Site icon News Gujarat

અંગદાન મહાદાન..આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સિવાય બોલિવુડના આ ફેમસ સેલિબ્રિટીઝ લઈ ચુક્યા છે અંગદાનનો સંકલ્પ

કહેવાય છે કે અંગદાનથી મોટું દાન બીજું કંઈ નથી, એટલે એને મહાદાન કહેવામાં આવે છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન બોલીવુડની ચુલબુલી અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. આલિયાનું માનીએ તો એમને પૂર્વ મિસ વર્લ્ડ અને બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનથી પ્રેરિત થઈને અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે જે હેઠળ એ પોતાના મૃત્યુ પછી પોતાના અંગોનું દાન કરશે જેથી એમના મર્યા પછી કોઈને જીવન મળી શકે. જો કે આ પહેલા ગયા વર્ષે ઓર્ગન ડોનેશન ડે એટલે કે અંગદાન દિવસ પર એકટર રણબીર કપૂરે પણ પોતાના ઓર્ગન ડોનેટ કરવાની શપથ લીધી હતી એ પછી આલિયા આ સારા કામ માટે આગળ આવી.

image source

આલિયાનું માનીએ તો એ ઐશ્વર્યા રાયે જ્યારે પોતાની આંખોનું દાન કરવાનો સંકપલ લીધો હતો ત્યારથી એમને એ વાતનો અહેસાસ થયો કે આ દુનિયામાંથી ગયા પછી આપના શરીરનો આપણી સાથે કોઈ સંબંધ નથી રહેતો એવામાં આપણા અંગો કોઈને નવું જીવન આપી શકે છે. જો કે આલિયા સિવાય બોલિવુડના ઘણા ફેમસ સેલિબ્રિટી એવા છે ને અંગદાન જેવા મહાદાનનો સંકલ્પ લઈ ચુક્યા છે અને એ પ્રણ લીધો છે કે એમના ગયા પછી એમના અંગો કોઈ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે.

રણબીર કપૂર.

image source

આલિયા સાથે રણબીર કપૂરે પણ પોતાના બધા અંગોનું દાન કરવાનો ફરી એકવાર સંકલ્પ કર્યો. આ પહેલા ગયા વર્ષે 27 નવેમ્બરે નેશનલ ઓર્ગન ડે પર રોકસ્ટાર એકટર રણબીર કપૂરે પોતાના ઓર્ગન ડોનેટ કરવાની શપથ લીધી હતી. અંગદાન કરવાનો સંકલ્પ લેતા એક્ટરે કહ્યું હતું કે મને આશા છે કે એવું કરવાથી એક કે બે વ્યક્તિને નવું જીવન મળશે. જો આ વાત આગળ વધે છે તો એનાથી એક પરિવર્તન જરૂર આવશે, એટલે મહેરબાની કરીને તમારા અંગોનું દાન કરવા અંગે વિચાર કરો.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

પૂર્વ વિશ્વ સુંદરી અને બોલીવુડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યાની સુંદરતાના તો દરેક વ્યક્તિ દીવાના છે. ખાસ કરીને એમની આંખોની તો આખી દુનિયા દિવાની છે.હા ઐશ્વર્યાની ભૂરી આંખોના બધા જ વખાણ કરે છે પણ શું તમે જાણો છો કે એક્ટ્રેસે થોડા વર્ષો પહેલા પોતાની આંખોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે, ઐશ્વર્યાએ વર્ષો પહેલા શપથ લીધી હતી કે જો એ દુનિયામાંથી જતી પણ રહે છે તો એમની આંખો આ દુનિયામાં જરૂર રહેશે અને કોઈ જરૂરિયાતમંદને એમની આંખો દાન કરવામાં આવશે.

સલમાન ખાન

image source

બોલિવુડના દબંગ સલમાન ખાનનું નામ જેટલું મોટું છે એ એટલા જ દરિયાદીલ પણ છે એટલે એ હંમેશા જરૂરિયાતમંદની મદદ માટે થી આગળ રહે છે, જરૂરિયાતમંદની મદદ કરવા સિવાય સલ્લુ મિયાએ ઓર્ગન ડોનેટ કરવાનો પણ સંકલ્પ કર્યો છે. સલમાને પોતાની બોડીના બધા જ જરૂરી ઓર્ગન દાન કરવાની શપથ લીધી છે. જો કે સલમાનના ઘણા ઓછા ફેન્સને આ વાત ખબર છે કે એમને એમનો બોનમેરો દાન કરવાનો પણ સંકલ્પ લીધો છે જે શરીરમા લોહીથી બને છે.

.
રાની મુખર્જી.

image source

બોલીવુડની સક્સેસફુલ એક્ટ્રેસમાં સામેલ રાની મુખર્જીએ પોતાની ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી છે પણ શું તમે જાણો છો કે એક્ટ્રેસે પોતાના મૃત્યુ પછી આંખોનું દાન કરવાનું એલાન કર્યું છે. રાની મુખર્જીએ થોડા સમય પહેલા સંકલ્પ કર્યો હતો કે મૃત્યુ પછી એ પોતાની આંખો દાન કરશે જેથી અન્ય કોઈ એમની આંખોથી આ સુંદર દુનિયા જોઇ શકે. એક્ટ્રેસનું માનવું છે કે કોઈને જિંદગી આપવી સૌથી સારો અહેસાસ હોય છે. રાનીના પતિ આદિત્ય ચોપરાએ પણ પોતાની આંખોને દાન કરવાનો સંકલ્પ લીધો છે.

પ્રિયંકા ચોપરા.

image source

બોલિવુડથી હોલીવુડ સુધી ધૂમ મચાવનાર દેશીગર્લ પ્રિયંકા ચોપરા પણ આ વાતનું એલાન કરી ચુકી છે કે મર્યા પછી એમના બધા જ અંગ દાનમાં આપવામાં આવશે. પ્રિયંકાએ વાતથી સારી રીતે વાકેફ છે કે અંગદાનનું શુ મહત્વ હોય છે. એમનું માનીએ તો એક સમયે એમના પિતાને પણ ઓર્ગનની જરૂરત પડી હતી એટલે એક્ટ્રેસે નિર્ણય લીધો કે એ પણ પોતાના અંગોનું દાન કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું નિધન કેન્સરના કારણે થયું હતું, એમની સારવાર દરમિયાન પ્રિયંકાએ અંગદાન વિશે જાણકારી મેળવી હતી અને પોતાના પિતાના નિધન પછી એક્ટ્રેસે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

અમિતાભ બચ્ચન

image source

વાત અંગદાનની થતી હોય અને સદીના મહાનાયકની વાત ન આવે એવું તો કઈ બને? હા બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ આ નિર્ણય કર્યો છે કે એ મર્યા પછી પણ લોકોને મદદરૂપ થશે. પોતાના ચાહકો વચ્ચે ભગવાનની જેમ પૂજાતા બિગ બીએ વહુ ઐશ્વર્યા રાય બચ્ચનની જેમ જ પોતાની આંખોનુ દાન કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ બચ્ચન સિવાય એમની પત્ની અને હિન્દી સિનેમાની દિગગજ અદાકારા જયાં બચ્ચને પણ પોતાની આંખોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે જેથી એમના ગયા પછી આ હસીન દુનિયાને જોવા માટે એમની આંખો કોઈના કામમાં આવી શકે.

આમિર ખાન

image source

ફિલ્મોમાં દમદાર ભૂમિકા નિભાવીને દર્શકોની વાહવાહી લૂંટનાર વર્ષેટાઇલ એકટર આમિર ખાનને મિસ્ટર પરફેક્ટનિષ્ટ કહેવામાં આવે છે. આમિરે પણ કિડની, લીવર, દિલ, આંખો, સ્કિન, હાડકા જેવા શરીરના મહત્વપૂર્ણ અંગોનું દાન કરવાની શપથ લીધી છે. એમને વર્ષ 2014માં જ પોતાના શરીરના બધા જ ઓર્ગન દાન કરવાનો નિર્ણય કર્યો હતો. એ પહેલાં વર્ષ 2013માં એમની પત્ની કિરણ રાવે પણ નિર્ણય કર્યો હતો કે એ મર્યા પછી પોતાના બધા અંગોનું દાન કરશે. આમિર અને કિરણ કોઈ જરૂરિયાતમંદને પોતાના અંગદાન કરશે જેથી એમના મર્યા પછી પણ કોઈને નવું જીવન મળી શકે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસુઝા.

image source

બોલિવુડના એકટર રિતેશ દેશમુખ અને એમની પત્ની જેનેલિયા ડીસુઝાના ફેન્સનું એક લાબું લિસ્ટ છે. ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોનું મનોરંજન કરનાર રિતેશ દેશમુખ અને એમની પત્ની જેનેલિયા ડીસુઝાએ પણ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે જેથી મર્યા પછી પણ એ કોઈની મદદ કરી શકે.તમને જણાવી દઈએ કે રિતેશ અને જેનેલિયાએ હાલમાં જ પોતાના અંગદાન કરવાની શપથ લીધી છે, આ સારા કામ દ્વારા એ મર્યા પછી કોઈ જરૂરિયાતમંદને નવું જીવન આપવા માંગે છે.

તમને જણાવી દઈએ કે બોલિવુડના આ સેલિબ્રિટીઝ સિવાય હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન બ્રહ્માસ્ત્રના નિર્માતા કરણ જોહર અને નિર્દેશક અયાન મુખર્જીએ પણ કિડની દાન કરવાનો સંકલ્પ લીધો હતો. એ સાથે જ એમને અન્ય લોકોને પમ અંગદાન માટે આગળ આવવાની અપીલ કરી અને એ માટે પ્રેરિત પણ કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version