બાળકો માટે કોવિડ ગાઈડલાઈન્સ: જાણો બાળકને કોરોના થાય એ પહેલા અને પછી શું રાખશો ખાસ ધ્યાન, દરેક પેરેન્ટ્સે ખાસ જાણવું…

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમિત દર્દીઓના કેસ સતત વધતા જઈ રહ્યા છે. બીજી લહેરની વિશેષતા એ છે કે, આ લહેરમાં એક જ પરિવારના ઘણા બધા સભ્યો એકસાથે બીમાર થઈ રહ્યા છે. આવા કિસ્સાઓમાં પરિવારમાં રહેતા બાળકોને પણ કોરોના વાયરસનું સંક્રમણ થવાનો ખતરો પહેલા કરતા ઘણો વધી ગયો છે. આ બધા દરમિયાન સરકાર દ્વારા પહેલીવાર બાળકો માટે કોવિડ- 19 માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. નવા બદલાવમાં હોસ્પિટલ્સ પરનું દબાણ ઓછું કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. એમાં હોમ આઈસોલેશનના સંદર્ભમાં ઓક્સિજન લેવલ બદલવામાં આવ્યું છે. જુલાઈ, ૨૦૨૦થી થ્રી લેયર માસ્ક બદલે હવેથી એન- 95 માસ્કને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચાલો જાણીએ બાળકો માટે લાગુ કરવામાં આવેલ માર્ગદર્શિકામાં શું કહેવામાં આવ્યું છે?

બાળકો માટે કોવિડ માર્ગદર્શિકા:

image source

-પ્રોટોકોલ વિના લક્ષણ, હળવા લક્ષણ અને વધારે લક્ષણ ધરાવતા બાળકો માટે અલગ અલગ ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવી છે. -લક્ષણ વિનાના બાળકો માટે કોઈપણ પ્રકારની સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું નથી, પરંતુ તેમની પર નજર રાખવા માટે
જણાવવામાં આવ્યું છે.

image source

-હળવા લક્ષણ ધરાવતા બાળકોના ગળામાં સમસ્યા, નાકનું વહેવું, શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની સાથે ખાંસી થઈ શકે છે. કેટલાક બાળકોમાં ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યા પણ થઈ શકે છે. ગાઈડલાઈન્સમાં જણાવ્યા પ્રમાણે આવા લક્ષણો ધરાવતા બાળકોને ટેસ્ટ કરાવવા માટે કોઈ ભલામણ કરવામાં આવતી નથી અને આવા લક્ષણો ધરાવતા બાળકોની હોમ આઈસોલેશનમાં ટ્રીટમેંટ આપી શકાય
છે.

-જે બાળકોમાં લક્ષણો જોવા મળે છે તેવા બાળકોને ડોક્ટર પેરાસીટામોલ (10-15 એમજી/કિલો/ડોઝ)આપી શકે છે અને આ દવાને દર ૪ થી ૬ કલાક પછી ફરીથી બાળકને દવા આપી શકાય છે.

-જો બાળકને ખાંસી થઈ હોય તો આવી પરિસ્થિતિમાં બાળકને ગરમ પાણીના કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે.

-બાળકો ડીહાઈડ્રેશન ના થાય તે માટે ઓરલ ફ્લુઈડની સાથે જ ન્યુટ્રીશન આપવાની સલાહ આપવામાં આવે છે.

-હળવા લક્ષણો ધરાવતા બાળકોને એંટીબાયોટીક્સ દવા નહી આપવાની સલાહ આપવામાં આવે છે.

image source

-જો ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ૯૦% કરતા વધારે છે તો આવા બાળકોને મોડરેટ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે. જયારે હળવા લક્ષણો ધરાવતા બાળકોને ન્યુમોનિયા હોઈ શકે છે. તેમજ આવા બાળકો માટે રૂટીન લેબ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવતી નથી, જ્યાં સુધી આવા બાળકોમાં ગંભીર લક્ષણ જોવા ના મળે ત્યાં સુધી ત્યાર બાદ રૂટીન લેબ ટેસ્ટ કરાવવામાં આવે છે.

-મોડરેટ લક્ષણો ધરાવતા બાળકોને કોવિડ ડેડીકેટેડ હેલ્થ સેન્ટર કે પછી સેકન્ડરી લેવલ હેલ્થ કેર ફેસીલીટીમાં દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

image source

-મોડરેટ કોવિડ- 19ના લક્ષણો ધરાવતા બાળકોને તાવ માટે પેરાસીટામોલ (10-15 એમજી/ કિલો/ ડોઝ) અને બેક્ટેરીયલ ઇન્ફેકશન
થાય તેવી સ્થિતિમાં એમોક્સિલીન દવા આપી શકાય છે.

image source

-ઓક્સિજન સેચ્યુરેશન ૯૪ કરતા ઓછું થઈ જાય છે તો ઓક્સિજન સપ્લીમેન્ટ લેવાની જરૂર પડે છે.

-હોમ આઈસોલેશનમાં રહેવા માટે ઓક્સિજન લેવલ ૯૫ થી ઘટાડીને ૯૪ કરી દેવામાં આવ્યું છે.

-કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની દેખરેખ કરી રહેલ વ્યક્તિઓએ એન-95 માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

-કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખી શકાય છે.

image source

-કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સારસંભાળ કરી રહેલ વ્યક્તિઓએ ચાર કલાકનું મોનીટરીંગ ચાર્ટ બનાવવો પડશે.

-આ ચાર્ટમાં દર્દીનું ટેમ્પરેચર, હાર્ટ રેટ (પલ્સ ઓક્સિમીટરથી), SpO2 પર્સેન્ટેજ, ફીલિંગ (પહેલા જેવું, વધારે સારું, ખરાબ).

-આરોગ્ય મંત્રાલય દ્વારા બે અલગ અલગ દસ્તાવેજો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં એક હોમ આઈસોલેશન માટે રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સ અને બીજું પીડીયાટ્રીક એજ ગ્રુપ માટે મેનેજમેન્ટ પ્રોટોકોલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *