યુઝર્સે આ બોલિવૂડ સેલેબ્સની કરી દીધી બોલતી બંધ, જેમાં કપૂર પરિવારથી લઇને આ સેલેબ્સનો થાય છે સમાવેશ

એક સમય હતો જ્યારે બૉલીવુડ સ્ટાર્સને ફક્ત દર્શકોનો પ્રેમ મળતો હતો. જ્યાં આ બોલિવુડના સ્ટાર્સ ઉભા રહી જતા હતા ત્યાં લોકોની ભીડ થઈ જતી હતી. પોતાના મનગમતા સ્ટાર વિશે બધું જ જાણવા માટે ફેન્સ આતુર રહેતા હતા. એમના મનગમતા સ્ટાર્સ શુ પહેરે છે, શુ ખાય છે, કોને મળે છે એ બધી વાતો જાણવાનું ફેન્સ પસંદ કરતાં હતાં. આજના સમયમાં પણ ફેન્સનો પોતાના મનગમતા સ્ટાર્સ માટેનો પ્રેમ ઓછો નથી થયો પણ સોશિયલ મીડિયાના કારણે હવે ફેન્સ સ્ટાર્સને ટ્રોલ કરવામાં પણ પાછળ નથી રહેતા

image source

નાનામાં નાની અને મોટામાં મોટી કોઈપણ વાત માટે સ્ટાર્સનું ટ્રોલ થવું એ સામાન્ય વાત થઈ ગઈ છે. હવે સ્ટાર્સ કઈ પણ કરે તો એમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ જાય છે. એ પછી જ્યાં અમુક યુઝર્સ એમના પર ખૂબ જ પ્રેમ વરસાવે છે તો અમુક એમને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગે છે. આ ટ્રોલિંગનો મોટામાં મોટા કલાકારો શિકાર થઈ ચૂક્યા છે. જો કે સ્ટાર્સ પણ ચૂપ નથી બેસતા અને ઘણીવાર જોરદાર જવાબ આપીને ફેન્સની બોલતી બંધ કરી દે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કયા કયા સ્ટાર્સને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું અને શું હતું એ પાછળનું કારણ..

આમિર અને કિરણ.

image source

હાલમાં જ આમિર અને કિરણ રાવે પોતાના 15 વર્ષના લગ્ન તોડવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી. કિરણ અને આમિરે જણાવ્યું કે એ ડિવોર્સ લઈ રહ્યા છે પણ પોતાના દીકરા આઝાદ અને પ્રોડક્શન હાઉસ માટે એ સાથે મળીને કામ કરતા રહેશે. આ ખબરે એકબાજુ જ્યાં ઘણા લોકોને દુઃખ પહોચાડ્યું તો બીજી બાજુ ઘણા લોકો આ બધા માટે ફાતિમા શના શેખને જવાબદાર ગણવા લાગ્યા. ફાતિમા પર એમના લગ્ન તોડવા જેવા આરોપ લગાવ્યા. તો અમૂકનું કહેવું હતું કે આ લોકોએ લગ્નનો મજાક બનાવી દીધો છે. એને લઈને આમિર ખાન અને કિરણ રાવને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા.

સોનમ કપૂર.

image source

સોનમ કપૂર ઘણીવાર પોતાની વાતોને લઈને ટ્રોલિંગનો શિકાર થઈ જાય છે. હાલમાં જ સોનમેં લંડનમાં પોતાની ગૃહસ્થીને લઈને કહ્યું કે હું અહીંયાની આઝાદીને પસંદ કરું છું. હું મારું જમવાનું જાતે બનાવું છું, મારો સામાન જાતે લાવું છું, ઘર સાફ કરું છું. હવે એમની આ ટિપ્પણી પછી લોકોએ સોનમની ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી હતી. એક વ્યક્તિએ એમનો મજાક ઉડાવતા કહ્યું હતું કે અહીંયા આઝાદી નથી, ભારતમાં તો કામવાળી અને જમવાનું બનાવવા વાળી જબરદસ્તી ઘરમાં ઘુસી જાય છે અને તમને કઈ કરવા નથી દેતા.

