લો બોલો, આ 9 સેલેબ્સને ફિલ્મના રોલ માટે એક સમયે કરવું પડ્યુ હતુ આવું કામ, પછી માંડ-માંડ બધી ગાડી પાટા પર આવી

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ થલાઇવીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂકી છે અને ફિલ્મમાં જયલલિતાનું પાત્ર ભજવનારી કંગનાનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. થલાઇવી માટે કંગનાએ ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે અને આ રોલ માટે એમને 20 કિલો વજન પણ વધાર્યું હતું જે ટ્રેલરમાં ચોખ્ખું દેખાઈ પણ રહ્યું છે.

image source

પોતાના રોલ માટે કંગનાની આ મહેનતના બધા જ વખાણ કરી રહ્યા છે. આમ તો કંગના કઈ પહેલી એકટર નથી જેમને પોતાના રોલને રિયાલિસ્ટિક બનાવવા માટે વજન વધાર્યું હોય. ઘણા બોલિવુડ કલાકારો ફિલ્મો માટે પોતાનું 10થી લઈને 30 કિલો સુધી વજન વધારી ચુક્યા છે. તો ચાલો જોઈ લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

આમિર ખાન.

image source

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાને ફિલ્મ દંગલમાં મહાવીર ફોગાટના પાત્ર માટે 30 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મમાં એમના લુકને જોઈને દરેક વ્યક્તિ હેરાન થઈ ગયા હતા.

સલમાન ખાન

image source

સલમાન ખાન જે પોતાના ફિઝિક અને ફિટનેસને લઈને ખૂબ જ એલર્ટ રહે છે, સલમાને પણ ફિલ્મ સુલતાનના અમુક સીન્સ માટે 25 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મમાં પોતે મોટી ઉંમરના દેખાવા માટે સલમાને આ બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું.

વિદ્યા બાલન.

image source

વિદ્યા બાલનનું જો કે હોર્મોનલ પ્રોબલમને કારણે પછી ઘણું વજન વધી ગયું હતું અને એમને બોડી વેટ માટે ટ્રોલ પણ કરવામાં આવતા હતા. પણ જ્યારે વિદ્યાએ ધ ડર્ટી પિક્ચર સાઈન કરી હતી ત્યારે એ પાતળી હતી અને આ ફિલ્મ માટે એમને 12 કિલો વજન એક્સ્ટ્રા વધાર્યું હતું. સિલ્ક સ્મિતાનો રોલને રિયલ બનાવવા માટે એમને ઘણી મહેનત કરી હતી અને આ ફિલ્મ માટે એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

રણબીર કપૂર.

image source

સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુમાં સંજય દત્તના પાત્રમાં સંપૂર્ણ રીતે ઢળી જવા માટે રણબીર કપૂરે ખૂબ જ મહેનત કરી હતી. એ માટે રણબીરે પહેલા 10 કિલો વજન ઘટાડયું અને પછી સંજય દત્તના જીવન સાથે જોડાયેલા બીજા પહેલુંને દર્શાવવા માટે એમને 15 કિલો વજન વધારવું પણ પડ્યું હતું જેથી સંજુ બાબાના પાત્ર સાથે સંપૂર્ણ રીતે ન્યાય કરી શકે.

વિકી કૌશલ.

image source

ભારતીય ફોજ દ્વારા એલઓસી પીઓકેમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક પર બનેલી આ ફિલ્મ ઉરીમાં પોતાના રોલ માટે વિકી કૌશલે પણ 15 કિલો વજન વધાર્યું હતું અને એમની મહેનત રંગ પણ લાવી અને ફિલ્મ સુપર ડુપર હિટ થઈ હતી.

ભૂમિ પેડનેકર.

image source

ભૂમિ પેડનેકરે પોતાના કરિયરની શરૂઆતમાં જ આ ચેલેન્જ સ્વીકારી લીધો હતો. પોતાની ડેબ્યુ ફિલ્મ દમ લગાકે હૈશામાં ભુમીએ 85 કિલોની એક જાડી સ્ત્રીનો રોલ પ્લે કર્યો હતો જેના માટે એમને 30 કિલો વજન વધાર્યું હતું.

ફરહાન અખ્તર.

image source

ફરહાન અખ્તરની ફિલ્મ તુફાનનું ટ્રેલર હાલમાં જ રીલીઝ થયું છે. આ ફિલ્મમાં ફરહાન એક બોક્સરનું પાત્ર નિભાવી રહ્યા છે. ફિલ્મમાં પોતાના રોલને રિયાલિસ્ટિક બનાવવા માટે ફરહાને ઘણી મહેનત કરી હતી અને એમને પોતાનું 15 કિલો વજન ફક્ત 6 અઠવાડિયામાં વધાર્યું હતું. આ ફિલ્મ જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

રાજકુમાર રાવ.

image source

રાજકુમાર રાવનું નામ એ એક્ટર્સના લિસ્ટમાં સામેલ છે જે પોતાના પાત્ર સાથે કોઈ જ સમજાવટ નથી ચલાવી લેતા. એમને પણ વેબસિરિઝ બોસ માટે 11 કિલો વજન વધાર્યું હતું અને એ માટે એમને ખૂબ જ મહેનત કરી હતી. એટલું જ નહીં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દેખાવા માટે એમને પોતાનું અડધા માથાનું મુંડન કરાવ્યું હતું.

કૃતિ સેનન.

image source

કૃતિ સેનને પણ પોતાના રોલ માટે ખૂબ જ મહેનત કરી છે. પોતાની અન્ડર પ્રોડક્શન ફિલ્મ મિમીમાં કૃતિ સેરોગેટ મધરના રોલમાં દેખાશે અને આ રોલમાં ફિટ બેસવા માટે કૃતિએ 15 કિલો વજન વધારવા માટે તૈયાર થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!