેમના આઠ ટેકેદારો સહિત ડોન ગજાનંદની ધરપકડ કરી લેવામાં આવી. આવી રીતે થોડાક કલાકો પહેલા જ જેલ માંથી છુટેલ ડોન ફરીથી જેલ ભેગા થઈ ગયા. ત્યાં જ બીજી બાજુ, તળોજા જેલમાં આટલી બધી ગાડીઓ કેવી રીતે આવી ગઈ તેના વિષે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

એના વિષે પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રવિન્દ્ર શિસવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ આવી રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે તે ક્યારેય પણ ચાલવી લેવામાં આવશે નહી, તેમાં પણ કાયદો વ્યવસ્થા જાળવવાની સમસ્યા ઉભી થાય તેવા કાર્ય તો ક્યારેય કરવા નહી. ત્યારે નવાઈની વાત એ છે કે, ડોનને રીસીવ કરવા માટે તેમના સમર્થકો તળોજા જેલ સુધી પહોચી ગયા ત્યારે સમર્થકોએ આતશબાજી કરીને ઉજવણીનો વિડીયો ડ્રોન કેમેરાની મદદથી લેવામાં આવ્યો હતો. જેને ત્યાર અબ્દ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસએ આ વિડીયોને મેળવી લીધો છે અને આ વિડીયોમાં જોવા મળતા તમામ વ્યક્તિઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા સાત મહિનામાં ડોન તરીકે કહેવાતા શરદ મોહોલ,નિલેશ ઘાયવાલ અને ગણેશ મારણે યરવડા જેલ માંથી જામીન પર છૂટી ગયા છે. હજી ત્રણ અઠવાડિયા પહેલા જ જેલ મહતી બહાર આવેલ શરદ મોહોલનું સ્વાગત કરવા માટે પણ આવો જ તમાશો કરવામાં આવ્યો હતો. તેમના સ્વાગતના ઠેકઠેકાણે પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ ફરતી કરવામાં આવી હતી.

image source

પુણે પોલીસ રેકોર્ડમાં જણાવ્યા મુજબ, શહેરમાં ૩૨ જેટલી ગેંગ્સ હાજર છે, તેમાંથી અત્યારે ૧૧ જેટલી ગેંગ્સ અત્યારે સક્રિય છે. આ ગેંગ જમીન પર ગેરકાયદેસર કબજો કરવાથી લઈને ધમકી આપીને જમીન- મકાનને ખાલી કરાવવા, ખંડણી ઉઘરાવવા, મર્ડર, લુંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!