ડીઝલના મારથી કંટાળેલા ગુજરાતના આ ખેડૂતે એવું જોરદાર કામ કર્યુ કે…લોકો ભરપેટે કરી રહ્યા છે વખાણ

ગયા વર્ષે જ્યારે કોરોના મહામારી શરૂ થઇ હતી, ત્યારે ક્રૂડ તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઓઇલ કંપનીઓએ સતત 82 દિવસ સુધી રિટેલ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે 2020ના પહેલા 6 મહિનામાં ગ્રાહકોને સસ્તા ક્રૂડ તેલનો લાભ મળ્યો ન હતો, જ્યારે બીજા 6 મહિનામાં સરકારે ટેક્સનું ભારણ વધાર્યું. દેશભરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ (Petrol Diesel Rates) નવા રેકોર્ડ
સ્તરે પહોંચી રહ્યા છે. મંગળવારે રાજધાની દિલ્હી (Delhi)માં ડીઝલની કિંમત 79.70 રૂપિયા અને પેટ્રોલની કિંમત (Petrol Price Today) 89.29 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. જોકે, આજે ભોપાલમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. ભોપાલમાં આજે એક્સપી પેટ્રોલ 100.18 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

image source

સરકારનું કહેવું છે કે, ઑક્ટોબર 2020થી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત લગભગ 50 ટકા વધી બેરલ દીઠ 63.3 ડોલર પર પહોંચી ગઈ છે. જેના કારણે ઓઇલ રિટેલિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ (Diesel Price Today)માં વધારો કરવો પડશે. નોંધનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીની તુલનામાં આ વર્ષે ડીઝલ-પેટ્રોલની કિંમત વધારે છે. જોકે, ગયા વર્ષે જાન્યુઆરી કરતા ક્રૂડ ઓઇલના ભાવ હજી ઓછા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવતા ખેડૂતો ટ્રેકટર-રોટાવેટર મશીનો બંધ કરીને બળદ ગાડાંથી ખેતી શરૂ કરી રહ્યા છે. દેશભરમાં તમામ ચીજ વસ્તુના ભાવ વધારાએ માજા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો અકલ્પનિય થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા ખેડૂતોએ આધુનિક ખેતી બંધ કરીને પરંપરાગત ખેતી તરફ વળી રહ્યા છે. ટ્રેકટર-રોટાવેટર મશીનો બંધ કરીને બળદ ગાડાંથી ખેતી શરૂ કરી છે. અને ખેતી માટે ડીઝલમાં સબસીડીની માગ કરી રહ્યા છે.

image source

ખેડૂતોની હાલત પહેલાથી જ ખરાબ છે. બીજ દવા ખાતરના ભાવ વધારા બાદ ડીઝલમાં ભાવ વધતા મુશ્કેલીમાં મુકાયા છે. અને ઘણા ખેડૂતો ડીઝલનો ભાવ વધતા મુશ્કેલીમાં આવી ગયા છે. ખેતીમાં વપરાતી તમામ વસ્તુઓમાં જે ભાવ વધારો આવ્યો છે.

image source

તેને લઇને ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે સામે પક્ષે તૈયાર ખેત જણસીના ભાવમાં કોઈ વધારો થયો નથી. પરંતુ તેમાં ઘટાડો આવ્યો છે. સાથે ગત વર્ષથી તો ખેડૂતો કુદરતી આપદા, લોકડાઉન પૂર જેવી સ્થિતિને લઈને ખેત પાકમાં ખાસ કંઈ મળેલ નથી. ત્યારે ડીઝલમાં ભાવવધારો થતા ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે.

image source

ખેતીમાં વાપરવામાં આવતા ટ્રેકટર રોટાવેટર જેવા મશીનો હવે ખેતરમાં ચલાવવા મોંઘા પડી રહ્યા છે. જેને લઈને ખેડૂતો ફરી પાછા 18મી સદી તરફ વળતા જોવા મળ્યા છે. ખેડૂતો ટ્રેકટર રોટાવેટર જેવી મશીનરી પડતી મૂકીને બળદ ગાડાં તરફ વળ્યાં છે. અને ખેતરમાં ફરી બળદોને જોતરીને ખેતી શરૂ કરી છે. તમામ જગ્યાએ થયેલા ભાવ વધારાના પગલે એક કુટુંબને ખેતીમાં કામ કરતા હોય ત્યારે પૂરતું વળતર પણ મળતું નથી. એક દિવસની રોજગારી પણ મળતી નથી. જે એક દયનિય હાલત સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *