આને પતિ નહીં રાક્ષસ કહેવાય, પત્નીએ ખાલી આટલી વાત માટે ના પાડી તો 2 કલાક સુધી છાતી-હાથ-પગ પર ડામ દીધા

હાલમાં એક એવા કિસ્સા વિશે વાત કરવામાં આવી રહી છે કે જે સાંભળીને તમારી આંતરડી કકળી ઉઠશે, કારણ કે ઘરમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડા તો બોવ સાંભળ્યા હશે, પણ આવો ઝઘડો અને આ હદે એક પતિની બરબરતા વિશે જાણીને તમને ધ્રાસકો લાગશે. આ વાત છે મધ્યપ્રદેશના ગુના જિલ્લામની કે જ્યાં એક નફ્ફટ પતિ દ્વારા પત્ની સાથે કરવામાં આવેલી વિકૃતિનો વીડિયો પણ સામે આવ્યો છે અને હવે તેના આ કૃત્ય બદલ તે વ્યક્તિની ટીકા પણ કરવામાં આવી રહી છે. વાત માત્ર એટલી જ હતી કે એ વ્યક્તિ વિરુદ્ધ કલમ 376 અંતર્ગત ખોટી ફરિયાદ લખાવવાની ના પાડવાથી પતિએ પત્નીને 2 કલાક સુધી ગરમ લોખંડના સળિયાથી પત્નીને ડામ આપ્યા હતા. આ અંગે વાત કરતાં એસપી રાજીવ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ શર્મનાક ઘટના 30 માર્ચની છે. તેના બે દિવસ પછી મહિલા સિરસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે.

image source

આગળ વાત કરતાં એસપી જણાવે છે કે મહિલાના રિપોર્ટ પર એ સમયનાં તથ્યોના આધાર પર ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. એક-બે દિવસમાં એક્સપર્ટ ડોક્ટર્સનો રિપોર્ટ મળી જશે ત્યારે બધી જ માહિતી સામે આવી જશે અને એના જ આધાર પર જરૂર હશે તો કલમ પણ વધારવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

image source

30 માર્ચે સિરસી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મહિલાને તેના પતિ દ્વારા અન્ય વ્યક્તિ પર કલમ 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરાવવાનું દબાણ કરવામાં આવતું હતું. જ્યારે મહિલાએ આવી ફરિયાદ નોંધાવવાની ના પાડી તો પતિએ મહિલાના પેટ પર પગ રાખીને તેને ચૂલા પાસે લાવી ત્યાં જ સળિયો ગરમ કરીને તેના હાથ-પગ અને છાતી પર બે કલાક સુધી ડામ આપ્યા હોવાની માહિતી સામે આવી છે અને જેના કારણે હાહાકાર મચી ગયો હતો.

image source

આ ઘટના એટલી ખતરનાક છે કે મહિલા માંડ માંડ મહામુશ્કેલીએ તેનો જીવ બચાવીને જીજાના ત્યાં પહોંચી હતી. ત્યાર પછી ત્યાં જ તેની માતા અને ભાઈને બોલાવી લીધાં. પછી બે દિવસ શાંતિ રાખી અને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. જો આ કેસમાં મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બંને વ્યક્તિઓનો ઘણા સમયથી અંગત ઝઘડો ચાલતો હતો. પણ એક ઘર કંકાસમાં અને એક વાત ન માનવાના કારણે આટલી મોટી મુસીબત આવશે એ કોઈને ધાર્યું નહોતું.

image source

જો ઘટના બની એના થોડા સમય પહેલાંની વાત કરવામાં આવે તો મહિલાના પતિ ખલીલે સુનીલ શિકારીની મોટરસાઈકલને ટક્કર મારી હતી અને બન્ને વચ્ચે બબાલ થઈ ગઈ હતી. તેની ફરિયાદ સુનીલે પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. તેના કારણે ખલીલ ખૂબ પેરશાન હતો. 8 મહિના પહેલાં પણ બંને વચ્ચે મારઝૂડ થઈ હતી. ત્યાર પછી ગામના લોકોએ સમજૂતી કરાવી હતી. આ જ કારણથી પતિ તેની પત્નીને તે વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ મામલો બગડ્યો અને પતિએ તમામ હદ વટાવી હતી. ત્યારે હાલમા આ ઘટનાને વખોડવામાં આવી રહી છે અને લોકો દ્વારા થૂકવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *