આ નફ્ફટ પતિ જબરો નીકળ્યો: લગ્નની રાતે પતિ પત્નીને મૂકી ભાઈ-ભાભી જોડે રમતો હતો સંતાકૂકડી, પતિનો ફોન ચેક કરતા જે નીકળ્યું એ…

આ ઘટના છે અમદાવાદની જ્યાં લગ્નના પહેલા જ દિવસે એક યુવતીનાં બધા સપના પર પાણી ફરી જતું જોવા મળે છે. સાત ફેરા ફરીને પતિ-પત્ની એકબીજા સાથે નવજીવનની શરૂઆત કરે છે, પણ અહી એ પછીની એક યુવતીના મનના અરમાન લગ્નની પહેલી રાતે જ રોળાઈ જાતાં દેખાય તેવી કહાની સામે આવી છે. આ કહાનીમાં સામાન્ય લગ્નજીવનથી ઘણી વિપરીત વાતો સામે આવી છે. જે સમયે પતિ પત્નીનો હાથ પકડીને મીઠી વાતો કરવવી જોઈએ તેના બદલે હોટલના રૂમમાં ભાઈ-ભાભી સાથે સંતાકૂકડી રમવા લાગે.

image source

જો વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વણિક પરિવારની દીકરી સાથે આવો બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. આ યુવતી તેનો પતિ ગે હોવાથી આજદિન સુધી તે લગ્નસુખથી અળગી રહી છે. તેણે પોતાની સાથે થયેલા અન્યાય માટે પોલીસ સ્ટેશનમાં આંટા મારવા પડ્યા છે, જ્યારે કેટલાક પોલીસકર્મીઓ તો તેને અને તેના પિતાને અપશબ્દો બોલીને આરોપીના કતારામાં પણ મૂકી દીધાં હોવાની જાણકરી મળી હતી. હવે આ પરિણીતાની અંતે સુરેન્દ્રનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ ચૂકી છે.

image source

આ યુવતીનું નામ રોશની (નામ બદલાવેલ છે ) અને આ 27 વર્ષીય યુવતીના લગ્ન ઓકટોબર 2018માં જતીન (નામ બદલાવેલ છે ) નામના એક યુવક સાથે નક્કી થયા હતા. આ પછી 8 ફેબ્રુઆરી 2019ના રોજ તેમનાં લગ્ન થયા હતા. લગ્ન અગાઉ બંને એકબીજાને બહુ ખાસ મળ્યા નહોતા, જેથી એકબીજાથી વધારે પરિચિત પણ હતા નહી. આ પછી સુહાગરાતના દિવસે સાણંદ પાસેનું એક રિસોર્ટ બુક કરાવ્યું હતું, જ્યાં યુવકના ભાઈ અને ભાભી પણ આવ્યાં હતાં. યુવતીના જણાવ્યા અનુસાર, સુહાગરાતે બંને વચ્ચે શારીરિક સંબંધને બદલે ચારેય જણા દોડ-પકડ અને સંતાકૂકડીની રમત રમ્યાં રહ્યાં હતાં જે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

image source

જો વાત કરીએ તેના લગ્ન પછીના દિવસોની તો, લગ્નના અનેક દિવસો સુધી યુવતી સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હતો અને યુવતીને પતિ તરફથી સુખ પણ મળતું નહોતું, જેથી યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા હોવાની વાત કરી હતી. આ પછી તેણે પતિનો ફોન ચેક કરવાનું શરૂ કર્યું. પતિનો ફોન ચેક કરતાંની સાથે જ યુવતીએ જે જોયું તે જાણીને તેને ખૂબ જ નવાઈ લાગી. યુવતીના પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી. ફોનને ચેક કરતા બધું રાજ સામે આવી ગયું. તેણે જોયું કે ફોનમાં 2 વ્હોટ્એપ અકાઉન્ટ હતાં, જેમાંથી એક અકાઉન્ટ નોર્મલ હતું, જેમાં પરિવાર અને અન્ય મિત્રો હતા, જ્યારે બીજું અકાઉન્ટ જોયું ત્યારે પતિ અન્ય યુવકો સાથે સંપર્કમાં હતો અને તમામ સાથે સેક્સની અને અન્ય વાતો કરેલી હતી. આ ઉપરાંત પતિના મોબાઈલમાંથી ગ્રિન્ડર નામની એપ્લિકેશન મળી હતી, જેમાં યુવકો અન્ય યુવકો સાથે સંપર્ક કરતા અને બાદમાં વ્હોટ્સએપ પર વાત કરીને એડ્રેસ અને નામ મેળવીને મળતાં હતા. બાદમાં યુવકો વચ્ચે શારીરિક સંબંધ બાંધતા હતા. પોતાના પતિનું આ રૂપ જોઈને યુવતી સ્તબ્ધ થઈ હતી.

હવે આ યુવતીએ આ અંગે સીધી જ પતિ સાથે વાત કરવાનું નક્કી કર્યું, પરંતુ પતિ અવગણના જ કરતો રહ્યો, જેથી હવે યુવતીએ પુરાવા આપવાનું નક્કી કર્યું . પુરાવા આપતાં જ પતિ ગુસ્સામાં આવીને કબૂલાત પણ કરી લીધી હતી કે હા, હું ગે છું અને મને પણ ગેમાં જ ઇન્ટરેસ્ટ છે. બંને વચ્ચે તકરાર થતાં પતિ યુવતીને હવે નહિ કરું એવું કહ્યું હતું. પરંતુ આ સતત ચાલુ જ રહ્યું જેથી યુવતીએ સાસુ-સસરાને વાત કરી, પરંતુ યુવતીના આક્ષેપ મુજબ, તેના સસરા કલેકટર ઓફિસમાં નાયબ મામલતદાર હોવાથી જણાવ્યું હતું અને યુવતીને કહેતા હતા કે તારાથી થાય એ કરી લે, તું કઈ કરી નહિ શકે. યુવતીએ પુરાવા ભેગા કર્યા તો તેના પર પણ હાથ ઉઠાયો હતો.

image source

યુવતીએ ચૂપ ના બેસી રહેતા આ બાબતે હજુ પણ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેના પતિને 18-20 યુવકો સાથે શારીરિક સંબંધ હતા, જેમાં મોટા ભાગના લોકો હાઈ પ્રોફાઈલ છે, જેમાં ગાયનેક ડોકટર, બેંક મેનેજર, વેપારી સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે તેના પતિ સાથે શારીરિક સંબંધ રાખે છે અને અન્ય યુવકો પણ પૂરા પાડે છે. આ લગ્ન અગાઉથી જ ચાલતું હતું તો લગ્ન શા માટે કર્યા એ પણ યુવતીએ પ્રશ્ન પતિને પૂછ્યો ત્યારે તેનો જવાબ આપતાં તે ચિડાઈ ગયો અને આ બાબતે યુવતીને કોઈ જવાબ મળ્યો ન આપવા કહી દીધું હતું.

ત્યારબાદ યુવતીએ આ તમામ વચ્ચે ગ્રિન્ડર નામની એપ્લિકેશન પર પોતે ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને પોતે યુવક તરીકે પતિ સાથે ગે બનીને વાત કરી હતી, જેમાં તેનો પતિ મળવા સુધી તૈયાર થયો હતો, પરંતુ યુવતીએ માત્ર ચેક કરવા જ અકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ આ અંગે પોતાના પરિવારને પણ જાણ કરી હતી. જેથી પરિવારે છૂટાછેડા માટે કહ્યું હતું, પરંતુ યુવકના પરિવાર તરફથી છૂટાછેડા માટે કોઈ પ્રક્રિયા આગળ કરવામાં આવી રહી નથી, જેથી યુવતી ફરિયાદ કરવા મજબૂર થવું પડ્યું હતું. જયારે યુવતી સમગ્ર મામલે ફરિયાદ કરવા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સસરા નાયબ મામલતદાર હોવાથી તેની ફરિયાદ નહોતી લેવાઈ અને મહિલા પોલીસ સ્ટેશન તરફથી તેના રહેણાક વિસ્તાર પાલડીમાં ફરિયાદ લેવાશે એવું જણાવ્યું હતું. આ પછી પણ યુવતી હિંમત ન હારી અને પાલડી પોલીસ સ્ટેશનમાં દોડી ગઈ પણ ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. ત્યાં તેને માત્ર અરજી જ લેવામાં આવી હતી, જેની તપાસ પણ કરાઈ ન હતી.

image source

વધુ માહિતી આપતાં તે જણાવે છે કે, તેના પતિ અને સસરા તરફથી પરેશાન પણ કરવામાં આવતી હતી અને ઘરની બહાર નીકળતાં તેને હેરાનગતિ પણ કરવામાં આવતી હતી. હવે યુવતી કંટાળીને પોતાના વતન સુરેન્દ્રનગર જતી રહી હતી અને ત્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરીને જાન્યુઆરી 2021માં ફરિયાદ લીધી હતી. સસરા નાયબ મામલતદાર હોવાને કારણે યુવતીની ફરિયાદમાં યોગ્ય તપાસ ના થતી હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. પોલીસે નિવેદન માટે 7 દિવસની સમય આપ્યો હતો છતાં પતિ અને સસરા જવાબ લખવવા આવ્યા નહોતા અને હાઇકોર્ટમાંથી 1 મહિનાનો સ્ટે લઈ આવ્યા હતા, જેમાં તેઓ સમાધાન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ યુવતીને ન્યાય જ જોઈએ છે. આ યુવતીનો પતિ પોતાની પ્રાઈવસી લીક કરી છે એમ કહીને સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી, જેથી યુવતીને સાયબર ક્રાઈમમાં બોલાવી હતી.

યુવતીનો આક્ષેપ છે કે સાયબર ક્રાઈમના પીઆઈએ યુવતી સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને ધમકી આપી હતી કે, આ મામલો પૂરો કરી દે, નહિતર ક્યાંય નહિ રહેવા દઉં. ઉપરાંત યુવતીના પિતાને પણ પીઆઈએ કહ્યું, હતું કે ડોહો સમજુ છું નહિતર તો તને પટ્ટાથી મારત.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!