Site icon News Gujarat

એક સમયે પોતાને કરિયરમાં શુ કરવું ખબર નહોતી પડતી અને આજે આપી રહ્યો છે લાખો સ્ટુ઼ડન્ટ્સને આ અંગેની બધી મહિતી

અનેક બાળકો ટેલેન્ટેડ હોય છે પરંતુ યોગ્ય ગાઈડન્સના અભાવે તેમને આમતેમ ભટકવું પડે છે અને પેરેન્ટ્સ પોતાના બાળકોની કરિયર અને અભ્યાસ અંગે પરેશાન રહેતા હોય છે. યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે અનેક બાળકો ટેન્શનમાં રહે છે અને ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેમા બાળકો આત્મહત્યા પણ કરી લે છે. આ સમયે સ્ટુ઼ડન્ટ્સનું કાઉન્સેલિંગ ખુબ જરૂરી બની જતુ હોય છે. અહી એક એવા વય્ક્તિ વિશે વાત થઈ રહી છે સ્ટુ઼ડન્ટ્સનું કાઉન્સેલિંગ કરે છે અને એક સમય તેના માટે પણ એવો હતો કે જ્યારે તે ખુદ પણ કરિયર અંગે કન્ફ્યુઝ્ડ હતા અને વારંવાર સબ્જેક્ટ બદલયા હતા.

image source

મળતી માહિતી મુજબ આ કિસ્સો છે ઝારખંડના ગઢવા જિલ્લાનો. ગઢવામા રહેતા આલોક તિવારીની કહાની મુશ્કેલી ભરી હતી પણ તેણે હિમત ન હારી અને આજે સ્ટુ઼ડન્ટ્સનું કાઉન્સેલિંગ કરીને વર્ષે 10 લાખ છે ટર્નઓવર કરી રહ્યો છે. વાત કરીએ તેના પરિવાર વિશે તો તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા એક ટીચર તરીકે ફરજ બજાવતા હતા. તેમની નોકરી અવારનવાર બદલી થતી હોવાથી આલોકે ઝારખંડના અલગ અલગ શહેરોમાં એક પછી એક સ્કૂલ બદલવી પડી હતી. આ સાથે વાત કરવામાં આવે તેના અભ્યાસ વિશે તો હજારીબાગથી તેણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુર્ણ કર્યો. તેણે આ અંગે કહ્યુ હતુ કે જ્યારે તે પ્રથમ ગ્રેજ્યુએશનમા સબ્જેક્ટ પસંદ કરવાનો હતો ત્યારે સમંજસ થતો હતો. આ પછી પણ તેને કરિયર અંગે કન્ફ્યુઝન થતુ હતુ.

image source

આ દરમિયાન પ્રથમ કેમિસ્ટ્રીથી ગ્રેજ્યુએશનનો નિર્ણય કર્યો પરંતુ બીજા વર્ષે જ કંટાળી જતા પછી ઈકોનોમિક્સથી બેચલર્સની ડિગ્રી મેળવી. તે પછી આલોકે 2010માં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી. આ પછી એ જ વર્ષે નેહરૂ યુવા કેન્દ્રમાં તેને નોકરી લાગી પરંતુ તેનું મન લાગ્યું નહીં અને એક વર્ષ પછી જ નોકરી છોડી દીધી હતી. આ પછી તેને બેન્કિંગની તૈયારી કરવાનુ મન થતા રાંચી ચાલ્યો ગયો પરંતુ ત્યાં પણ મન ન લાગ્યું અને આખરે આર્મીમાં જવા માટે SSBની તૈયારી કરી પણ તેમાં પણ સફળતા ન મળી અને 2012માં તેણે કરિયર કાઉન્સેલિંગનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. અત્યાર સુધી તે 50થી 60 હજાર સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરી ચૂક્યા છે અને દર વર્ષે 10-12 લાખ રૂપિયા ટર્નઓવર જનરેટ કરી રહ્યા છે. હાલમા તેની ઉમર 35 વર્ષ છે.

આલોકની લાઈફમાં ખૂબ ચઢાણ ઉતાર આવ્યા પણ તેણે હાર ન માની અને કરિયર કાઉન્સેલિંગ અંગે આગળ ગયા. તેની આ સફર વિશે વિગતે વાત કરીએ તો કરિયર અંગે અસમંજસની સ્થિતિ વચ્ચે આલોકને એક દિવસ અખબારમાં ચેન્નઈના રાજીવ ગાંધી યુથ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ વિશે જાણકારી મળી. જેમાં યુથ એમ્પાવરમેન્ટને લઈને એક કોર્સમાં પ્રવેશ અંગેની જાહેરાત છપાઈ હતી. આલોકને એ કોર્સમા રસ લાગ્યો અને તેની તે સમયે ફી પણ ઓછી હતી જેથી તેણે નક્કી કર્યું કે માસ્ટર્સનો અભ્યાસ ત્યાં જ કરશે. આ પછી આલોકની લાઇફ આખી બદલાઈ જ ગઈ. આ પછી આ તેણે યુથ એમ્પાવરમેન્ટ અને સ્કીલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવાનુ નક્કી કર્યુ અને તે પછી આ ફિલ્ડમા તે આગળ ગયો. જ્યારે તે આ અંગે ટ્રેનીંગ લઈ રહ્યો હતો ત્યારે તેને અહેસાસ થયો કે સબ્જેક્ટ સિલેક્શટ કરવો એ સ્ટુ઼ડન્ટ્સ માટે સમસ્યા છે અને સ્ટુ઼ડન્ટ્સને સાચા ગાઈડન્સની જરૂર છે. જો સ્ટુ઼ડન્ટ્સને યોગ્ય ગાઈડન્સ ન મળે તો તેના કારણે તેમનો મોટાભાગે સમય બરબાદ થાય જાય છે. 2010માં આલોકે માસ્ટર્સની ડિગ્રી મેળવી લીધી અને એ જ વર્ષે નેહરૂ યુવા કેન્દ્રમાં નોકરી લાગી.

