11મી સદીમાં બનાવવામાં આવ્યું છે આ મહાદેવ મંદિર, જાણો આ મંદિર વિશે તમે પણ, જેનું શિવલિંગ છે કંઇક અલગ જ

મહારાષ્ટ્રમાં મુબંઈ પાસે આવેલા અંબરનાથ શહેરમાં અંબરનાથ મંદિર સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેને અંબરેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં મળેલા શિલાલેખ પ્રમાણે આ મંદિરનું નિર્માણ 1060 ઇ.સમાં રાજા માંબાણિએ કરાવ્યુ હતું. આ મંદિરમાં પાંડવકાલીન મંદિર પણ છે. મંદિર વિષે કેહવાય છે કે આ મંદિર જેવું આખા વિશ્વમાં કોઈ જ મંદિર નથી. અઁબરનાથ શિવ મંદિરની પાસે કેટલાએ એવા કૂદરતી ચમત્કાર છે, જેનાથી તેની માન્યતા વધી જાય છે. ચાલો જાણીએ આ મંદિર વિષેની ખાસ વાતો વિષે.

અહીંનું શિવલિંગ કંઈક આવું છે.

image source

અંબરનાથ શિવ મંદિર અદ્વિતિય સ્થાપત્ય કળા માટે પ્રસિદ્ધ છે. 11મી સદીમાં બનેલા આ મંદિરની બહાર બે નંદી બનાવવામાં આવ્યા છે. મંદિરના પ્રવેશ માટે ત્રણ મુખ્યમંડપ છે. અંદર પ્રવેશતા સભામંડપ પહોંચાય છે અને ત્યાર બાદ સભામંડપ બાદ 9 સીડીઓ નીચે ઉતરીને ગર્ભગૃહમાં જવાય છે. મંદિરનું મુખ્ય શિવલિંગ ત્રૈમસ્તિનું છે અને તેના ગોઠણ પર એક નારી છે, જે શિવ-પાર્વતીનું સ્વરૂપ દર્શાવે છે. શીર્ષ ભાગ પર શિવ નૃત્યુ મુદ્રામાં દેખાય છે.

ઘટાદાર વૃક્ષોના સાનિધ્યમાં આવેલું છે આ મંદિર

image source

મંદિરના ગર્ભગૃહ પાસે ગરમ પાણીનો એક કુંડ પણ આવેલો છે. તેની પાસે જ એક ગુફા પણ છે, જે કહેવાય છે કે તેનો રસ્તો પંચવટી સુધી જાય છે. યુનેસ્કોએ અંબરનાથ શિવ મંદિર સાંસ્કૃતિક વિરાસત ઘોષિત કર્યું છે. વલધાન નદીના તટ પર સ્થિત આ મંદિર આંબા તેમજ આંબલીના વૃક્ષોથી ઘેરાયેલું છે. અહીંની મૂર્તિઓ લોકોને ખૂબ આકર્ષે છે.

image source

મંદિરની વાસ્તુકલા જોતા જ લોકો તેનામાં લીન થઈ જાય છે, તેને જોવા માટે અહીં દેશ-વિદેશથી કેટલાએ લોકો આવે છે. મંદિરની બહાર દિવાલો પર ભગવાન શિવના અનેક રૂપ બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથ જ ગણેશ, કાર્તિકેય, ચંડિકા વિગેરે દેવી-દેવતાઓની મૂર્તિઓથી પણ દિવાલો સજાવેલી છે. સાથે સાથે દેવી દુર્ગાની અસૂરોનો નાશ કરતી કોતરણી પણ કોતરવામાં આવેલી છે.

દર વર્ષે યોજાય છે મેળો

image source

મંદિરની અંદર બહાર ઓછામાં ઓછી બ્રહ્મદેવની 8 મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. સાથે સાથે આ જગ્યાની આસપાસ કેટલીએ પ્રાચીન કાળની બ્રહ્મદેવની મૂર્તિઓ છે, જેનાથી ખ્યાલ આવે છે કે અહીં પહેલાં બ્રહ્મદેવની ઉપાસના થતી હતી. શિવરાત્રિ દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામા આવે છે. આ મેળો 3-4 દિવસ સુધી ચાલે છે અને તે સમયે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

એક જ રાતમાં બનાવવામાં આવ્યું હતું આ વિશાળ મંદિર

image source

કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો કેટલાક વર્ષો સુધી અંબરનાથમાં રહ્યા હતા, ત્યારે તેમણે વિશાળ પથ્થરોમાંથી એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યુ હતું. પછી કૌરવો દ્વારા એકધારો પીછો થવાના કારણે તેમણે આ જગ્યા છોડી દીધી હતી. અને તેના કારણે મંદિરનું કાર્ય પૂર્ણ નહોતું થઈ શક્યું. સદીઓથી મોસમની થાપટો ખાતું આ મંદિર આજે પણ અહીં અડિખમ ઉભું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