બોલિવૂડની આ હસીનાઓના પાકિસ્તાનમાં મળતા આવ્યા ચહેરા, કંગના રનૌતની હમશકલ જોઈને તમે પણ ઓળખવામાં થાપ ખાઇ જશો

કહેવામાં આવે છે કે આખી દુનિયામાં આપના ચહેરાને મળતા આવતા હોય એવા સાત લોકો હોય છે. ભલે સાત લોકો ન મળે પમ બોલીવુડની અમુક અભિનેત્રીઓના એક બે હમશકલ સાથે અમે તમને જરૂર મળાવી શકીએ છીએ. બોલીવુડની અમુક અભિનેત્રીઓના હમશકલ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં મળ્યા છે. ભારતમાં પણ અમુક લોકો આ અભિનેત્રીઓના ચહેરા સાથે મળતા હોય એવા મળ્યા છે પણ પાકિસ્તાનમાં જે લોકો મળ્યા છે એમને જોઈને તમે બે ઘડી અચંબામાં પડી જશો.આજે અમે જે અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે પોતાની સુંદરતાને લઈને હમેશા ચર્ચામાં રહે છે અને એક્ટિંગના દમ પર દર્શકોના દિલો પર રાજ કરે છે. ફક્ત એટલું જ નહિ આ હસીનાઓના ચહેરા સાથે મળતા આવતા ચહેરા વાળા લોકો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તો ચાલો જાણી લઈએ બોલીવુડની આ હસીનાઓના હમશકલ વિશે જેમને જોઈને તમે ચોંકી જશો.

ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

આખી દુનિયામાં પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. આમ તો ઐશ્વર્યા રાય બચ્ચનના ઘણા હમશકલ મળ્યા છે જેની તુલના એક્ટ્રેસ સાથે કરવામાં આવી. પણ પાકિસ્તાનની બ્લોગર આમના ઇમરાનનો ચહેરો ઐશ્વર્યા સાથે એટલી હદે મળતો આવે છે કે ખુદ એમના ફેન્સ પણ ચોંકી ગયા. આમના ઇમરાનનો ચહેરો હૂબહૂ ઐશ્વર્યા રાય સાથે મળતો આવે છે. આમના ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. આમનાના ફોટા જોઈને કોઈપણ વ્યક્તિ ભૂલો પડી જાય, એમની આંખો અને હોઠ ઐશ્વર્યા સાથે ઘણા જ મળતા આવે છે.

કરિશ્મા કપૂર.

image source

ભૂરી આંખો અને અભિનયથી દર્શકો પર પોતાનો જાદુ ચલાવનારી એક્ટ્રેસ કરિશ્મા કપૂરની પણ હમશકલ છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા સેન્સેશન અને ટિકટોક સ્ટાર હિના ખાનનો ચહેરો કરિશ્મા કપૂર સાથે ઘણો જ મળતો આવે છે. ખાસ વાત એ છે કે હિના ખાનની આંખો પણ ભૂરી છે જે એકદમ કરિશ્મા કપૂર જેવી જ છે. હિના ખુદને કરિશ્મા કપૂરની ફેન કહે છે અને પોતાને કરિશ્મા કપૂરની હમશકલ તરીકે પ્રમોટ પણ કરે છે.

દીપિકા પાદુકોણ.

image source

બોલીવુડની હસીનાઓ અને સૌથી મોંઘી એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ દીપિકા પાદુકોણનું નામ આ લિસ્ટમાં પણ સામેલ છે. પણ અહીંયા ખાસ વાત એ છે કે દીપિકાની હમશકલ કોઈ છોકરી નહિ પણ છોકરો છે. હા પાકિસ્તાની એકટર ફહાદ મુસ્તફાને દીપિકાની કોપી કહેવામાં આવે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક્ટરના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા જેમાં એમની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફહાદના ફોટા જોઈને ઘણા ફેન્સ એ કહી રહ્યા હતા કે એવું લાગે છે કે જાણે દીપિકાના ફોટાને દાઢી અને મૂછ લગાવી દીધી હોય

અનુષ્કા શર્મા..

image source

એક્ટ્રેસ અનુષ્કા શર્માના એક નહિ પણ બે હમશકલ પાકિસ્તાનમાં જ મળ્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ અને શો હોસ્ટ સનમ બલોચનો ચહેરો અનુષ્કા શર્મા સાથે ખૂબ જ મળતો આવે છે. એટલું જ નહિ અમુક લોકો તો સનમને અનુષ્કાની બહેન કહી ચુક્યા છે. એ સિવાય પાકિસ્તાની સિંગર નાઝીયા હસનનો ચહેરો પણ અનુષ્કાના ચહેરા સાથે મળતો આવે છે. દુઃખની વાત એ છે કે નાઝીયા હવે આ દુનિયામાં નથી.

સોનાક્ષી સિન્હા.

image source

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનો ચહેરો 80ના દાયકાની એક્ટ્રેસ રીના રોય સાથે તો મળતો આવે જ છે પણ એમની એક હમશકલ પાકિસ્તાનમાં પણ છે. ટીવી હોસ્ટ અને એક્ટ્રેસ જાવેરીયા અબ્બાસીને પાકિસ્તાનની સોનાક્ષી સિન્હા કહેવામાં આવે છે. બંનેની સ્માઈલ, નાક અને જડબાની બનાવટ એટલી હદે મળતી આવે છે કે સોનાક્ષી સિન્હાના ફેન્સ પણ ભુલા પડી જાય.

કંગના રનૌત

image source

એક્ટ્રેસ કંગના રનૌતનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પાકિસ્તાની એક્ટ્રેસ સર્વત ગિલાનીને કંગનાની હમશકલ કહેવામાં આવે છે. સર્વતનો ચહેરો કંગના સાથે ઘણો જ મળતો આવે છે. સોશિયલ મીડિયા પર સર્વાત ગિલાનીના ઘણા ફોટા વાયરલ પણ થયા હતા, જેને યુઝર્સ કંગના સમજી બેઠા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *