આ મહિલાએ 30 વર્ષથી નથી ખોલ્યું પોતાનુ મોં, ડોક્ટરે એવી સર્જરી કરી કે સીધું 2 સેમીથી વધારે ખોલવામાં મળી સફળતા

શરીરના કોઈ અંગની રચના અલગ હોવાના કારણે ઘણી વખત વિચીત્ર ઓપરેશનના કિસ્સા સામે આવતા હોય છે. હાલમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં સિનિયર મેનેજર તરીકે કામ કરનારી એક મહિલાનું અનોખુ ઓપરેશન થયેલુ સામે આવ્યુ છે. જાણવા મળી રહ્યુ છે કે આ મહિલાનું મોં 30 વર્ષથી બંધ હતું. હાલમા ગંભીર ઓપરેશન સાથે મહિલાનું મોં ખુલ્યું હતું. મળતી માહિતી મુજબ આ મહિલાનુ નામ આસ્થા મોંગિયા છે અને તેની ઉમર 30 વર્ષ છે.

प्रतीकात्मक तस्वीर
image source

મહિલાને દોઢ મહિના પહેલા સર ગંગારામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની અહી સારવાર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ સ્ત્રી જન્મ સમયથી જ ડિસઓર્ડરથી પીડિત હતી. તેના જડબાના અસ્થિ મોંની બંને બાજુથી ખોપરીના હાડકા સાથે જોડાયેલા હતા. આ જ કારણે તે મોં ખોલવા માટે સક્ષમ ન હતી. એટલું જ નહીં આસ્થા તેની આંગળીની મદદથી પણ તેની જીભને સ્પર્શ કરી શકતી ન હતી.

image source

જાણવા મળી રહ્યુ છે કે આટલા દિવસોથી આ સ્ત્રી ફક્ત પ્રવાહી પર જીવી રહી હતી. મોં ન ખોલવાને કારણે તેના દાંતમાં પણ હવે આ ચેપ લાગી રહ્યો હતો. આસ્થા જન્મથી આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે તેનો આખો ચહેરો ગાંઠની રક્ત વાહિનીઓથી ભરેલો હતો જેના કારણે કોઈ પણ હોસ્પિટલ તેની સર્જરી માટે તૈયાર ન હતી. આ પછી આસ્થાના પરિવારના સભ્યોએ તેને ભારત, યુનાઇટેડ કિંગડમ અને દુબઇની મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું પરંતુ બધાએ તેનુ ઓપરેશન કરવાનો ઇનકાર કર્યો હતો.

image source

સર ગંગારામ હોસ્પિટલના સિનિયર પ્લાસ્ટિક સર્જન ડો. રાજીવ આહુજાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે દર્દીને જોઈ ત્યારે તેમણે પરિવારને કહ્યું કે આ સર્જરી ખૂબ જટિલ છે અને વધુ પડતા લોહી વહેવાથી ઓપરેશન ટેબલ પર મોત નીપજશે. આ સાથે તેઓએ જણાવ્યુ હતુ કે અમે પ્લાસ્ટિક સર્જરી,વેસ્ક્યુલર સર્જરી અને રેડિયોલોજી વિભાગની એક ટીમ બોલાવી હતી. આ પછી આ બાબતે ચર્ચા અને ખૂબ વિચાર-વિમર્શ કરવામા આવ્યો હતો અને ત્યારબાદ આ જટિલ સર્જરી કરવાનું નક્કી કર્યું છે.

image source

આ ઓપરેશન દરમિયાન દર્દીનું મોં અઢી સેન્ટીમીટર ખોલ્યું હતું. જે સારા સમાચાર હતા. આ સાથે આ મહિલાને જીવનુ પણ કૉઈ જોખમ હવે હતુ નહી. આખુ ઓપરેશન સફળતા સાથે પુર્ણ કરવામાં ડોક્ટરો સફળ થયા હતા. ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે સામાન્ય વ્યક્તિનું મોં 4 થી 6 સેન્ટિમીટર ખુલતુ હોય છે અને આ મહિલાનુ મો ઓપરેશન બાદ 2 સેમીથી વધુ ખુલી રહ્યુ છે જે સારી વાત છે. આ અંગે ડોક્ટર રાજીવ આહુજાએ કહ્યું કે ફિઝીયોથેરાપી અને મોની કસરતને કારણે તેનું મોં હજી વધુ પણ ખુલી શકવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *