બનાવી લો રાશન કાર્ડ, દિવાળી સુધી ફ્રીમાં મળશે અનાજ, જાણો ઓછું અનાજ મળવા પર કેવી રીતે કરશો ફરિયાદ

પીએમ મોદીએ થોડા દિવસ પહેલા દેશને સંબોધન કર્યું હતુ અને ગરીબોને લઈને મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં દેશના ગરીબોને મોટો લાભ મળ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હવે દિવાળી સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે હવે રાશન કાર્ડ ધારકો નવેમ્બર સુધી રાશન કાર્ડ પર મળનારા રાશનના કોટાને વધારે 5 કિલો ફ્રીનું અનાજ મેળવવાના હકદાર રહેશે.

દુકાનદાર ન આપે રાશન કે ઓછું રાશન આપે તો આ રીતે કરો ફરિયાદ

image source

જો કોઈ દુકાનદાર ઓછું રાશન આપે છે કે પછી રાશન આપવાની ના પાડે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટસ પર દરેક રાજ્યો માટે અલગ અલગ ટોલ ફ્રી નંબર ગ્રાહકો માટે આપવામાં આવ્યા છે. જો તમે ઈચ્છો તો તેની વેબસાઈટ પર જઈને પણ કે પછી ફોનની મદદથી પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. અહીં મેલ અને ફોન નંબર નોંધવાનો રહેશે. જો કે અલગ અલગ રાજ્યોના ટોલ ફ્રી નંબર તમને દેખાઈ જશે. દરકે રાજ્યોમાં રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ અલગ અલગ છે. તે અનુસાર તમે તમારું રાશન કાર્ડ બનાવડાવી શકો છો.

હેલ્પ લાઈન નંબર શા માટે

image source

સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા માટે પ્રતિબધ્ધ છે. ખાધ્ય વિતરણ નક્કી કરવા માટે ફરિયાદ હેલ્પ લાઈન નંબર કાર્ડ ધારકને આપવામાં આવે છે. જેથી સબ્સિડી વાળા રાશનને ગરીબો સુધી કોઈ પણ બાધા વિના પહોંચાડી શકાય. કેન્દ્ર સરકાર ગરીબ લોકો માટે અનાજની જમાખોરીમાં સામેલ રાશન ડીલરોને પ્રભાવી રીતે કામ કરી રહી છે. કોઈ રાશન કાર્ડ ધારક પોતાના અનાજનો કોટા મેળવી શકતા નથી તો તે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર કોલ કરીને સમસ્યા નોંધાવી સમાધાન મેળવી શકે છે.

2 રીતે બને છે રાશન કાર્ડ

image source

આપને જણાવી દઈએ કે રાશન કાર્ડ 2 રીતે બને છે. એક બીપીએલ અને બીજું એપીએલ, તમારે કાર્ડ બનાવતી સમયે તેની પસંદગી કરવાની રહે છે. રાશન કાર્ડ બનાવવા માટે દરેક રાજ્યની પોતાની વેબસાઈટ છે. તમારે બસ એટલું કરવાનું છે કે તમારા રાજ્યની વેબસાઈટ પર અરજી કરવાની છે. જેમકે કોઈ વ્યક્તિ ઝારખંડનો નિવાસી છે તો તેણે તે રાજ્યની સાઈટ પર જઈને પોતાનું કાર્ડ બનાવવાનું રહે છે.

અરજી કરવાની રીત

image source

જો તમે પણ નવું રાશન કાર્ડ બનાવવા ઈચ્છો છો તો આ માટે તમે તમારા રાજ્યની વેબસાઈટ પર જાઓ. અહીં તમને ઓનલાઈન એપ્લાય રાશન કાર્ડનું ઓપ્શન દેખાશે. તેની પર માંગવામાં આવેલી માહિતી ભરો. તમને આઈડી પ્રૂફેના રૂપમાં વોટર આઈડી કાર્ડ કે આધાર કાર્ડની જરૂર પડી શકે છે. અરજીમાં માંગવામાં આવેલી ડિટેલ ભર્યા બાદ તેને સબમિટ કરો. વેરિફિકેશન બાદ એક મહિનામાં તમે રાશન કાર્ડ મેળવી શકશો અને તમે સસ્તા દર પર સરકારી અનાજની દુકાનેથી રાશન લઈ શકશો.