ટીવીના આ પોપ્યુલર ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે થઇ ગયા છે મોટા, જોઇ લો Before-After Picsમાં ગ્લેમરસનો તડકો

અશનુર કૌર.

Ashnoor Kaur
image source

પાંચ વર્ષની ઉંમરથી પોતાના કરિયરની શરૂઆત કરીને અશનુર કૌર આજે ટીવીનું એક મોટું નામ બની ગઈ છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એમને ઝાંસી કી રાની, ન બોલે તુમ ન મેને કુછ કહાં, દેવો કે દેવ મહાદેવ, સાથ નિભાના સાથિયા, સીઆઇડી, યે રિશ્તા ક્યાં કહેલાતા હે અને બડે અચ્છે લગતે હેમા કામ કર્યું છે. એ પછી અશનુર કૌરે બોલીવુડની અમુક ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે અને પટિયાલા બેબ્સથી ફરી એકવાર પોતાની ઓળખ બનાવી. જોઈ લો એમના ફોટા.

અવનીત કૌર.

Avneet Kaur
image source

એક ઉમદા ડાન્સરથી ટીવીની મોસ્ટ ગ્લેમરસ અને પોપ્યુલર લેવલ સુધીની સફર અવનીત કૌર માટે જરાય સરળ નહોતી પણ એમના ટેલેન્ટને બાળપણમાં જ ઓળખ મળી ગઈ હતી એટલે એ જ્યારે અલાદીનની જેસ્મીન બની તો એ ખૂબ ક સરસ લાગી હતી.

અવિકા ગૌર.

Avneet Kaur
image source

બાલિકા વધુમાં અવિકા ગૌરે એવો રોલ કર્યો કે આજે પણ લોકો એમને બલીલા વધુના એમના આનંદીના પાત્રથી જ ઓળખે છે. આજે અવિકા ગૌર ઘણા ટીવી શોમાં કામ કરી રહી છે અને થઈ ગઈ છે ખૂબ જ ગ્લેમરસ.

જન્નત જુબેર.

Jannat Zubair
image source

ટીવીની નાનકડી અને ક્યૂટ ફુલવા હવે દેખાય છે ખૂબ જ હોટ. જન્નત જુબેરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દિલ મિલ ગયેથી ડેબ્યુ કર્યું હતું પણ એમને એ પછી ફુલવા શો દ્વારા ઓળખ મળી. હવે એ ઘણા શોમાં લીડ રોલ કરતી દેખાય છે.

હંસિકા મોટવાની.

Hansika Motwani
image source

આ ફક્ત ટીવીમાં જ નહીં પણ બોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે. એકદમ ક્યૂટ લાગતી આ નાનકડી છોકરી ક્યારે આટલી હોટ અને ગ્લેમરસ બની ગઈ કોઈને ખબર જ ન પડી.

રજત ટોકસ.

rajat tokas
image source

ઐતિહાસિક ટીવી શોમાં નામ કરી ચૂકેલા છે રજત ટોકસ અને એ પછી નાગીન સીરિયલમાં પણ એ દેખાઈ ચુક્યા છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે રજત ટોકસ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી ચુક્યા છે. દૂરદર્શનની બોન્ગોથી રજત ટોકસે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એ પછી એ જાદુઈ ચિરાગ, લાઈટહાઉસ, ધરતી કે વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણમાં યંગ પૃથ્વીરાજનો રોલ કર્યો હતો.

સિદ્ધાર્થ નિગમ.

Siddhartha Nigam
image source

એ ન ફક્ત એક ઉમદા એકટર છે પણ એટલા જ સારા ડાન્સર પણ છે. સિદ્ધાર્થ નિગમે ચક્રવર્તી અશોક સમ્રાટમાં અશોકના બાળપણનો રોલ કર્યો હતો, એ પછી એ અલદીનમાં અવનીત કૌર સાથે પેર થયા જે ઘણી પસંદ કરવામાં આવી. ચંદ્ર નંદીનીમાં પણ એ દેખાયા પણ હવે સિદ્ધાર્થ થઈ ગયા છે એકદમ હેન્ડસમ હંક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *