ગુજરાતનું આ એકમાત્ર મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢે છે પાણીની બોટલો અને પાઉચ, જાણો ક્યાં આવેલુ છે

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે, આ મંદિર પોતાની અલગ અલગ માન્યતા અને ખાસિયતોના કારણે વખણાય છે. સામાન્ય રીતે કોઈપણ મંદિરે ભગવાનને પ્રસાદમાં કે માનતા પુરી થયા બાદ મીઠાઈ, પેંડા, લાડુ જેવી વસ્તુઓ ચઢે છે. પરંતુ ગુજરાતમાં જ એક એવું મંદિર આવેલું છે જ્યાં માનતા પુરી થયા બાદ ભક્તો પાણીની બોટલો અને પાઉચ ચઢાવે છે.

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિર આવેલું છે મહેસાણા અને પાટણ એમ બે જિલ્લાની બોર્ડર પર. આ બંને જિલ્લા જ્યાં એક થાય છે તે જગ્યાએ રોડની નજીક એક નાનકડી ડેરી આવેલી છે. આ હાઈવે પરથી પસાર થતા લોકોને આ ડેરી પાસે પાણીના પાઉચ અને બોટલોનો ઢગલો થયેલો હંમેશા જોવા મળે છે. કારણ કે અહીં લોકો આ વસ્તુઓ ભેટ તરીકે ચઢાવે છે. રાજ્યમાં આવેલું આ એક માત્ર મંદિર છે જ્યાં પાણી ચઢાવવાથી લોકોની માનતાઓ પુરી થાય છે. ત્યારે પ્રશ્ન પણ ચોક્કસથી થાય કે આખરે આવું શા માટે કરવામાં આવે છે અને અહીંયા કયુ દેવસ્થાન આવેલું છે.

image source

તો વાત એવી છે કે આજથી આઠ વર્ષ પહેલા આ હાઈવે પર આવેલા ફાર્મ હાઉસ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોમાં સવાર 8 લોકોમાંથી 6ના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા. આ 6 લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે આ બાળકો સતત પાણી પાણીની બૂમો પાડી રહ્યા હતા. આ રીતે બૂમો પાડતા પાડતા અને પાણી પીધા વિના આ બાળકોએ આ જગ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારથી જ આ પ્રથા શરુ થઈ અને અહીં લોકો પાણી ચઢાવવાની માનતા રાખવા લાગ્યા.

image source

આ અકસ્માત નજરે જોનારના કહ્યા અનુસાર 21 મે 2013ના રોજ સવારે 9 વાગ્યા આસપાસ અહીં એક રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ જગ્યાએથી એક ફાર્મ હાઉસ નજીક છે તેથી ત્યાંના ચોકીદાર ત્યાં પહોંચ્યા હતા. રિક્ષામાં સવાર થઈ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ચોકીદારે બધાને વાહનમાંથી બહાર કાઢ્યા. તેમાં 2 દસ વર્ષના બાળકો હતા જે અકસ્માત થયો ત્યારબાદ સતત પાણી પાણી કરતા હતા અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા. ત્યારથી સ્થાનિક લોકો બાળકોને દેવ ગણી પૂજા અર્ચના કરે છે અને જ્યાં તેમનો જીવ ગયો તે જગ્યાએ એક નાનકડી ડેરી બનાવી. હવે અહીં લોકો પાણી ચઢાવવાની માનતા રાખે છે.

image source

સ્થાનિકોની માનવું છે કે અહીં પાણી ચઢાવવાની માનતા રાખવાથી તેમના ધાર્યા કામ પુરા થાય છે. ઘણા લોકોએ તો રોગથી મુક્તિ માટે અહીં માનતા રાખી હતી જે પુરી થતા તેઓ પણ દૂર દૂરથી અહીં પાણી ચઢાવવા આવે છે. એટલું જ નહીં આ જગ્યાની આસપાસના ગામોમાં બોરના પાણી પહેલા ખારા નીકળતા હતા પરંતુ આ મંદિરની બાધા રાખ્યા બાદ બોરના પાણી મીઠા નીકળે છે. જે બોરમાંથી મીઠું પાણી નીકળે તે પણ અહીં સૌથી પહેલા પાણી ચઢાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!