Site icon News Gujarat

માત્ર 5 જૂન જ નહીં પણ વર્ષના 365 દિવસ પર્યાવરણ દિવસ ઉજવનારી વડોદરાની આ કંપની વિશે જાણીને ગર્વ થશે

આજે એક એવી કંપની અને કર્માચારીઓ વિશે વાત કરવી છે કે જે ખરેખર સાચા પર્યાવરણ પ્રેમીઓ છે. તેની કંપનીમાં નિયમ પણ એવો છે કે બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે ત્યાં સુધી નહીં, આજે જ્યારે વિશ્વભરમાં 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો વડોદરાની આ કંપની વિશે અને લોકો વિશે વાત કરીએ. હાલમાં કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે એ વાતમાં કોઈ શંકા છે જ નહીં.

image source

અત્યારસુધી એવું હતું કે લોકો પર્યાવરણના દિવસે વૃક્ષો વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ વડોદરા નજીક આવેલી એક-એક કંપનીના કર્મચારીઓ રોજેરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે એવું કહીએ તો ખોટું ન પડે. કારણ કે કંપનીમાં નોકરી કરતા જે કર્મચારીનો જન્મદિવસ હોય તે કર્મચારી કંપનીના કમ્પાઉન્ડમાં એક વૃક્ષ અને બીજું વૃક્ષ પોતાના ઘરઆંગણે લગાવીને પોતાનો જન્મદિવસ મનાવતા આ લોકો માટે તો રોજ પર્યાવરણ દિવસ જ છે અને વર્ષોથી તે આ રીતે મનાવી રહ્યા છે. વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં આવેલી ઈન્ડો એમાઇન્સ કંપનીની આ વાત છે કે જે અનોખી રીતે છેલ્લાં ત્રણ વર્ષથી દરેક દિવસે પર્યાવરણના જતન માટે ચિંતા કરે છે અને વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે.

image source

જો વિગતે વાત કરીએ તો કંપનીના આ અભિયાનમાં ટુંડાવ અને મહારાષ્ટ્રના ડોમ્બિવલી પ્લાન્ટના 850 કર્મચારીને પર્યાવરણના જતન માટે સાથે સીધા જોડવામાં આવ્યા છે જે સૌથી સારી વાત છે. આ કંપનીના કર્મચારીઓ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે તો મનાવે જ છે, પરંતુ એ દિવસે ખાસ કંપનીમાં આવે અને ત્યાં બે વૃક્ષો રોપીને પર્યાવરણ સાથે પણ પોતાનો જન્મદિવસ મનાવે છે. આ અનોખી પહેલમાં કંપનીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહે છે, જેમાંથી કોઈને બાકાત રાખવામાં આવતા નથી જેથી બધાને આ મહત્વ સમજાય જાય. બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે અને પછી જ આગળની કાર્યવાહી જે પણ કંઈ હોય એની શરૂઆત થાય છે.

image source

આ કંપનીમાં આટલો સરસ વિચાર કઈ રીતે રોપાયો અને નવી શરૂઆત થઈ એના વિશે માહિતી મળી રહી છે કે ત્રણ વર્ષ પહેલાં આ વિચાર ઈન્ડો એમાઇન્સ કંપનીના ડાયરેક્ટર્સ વિજય પાલકર અને રાહુલ પાલકરને આવ્યો હતો અને તેમણે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા વૃક્ષોનું વાવેતર કરવા માટે પોતાની ટુંડાવ અને મહારાષ્ટ્રમાં આવેલી કંપનીના 850 કર્મચારીને આવા એક સરસ અભિયાનમાં જોડ્યા. બસ ત્યારથી જ રોજેરોજ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છે અને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

image source

આ કંપનીનો નિયમ કંઈક એવો છે કે કંપની દ્વારા જે કર્મચારીનો જન્મદિવસ હોય એ દિવસે તેમને બે વૃક્ષ ભેટ આપવામાં આવે છે. જે બે વૃક્ષની ભેટમાંથી એક વૃક્ષ કર્મચારી કંપનીની જગ્યામાં લગાવે છે અને બીજું વૃક્ષ પોતાના ઘર આંગણે લગાવે છે. આ રીતે ઘર અને કંપની બન્ને સારા વાતાવરણમાં રહે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે. ટુંડાવમાં આવેલી કંપનીના વર્કિંગ ડાયરેક્ટર કેયૂર ચિત્રેએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હાલ દેશ કોવિડ-19ના સંકટનો સામનો કરી રહ્યો છે. જેના કારણે પર્યાવરણ દિવસને લઇને કોઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી, કારણ કે અમારી કંપની દ્વારા 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

image source

ચિત્રેએ એક મોટી વાત કરતાં એ પણ માહિતી આપી હતી કે વ્યક્તિગત પર્યાવરણપ્રેમીઓને 11 હજાર જેટલા વિવિધ વૃક્ષો વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે. જેમાં ટુંડાવ, રાણિયા, ગોઠડા સહિત 25 ગામોનાં સરપંચોને ગામદીઠ 100 વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે. આસપાસનાં ગામોની મહિલાઓને 1100 લીંબુના છોડ અપાશે કોરોનાની મહામારીમાં વિટામીન-સી માટે લીંબુની માગમાં વધારો થયો હતો. એ જોતાં કંપની દ્વારા આસપાસનાં ગામોની મહિલાઓને 1100 લીંબુના છોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ રીતે વડોદરાની આ કંપની ખરેખર પર્યાવરણને બચાવવામાં ઘણી મદદ કરી રહી છે. હવે આ વાત સામે આવતા લોકોમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને બધા કંપનીના નિયમોને વખાણી તેમજ વધાવી રહ્યાં છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version