Site icon News Gujarat

VIDEO: લાહોર યુનિવર્સિટીમાં છોકરા-છોકરીએ જાહેરમાં કરેલા આ કૃત્યથી મચ્યો હંગામો

આ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવતી યુનિવર્સિટી કેમ્પસમાં એક છોકરાને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. જે સમયે છોકરી છોકરાને ઘૂંટણ પર બેસાડીને પ્રપોઝ કરી રહી હતી, ત્યારે જ ત્યાં હાજર વિદ્યાર્થીઓ તેમના મોબાઇલમાં આ દ્રશ્યને કેદ કરી રહ્યા હતા.

યુનિવર્સિટી વહીવટી તંત્ર બંને વિદ્યાર્થીઓ પર ભડકી ગયું હતું

image source

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે છોકરીએ પ્રપોઝ કર્યા પછી છોકરો હા પાડે છે, ત્યારબાદ છોકરી ઉભી થઈને છોકરાને ગળે લગાવે છે. નજીકમાં ડઝનબંધ વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા છે. આ આખો સીન કોઈ બોલિવૂડ ફિલ્મના સીન જેવો લાગે છે. તે જ સમયે, યુવતીના આ કૃત્યથી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો અને યુનિવર્સિટી વહીવટી તંત્ર બંને વિદ્યાર્થીઓ પર ભડકી ગયું હતું. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને કાઢી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ

image source

લાહોર યુનિવર્સિટીની વિશેષ શિસ્ત સમિતિએ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંનેને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢ્યા બાદ બન્નેને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શિસ્ત સમિતિની બેઠકમાં આ વિદ્યાર્થીઓએ નિયમો તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બંને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા

image source

તેમણે કહ્યું કે બંને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા, ત્યારબાદ તેમને યુનિવર્સિટીમાંથી કાઢી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોર યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીઓએ ગેરવર્તન અને યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. નોંધનિય છે કે પ્રેમ સંબંધ જેવી બાબતોને લઈને પાકિસ્તાનમાં ઘણીવાર આવા વિવાદ સામે આવી ચુક્યા છે. પશ્ચિમી દેશોની જેમ છોકરા છોકરીના સંબંધોને આ રીતે પાકિસ્તાનમાં સ્વિકારવામાં આવતા નથી.

સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

કેમ્પસમાં પ્રપોઝલ બાદ વિદ્યાર્થીઓને કાઢી મુકાયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક લોકો કહે છે કે આ એક યોગ્ય પગલું છે, જ્યારે કેટલાક લોકો તેને ખોટું કહી રહ્યા છે. એક યુઝરે ફિલ્મ ‘મોહબ્બતે’ માંથી અમિતાભ બચ્ચનની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે ‘લાહોર યુનિવર્સિટીના આચાર્ય. અહીં થોડી માહિતી માટે જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અમિતાભ ગુરુકુલના મુખ્ય શિક્ષક હતા જે પ્રેમ-મહોબ્બતની વિરુદ્ધ હતા. જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ બેનઝીર ભુટ્ટોની પુત્રી બક્તાવર ભુટ્ટો ઝરદારીએ યુનિવર્સિટીની કાર્યવાહીને ‘બકવાસ’ ગણાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version