લક્ઝુરીયસ લાઈફસ્ટાઈલ પાછળ આંધળી દોટ મુકી પ્રિયંકા પહોંચી ગઈ જેલના સળીયા પાછળ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક બિઝનેસમેનને પ્રેમ જાળમાં ફસાવી અને પછી રેપ કર્યાના નામ બ્લેકમેલિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મુખ્ય આરોપી મિસીસ ઈંડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરી છે. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. મિસીસ ઈંડિયા રાજસ્થાન સ્પર્ધામાં વર્ષ 2019માં પ્રિયંકા વિનર રહી હતી. હવે હનીટ્રેપ મામલે પોલીસે તેના વિરુદ્દ તપાસ શરુ કરી છે.

2019માં પ્રિયંકા ચૌધરી મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બની.
image source

પ્રિયંકાની ધરપકડ બાદ થયેલી પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે કે પ્રિયંકાને મોજશોખ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવી હતી જેના કારણે તેણે વેપારી સાથે સંબંધ બનાવ્યા અને પછી તેને બ્લેકમેલ કરી પૈસા લુંટતી હતી.

સંબંધ બનાવ્યા બાદ તે વેપારીને મોટી જમીન તેના નામે કરવા દબાણ કરતી હતી અને વેપારી પર દબાણ વધારવા તેણે વેપારી વિરુદ્ધ થોડા સમય પહેલા મારપીટનો કેસ પણ નોંધાવ્યો હતો. પ્રિયંકા વિરુદ્ધ 420 અને 384 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પ્રિયંકા પાસેથી એ પેનડ્રાઈવ પણ જપ્ત કરી લીધી છે જેના આધારે તે વેપારીને બ્લેકમેલ કરતી હતી.

પ્રિયંકા ચૌધરીનો એક કાર્યક્રમમાં અવોર્ડ પ્રાપ્તિનો એક ફાઈલ ફોટો.
image source

જાણવા મળ્યાનુસાર આ પેનડ્રાઈવમાં પ્રિયંકા અને વેપારી વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ છે જેના આધારે તેણે લાખો રૂપિયા એઠ્યાં હોવાનું સાબિત થાય છે. અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ એ પણ થયું છે કે પ્રિયંકાના નામે કરોડોની સંપત્તિ છે. પ્રિયંકા મિસીસ રાજસ્થાન બન્યા પછી થોડા જ સમયમાં કરોડો રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત કરી ચુકી છે. તેની પાસે મોંઘી કાર, ફ્લેટ અને બેન્ક ખાતામાં કરોડો રૂપિયા છે. આ તમામ સંપત્તિ તેણે લોકોને હનીટ્રેપમાં ફસાવી એકત્ર કરી હોવાનું તારણ સામે આવ્યું છે. રાતોરાત કરોડપતિ બની જવાના સપના પાછળ આંધળી દોટ મુકી પૂર્વ મિસીસ રાજસ્થાન ઠગ બની ગઈ.

પ્રિયંકાની લાઈફ પર નજર કરીએ તો તે ટોંક જિલ્લાના પીપલુની રહેવાસી છે. તેના લગ્ન 2008માં થયા હતા. તેના પતિ રાજસ્થાન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. પ્રિયંકાએ તેનો અભ્યાસ સરકારી કોલેજમાં પુરો કર્યો છે. તેને સંતાનમાં બે દીકરીઓ છે. જ્યારે તે મિસીસ રાજસ્થાન બની હતી ત્યારે તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે મિસ બનીને તે જે કરી શકી નહીં તે મિસીસ બની કરવા ઈચ્છે છે. પરંતુ તેણે પોતાના શોખ પુરો કરવા જે રસ્તો પસંદ કર્યો તેના કારણે આજે તે જેલના સળીયા પાછળ પહોંચી ગઈ છે.

શ્યામનગર પોલીસ સ્ટેશનમાં પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરી.
image source

પ્રિયંકાએ વર્ષ 2019માં જયપુરમાં મિસીસ ઈંડિયા રાજસ્થાનમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પરંતુ પ્રિયંકાએ એડીચોટીનું જોર લગાવ્યું અને તે આ ખિતાબ જીતી ગઈ. જો કે તે ટાઈટલ જીતી ત્યાં સુધી તેના પરીવારને પણ આ વાતની ખબર ન હતી. આ ટાઈટલ જીત્યા બાદ રાતોરાત પ્રિયંકાની લાઈફ બદલી ગઈ.

જે વેપારીને પ્રિયંકાએ લુંટ્યો તેના સંપર્કમાં તે વર્ષ 2016થી હતી. આ વેપારી પણ ટોંકના રહેવાસી છે. તેના પતિ સાથે પણ તેણે વેપારીની ઓળખાણ કરાવી હતી અને એક ગામના હોવાનું જણાવી વેપારીના મકાનમાં રહેવા લાગી દોઢ વર્ષ પછી તેણે પોતાનો ફ્લેટ ખરીદ્યો.

image source

વેપારી સાથે સંપર્ક વધ્યા બાદ તેણે રૂપિયા માંગવાની શરુઆત કરી દીધી. ધીરેધીરે તેની ડીમાંડ વધવા લાગી. પરંતુ છેલ્લે તેણે વેપારી પર 400 ગજના પ્લોટને તેના નામે કરવાની જીદ પકડી અને સાથે જ શરુ કર્યું બ્લેકમેલિંગ. જેનાથી કંટાળી વેપારીએ પોલીસમાં હનીટ્રેપનો કેસ નોંધાવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!