કપૂર પરિવાર.

image source

7 જુલાઈના રોજ દિગગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થઈ ગયું. એમના અંતિમ સંસ્કારમાં બોલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. તો 8 જુલાઈના રોજ નીતુ કપૂરનો જન્મદિવસ હતો. એમન જન્મદિવસની એક રાત પહેલા જશન મનાવવામાં આવ્યો જેમાં આખો કપૂર પરિવાર, જૈન પરિવાર અને આલિયા ભટ્ટ સામેલ થયા. દિલીપ સાહેબના નિધનના દિવસે જ સેલિબ્રેશન કરવાના કારણે કપૂર અને જૈન પરિવારને ફેન્સને ખરી ખોટી સંભળાવી.

મીરા રાજપૂત.

image source

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પોતાની ફેશન સેન્સને લઈને ટ્રોલિંગનો શિકાર થઈ જાય છે. હાલમાં જ મીરાને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં એમને પોલ્કા ડોટ વાળું સ્કર્ટ પહેર્યું હતું. એ પછી લોકોએ એમને જબરદસ્ત ટ્રોલ કર્યા કે જીમમાં સ્કર્ટ પહેરીને કોણ જાય છે. એટલું જ નહીં ઘણા લોકોએ એ પણ સવાલ ઉઠાવ્યો કે પેપરાજી મીરાન ફોટા કેમ પાડે છે, એ કોઈ સેલિબ્રિટી નથી.

શાહરુખ ખાન

image source

બોલિવુડના કિંગ ખાન દિલીપ કુમારના નિધનની ખબર સાંભળીને એમના મુંબઈના ઘરે પહોંચ્યા હતા. દિલીપ અને સાયરા શાહરુખ ખાનને દીકરો મને છે એવામાં દિલીપ સાહેબના નિધન પર એમના માનેલા દીકરા શાહરુખ સાયરાને સાંત્વના આપવા પહોંચ્યા. એ દરમિયાન એમના ફોટા જોઈ લોકો ભાવુક થઈ ગયા. જો કે એ દરમિયાન શાહરુખ ખાને ચશ્મા પહેરેલા હતા જેને લઈને લોકોએ શાહરુખ ખાનને ટ્રોલ કર્યા. લોકોનું કહેવું હતું કે એવા માહોલમાં પણ શાહરૂખે ચશ્મા પહેર્યા હતા અને માસ્ક વગર જ અંદર બેઠા હતા.

સૈફ અલી ખાન

image source

હાલમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ ભૂત પોલીસનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. આ પોસ્ટરમાં સૈફ બ્લેક જેકેટ સાથે થોડા અતરંગી લુકમાં દેખાયા. જો કે અમુક યુઝર્સને એમનો અંદાજ પસંદ ન આવ્યો. એવામાં એમને ટ્રોલ કરતા લોકોને એમને જ ભૂત કહી દીધા. તો અન્ય એક યુઝરે કહ્યું કે એ જોની ડેપનું સસ્તું વર્ઝન લાગી રહ્યા છે.

કિયારા આડવાણી.

image source

હાલમાં જ કિયારા આડવાણી પણ ટ્રોલિંગનો શિકાર થઈ ગઈ. કિયારા જ્યારે પોતાની ગાડીમાંથી ઉતરી રહી હતી તો એક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડે એમનો ગેટ ખોલ્યો અને સલામ કર્યું. એને લઈને લોકોએ કિયારાને જબરદસ્ત ટ્રોલ કરી દીધી. લોકોનું કહેવું હતું કે કિયારાને શરમ આવવી જોઈએ કે એ ગાડીમાંથી બહાર નીકળી રહી હતી અને એક વૃદ્ધ વ્યક્તિ એમના માટે ગેટ ખોલી રહ્યા હતા. તો અમૂકનું કહેવું હતું કે એ વ્યક્તિ ફક્ત પોતાનું કામ કરી રહ્યો હતો અને એમાં કિયારાની કોઈ ભૂલ નથી.