માલગાડી નીચે કપલનો જબરો રોમાન્સ, પણ લોકોનું ધ્યાન જતા જ થયું કંઇક એવું કે….વેલેન્ટાઈન ડે પર આ કપલનો ફોટો સોશિયલ મિડીયામાં ધડાધડ થઇ રહ્યો છે વાયરલ

આજે વેલેન્ટાઈન ડે છે અને આજના દિવસે પ્રેમી પંખીડાઓ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળે છે. આવા જ એક કપલનો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જો કે આ ફોટો વેલેન્ટાઈન ડેનો જ છે કે નહીં તે વાતની પુષ્ટી થઈ નથી પરંતુ આજના દિવસે આ ફોટો તેના પર થતી મજેદાર કોમેન્ટોના કારણે વાયરલ થવા લાગ્યો છે.

image source

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જેના પર શું વાયરલ થઈ જાય તેની તમે કલ્પના પણ કરી શકો નહીં. આ આ વાતનું ઉદાહરણ છે તાજેતરમાં વાયરલ થયેલો આ ફોટો. આ ફોટોમાં એક વ્યક્તિ એક મહિલા સાથે માલગાડી નીચે પાટા પર બેઠેલો જોવા મળે છે. આ ફોટોમાં બંનેનો ચહેરો દેખાતો નથી. તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ કપલ એકાંતની પળો માલગાડી નીચે માણી રહ્યા હશે ત્યારે તેનો ફોટો કોઈએ ક્લિક કરી અને શેર કર્યો હોય.

ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. તેને લોકો શેર કરી તેના પર અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ આ ફોટો પર અઢળક લાઈક કરી છે અને તેના પર મજેદાર કોમેન્ટસ પણ કરી છે.

image source

સોશિયલ મીડિયા પર આ ફોટો આઈએફએસ ઓફિસર સુસાંત નંદાએ શેર કરી હતી. આ ફોટો શેર કરી તેના કેપ્શનમાં તેણે મજેદાર કેપ્શ લખ્યું હતું. ફોટો સાથે કેપ્શનમાં તેણે લખ્યું હતું કે ઓનલાઈન ડેટિંગ. ફોટોને શેર કર્યાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો અને લોકો તેના પર મસ્તીભરી કોમેન્ટ કરવા લાગ્યા હતા.

ફોટો પર એક યૂઝરે લખ્યું હતું કે, મહત્વપૂર્ણ ચર્ચા.. જ્યારે બીજા યૂઝરે લખ્યું છે કે રિલેશનશિપ ઓન ટ્રેક. આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું છે ઓનલાઈન ડેટિંગ ફોર પર્માનેંટ ઓફલાઈન. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે સંબંધો ટ્રેક પર છે પરંતુ ખોટા ટ્રેક પર બેઠા છે…

image source

અન્ય કેટલીક મજેદાર કોમેન્ટની વાત કરીએ તો કોઈએ લખ્યું છે કે તેઓ ‘ ધે આર અંડર ટ્રેન ઈંગ ’ છે. જ્યારે અન્ય કેટલાક લોકોએ બંનેના વખાણ જગ્યા પસંદ કરવા માટે કર્યા છે તો કેટલાકે કહ્યું છે કે પ્રેમ ઓનલાઈન છે પરંતુ જો ટ્રેન ચાલવા લાગે તો તે બંને ઓફલાઈન થઈ જશે. આ ફોટોને હજારો લાઈક્સ મળી છે અને અનેકવાર તેને શેર કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!