Site icon News Gujarat

એક વાર ‘સોનપરી’ કેરીનો સ્વાદ ચાખશો તો કેસરને પણ ભૂલી જશો, જાણો એવું તો શું છે આ કેરીમાં ખાસ

નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટી દેશ અને વિદેશ લેવલનાં કૃષિ સંશોધનો કરીને ખેડૂતો માટે આશીર્વાદરૂપ કામ કરી રહી છે. આ યુનિવર્સિટી કોઈપણ એગ્રિકલ્ચર પ્રોડક્ટ પર સંશોધન કરીને એની આધુનિક જાત વિકસાવા તેમજ એનું માર્કેટ કઈ રીતે કરાય એનું પણ માર્ગદર્શન આપે છે.

image source

હાલ કેરીની સીઝનમાં કેસર કેરી પણ જેની સામે ફીકી લાગે એવી સોનપરીને કેરીની જાત વિકસાવાથી માર્કેટમાં હાલ એની ડિમાન્ડ વધી છે. લગભગ 20 વર્ષ પહેલાં વલસાડના પર્યા ફાર્મ ખાતે પ્રાથમિક રીતે સંશોધિત થયેલી એક કેરીની જાત જે ભારે વરસાદ પવન અને તોફાન સામે પણ ટક્કર ઝીલીને અડીખમ રહીને ખેડૂતોને ફાયદો અપાવે છે અને બગડતી નથી.

image source

સામાન્ય રીતે કોઈપણ પણ ફળમાં જો સડો લાગે તો ફળ માખી ઉત્પન્ન થાય છે, પણ આ પાકમાં ફળ માખી જોવા મળતી નથી. નવાઈની વાત તો એ છે કે ખેડૂતો પાસે પહેલી વખત જ્યારે આ કેરી આવેલી તો તેમણે કેરીનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોઈ શકે એમ કહી એને નકારી કાઢી હતી, પણ જ્યારે એને પાકતી જોઈ ત્યારે એનો કલર સોના જેવો આવ્યો હતો. અને જ્યારે આ કેરીને ચાખવામાં આવી તો એની અદભુત મીઠાશ ચાખીને તો કેરીની ડિમાન્ડ એકાએક વધવા પામી છે.

image source

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો કેસર કેરીની ખેતી કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એનું માર્કેટ ઊંચું છે અને બજારમાં એના સારા ભાવો પણ મળે છે, સાથે જ એની ડિમાન્ડ હંમેશા હાઈ હોય છે, પણ હાલમાં વિકસિત થયેલી સોનપરી કેરી જો કેસર કેરીની બાજુમાં મૂકવામાં આવે અને એને ચાખવામાં આવે તો કેસરને પણ ફીકી પાડી દે એવી મીઠાશ આ કેરીમાં છે.

આ વર્ષે આવેલા તાઉતે વાવાઝોડામાં મોટા ભાગના ખેડૂતોને કેરીના પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો, પણ સોનપરીની વિશેષતા છે કે એ કોઈપણ વિષમ પરિસ્થિતિમાં પણ બગડ્યા વગર ખરી પડતી નથી. જેથી ખેડૂતોને આ પાક લેવામાં ઘણા બધા ફાયદા દેખાયા છે, એટલુ જ નહીં આ કેરી પાકી ગયા બાદ પણ અનેક દિવસો સુધી બગડતી નથી.

image source

કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટિસ્ટ ડો.સી.કે. ટીંબડિયાના જણાવ્યા અનુસાર, આ કેરીના જો નામકરણની વાત કરીએ તો આ કેરી પાકી ગયા પછી સોના જેવો રંગ ધારણ કરે છે, તો સાથે જ વલસાડ પાસેના પર્યા ફાર્મમાં એની શોધ થઈ હોઈ વૈજ્ઞાનિકોએ સોના અને પર્યા બે અક્ષરો મેળવીને આ કેરીને સોનપરી નામ આપ્યું હતું.

image source

હાલમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં સોનપરી કેરી અંગેનું સંશોધન ચાલુ જ છે. હાલ બજારમાં આ કેરીની ડિમાન્ડ ખૂબ વધુ છે. લોકો એને ખરીદવા માટે દૂર દૂરથી નવસારી આવે છે અને એડવાન્સમાં ઓર્ડર આપીને કોઈપણ સંજોગોમાં કેરી લેવાની ઈચ્છા ધરાવે છે. દેશી કેરી જેવો જ આકાર ધરાવતી આ કેરી એના વિશે ગુણધર્મને કારણે ખાસ વખણાય રહી છે.

image source

જલાલપોર તાલુકાના બોદાલી ગામે રહેતાં પ્રગતિશીલ મહિલા ખેડૂત ધર્મિષ્ઠા પટેલના જણાવ્યા અનુસાર, વર્ષ 2013માં વાવેલ સોનપરીની જાત આજે અમને સારો એવો ફાયદો અપાવી રહી છે. ધર્મિષ્ઠાબહેને આ વર્ષે 100 કિલો જેટલી સોનપરી કેરીની આવક થઇ હતી, જેમાં તેમને પોતાના ખેતરે રહીને જ એનું વેચાણ કર્યું હતું. એનું માર્કેટિંગ કરવાની પણ જરૂર પડી નથી, એ પહેલાં જ લોકોએ સોનપરીની ખબર પડતાં ખેતરે આવીને એની ખરીદી કરી હતી.

આશરે 3000થી લઈને 3500 રૂપિયા મણના ભાવે વેચાતી આ કેરી કેસર કેરી કરતા ડબલ ભાવ ધરાવે છે એટલું જ નહીં આ કેરી લોકોને એટલી પસંદ પડી રહી છે કે લોકોએ આવતા વર્ષનો ઓર્ડર પણ નોંધાવી દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version