તે તેનાથી ખુશ હતો કારણ કે આ બહાને તેને યુવાનો વચ્ચે કામ કરવાનો મોકો મળ્યો હતો.

image source

એક વર્ષ બિહાર અને ઝારખંડમાં કામ કર્યુ. અહીં પણ તેમને વિદ્યાર્થીઓમાં એ જ પરેશાની જોવા મળી. મોટાભાગના વિદ્યાર્થીઓ નક્કી કરી શકતા નહોતા કે તેમણે આગળ શું કરવું છે? અને તેમા પણ ગ્રામીણ વિસ્તારોમાં તો આ પરેશાની વધુ હતી. એવા બાળકો માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ જેનાથી તેમને યોગ્ય સમયે યોગ્ય ગાઈડન્સ મળી શકે. આ પછી 2011ના અંતમાં તેણે કરિયર કાઉન્સેલિંગનું કામ શરૂ કરી દીધું. આ કામની શરૂઆત વિશે વાત કરતા તેણે કહ્યુ કે સૌ પ્રથમ તેણે ગઢવામાં એક મહિલા કોલેજમાં પોતાનો કાર્યક્રમ યોજ્યો. પહેલી જ વખતમા લગભગ 250 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો અને તેમા સ્ટુડન્ટ્સ-વાલીઓ તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો.

આ સાથે અનેક વાલીઓએ તેની વ્યક્તિગત પ્રશંસા પણ કરી અને પોતાના બાળકોની કરિયર માટે તેમને કન્સલ્ટ કરવાનું શરૂ કર્યુ. તેણે આ વિશે આગળ વાત કરતા કહ્યુ કે શરૂઆતમાં ફંડ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ ધીમે ધીમે બધુ આગળ વધવા લાગ્યુ. આ વિશે આલોક કહે છે કે શરૂઆતમાં સ્કૂલ અને કોલેજમાં કરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ આયોજિત કરતો હતો પરંતુ ખૂબ ઓછા સ્ટુડન્ટ પૈસા આપીને ગાઈડન્સ લેવા માટે તૈયાર થતા હતા. આ સાથે તે સમય એવો હતો કે સ્કૂલો પેઈડ પ્રોગ્રામમાં ખાસ રસ દાખવતી નહોતી પણ એ વાતનો સંતોષ હતો કે સમાજ અને યુવાનો માટે કંઈક મદદ થઈ રહી છે.

આ પછીની વાત કરતા તેણે કહ્યુ કે ઝારખંડના અલગ અલગ શહેરોમાં કરિયર કાઉન્સેલિંગ કરવાનુ શરૂ કર્યુ. એ દરમિયાન કેટલાક વાલીઓ-બાળકોની મુલાકાત કરાવી અને પેમેન્ટ પણ કર્યુ. આ પછી આ સ્ટાર્ટઅપ માટે ટર્નિંગ પોઈન્ટ ચાલુ થયો. આ દરમિયાન એટલુ સમજાઇ ચુક્યુ હતુ કે જો ફિલ્ડ્મા યોગ્ય લોકેશનને ટારગેટ કરવામાં આવે તો આ સેક્ટરમાં ખૂબ સ્કોપ છે અને આ પછી ધીમે ધીમે એક પછી એક સ્કૂલો સાથે ટાઈઅપ કરતા ગયા. જાણવા મળ્યુ છે કે 2013માં ઝારખંડ સરકાર સાથે આલોકને કામ કરવાનો મોકો મળ્યો. તેમણે સરકાર સાથે મળીને કરિયર હેલ્પલાઈન નામનું એક અભિયાન ચલાવ્યું. તેના માધ્યમથી હજારો સ્ટુડન્ટ્સ સાથે તેમને ઈન્ટરએક્શનનો મોકો મળ્યો. ટ્રાઈબલ વર્ગના બાળકોમાં પણ તેમણે કામ કર્યુ. એ દરમિયાન તેમને ડીએવી સ્કૂલમાં કરિયર કાઉન્સેલર તરીકે કામ કરવાની ઓફર મળી. ત્યાં તેઓ વીકલી બાળકોનો ક્લાસ લેતા હતા.

image source

આ બાદ બિહાર અને ઝારખંડની અનેક સ્કૂલ પણ જોડાઈ. કેટલીક સ્કૂલોમાં ટીચર્સને ટ્રેનિંગ અને ગાઈડ કરવા માટે પણ તેમને ઓફર મળી. અત્યારે લગભગ 35થી 40 સ્કૂલ કોલેજો સાથે તેમનું ટાઈઅપ છે. આલોક કહે છે કે કોરોના અગાઉ અમારા મોટાભાગના પ્રોગ્રામ ઓફલાઈન મોડમાં જ થતા હતા. અમે લોકો સ્કૂલોમાં જઈને બાળકોનું કાઉન્સેલિંગ કરતા હતા પરંતુ ગત વર્ષે જેવું લોકડાઉન લાગ્યું અમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા. હાલમા પણ આ રીતે દરરોજ 10થી 15 બાળકો સાથે અમારું ઓનલાઈન ઈન્ટરએક્શન થાય છે. આ વિશે વાત કરતા આલોક કહે છે કે અમે ત્રણ કેટેગરીમાં પોતાના પ્રોગ્રામને વહેંચી રાખ્યો છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અમે લક્ષ્ય નામથી પ્રોગ્રામ રાખ્યો છે. જેમાં અમે એક એક બાળકનું કાઉન્સેલિંગ કરીએ છીએ.

આ સાથે એ વાતનુ ધ્યાન પણ રાખવામા આવ્યુ છે કે તેમના ઈન્ટરેસ્ટ, તેમની ક્ષમતા અને વીકનેસનું એનેલિસિસ થાય અને તે મુજબ સજેસ્ટ કરીએ છીએ કે તેમણે આગળ કયા સબ્જેક્ટની પસંદગી કરવી જોઈએ. તેમાં કરિયરના હિસાબે શું સ્કોપ છે અને અત્યારથી સ્ટેપ બાય સ્ટેપ શું પ્લાનિંગ થવું જોઈએ. આ પછી ધો. 12ના વિદ્યાર્થીઓ અંગે વાત કરતા તેણે કહ્યુ કે તેમના માટે રણનીતિ નામથી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જેમાં અમે બાળકોને કરિયર ઓરિએન્ટેડ સબ્જેક્ટ સિલેક્શન અને તેને અચિવ કરવાની સ્ટ્રેટેજી પર ભાર મૂકીએ છીએ. કોઈને ડોક્ટર બનવું છે, તેની પ્રોસેસ શું છે?, તેના માટે શું તૈયારી હોવી જોઈએ?, કોઈને એન્જિનિયર બનવું છે કે ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. આ માટેની જરૂરી ચીજો-આવશ્યકતા-પડકારો હશે? આ ટોપિક્સ પર અમે ફોકસ કરવામા આવે છે.

image source

ત્રીજા પ્રોગ્રામ વિશે વાત કરતા તેણે કહ્યુ હતુ કે તે પેરેન્ટિંગ અને કેરિંગને લઈને છે. આ પાછળનુ કારન જણાવતા તેણે કહ્યુ કે આજે અનેક પેરેન્ટ્સ-બાળકો આ અંગે ટેન્શનમાં રહે છે અને કેટલાક બાળકો આત્મહત્યા પણ કરી લે છે. આ અંગે પેરેન્ટ્સને કહે છે કે પોતાના બાળકોની સાથે કઈ રીતે ફ્રેન્ડલી બિહેવ કરે? બાળકોનું મન અભ્યાસમાં લાગતું નથી તો તેમની કેર કેવી રીતે કરવી? તેમના ઈન્ટરેસ્ટ અને બેકગ્રાઉન્ડના હિસાબે કયા કયા ફિલ્ડમાં કરિયર સ્કોપ છે. તેની તૈયારી પ્રોસેસ અને શું ફી હશે. આ બધું અમે સારી રીતે સમજાવીએ છીએ.

મળતી માહિતી મુજબ આલોકની ટીમ careervector.in નામથી એક વેબસાઈટ તૈયાર કરી છે. જેના પરથી સ્ટુડન્ટ કાઉન્સેલિંગ માટે રિક્વેસ્ટ કરી શકે છે અને ફોન કે વીડિયો કોલ દ્વારા તેમની સમસ્યાનું સમાધાન આપવામા આવે છે. આ સાથે કરિયરને લઈને ડિસિઝન લેવામાં તેમને હેલ્પ કરે છે. આ કામ માટે એક ડઝન એક્સપર્ટની ટીમ અમારી સાથે જોડાયેલી છે અને વેબસાઈટ પર એક ડેશબોર્ડ પણ તૈયાર કર્યુ છે જેની મદદથી સ્ટુડન્ટ પોતાનો રેગ્યુલર પરફોર્મન્સ રિપોર્ટ જોઈ શકે છે. આ સાથે આલોકે કહ્યુ હતુ કે આગામી સમયમાં તે પ્રી-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે કાઉન્સેલિંગ પ્રોગ્રામ કરવા માંગે છે કે જેથી અનેક સંબંધો તૂટતા બચાવી શકાય. હાલના દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version