ચાલતી ટ્રેન નીચે આવી ગયા એક દાદા, પોલીસકર્મીએ એક સેકન્ડ પણ મોડું કર્યા વગર બચાવી લીધો જીવ, વીડિયો વાયરલ

સામાન્ય રીતે પોલીસ અવારનવાર ગુના અને કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચામાં રહે છે. ત્યારે હવે એક પોલીસનું કામ ચારેકોર વખાણી રહ્યા છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક પોલીસ ફરતી ટ્રેનની નીચે આવેલા એક વૃદ્ધ વ્યક્તિની જિંદગી બચાવતો નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકો હવે પોલીસકર્મીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી તમે પણ પોલીસકર્મી વિશે એવું જ વિચારશો કે આને એકાદ એવોર્ડ તો મળવો જ જોઈએ.

चलती ट्रेन के नीचे आ गया बुजुर्ग, तो पुलिसवाले ने ऐसे बचाई जान, पीयूष गोयल बोले- ‘सुरक्षाकर्मियों पर हमें गर्व है’ - देखें Video
image source

વીડિયો શેર કરતા પિયુષ ગોયલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘રાજસ્થાનના સવાઈ માધોપુર સ્ટેશન પર એક વૃદ્ધ મુસાફરને ફરજ પરના સુરક્ષાકર્મીઓએ ઝડપી કાર્યવાહી કરીને ટ્રેનની ચપેટમાં આવતા બચાવી લીધો હતો. અમને અમારા સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ તેમની જવાબદારીઓ સંપૂર્ણ સેવાથી નિભાવતા આવ્યા છે.

image source

આ વીડિયો સોશિયલ મીડિયા પર 37 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો પોલીસકર્મીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેના માટે ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું, “આરપીએફ પોલીસે બતાવેલ વાતને મનની સૌથી સારી ઉપસ્થિતિ કહી શકાય” બીજા યુઝરે લખ્યું કે, “આને એવોર્ડ મળવો જોઈએ.

આ પહેલાં પણ એક સરસ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે શામલી જિલ્લામાં તૈનાત એક પોલીસ જવાને એવું પરાક્રમ કર્યું છે કે બધે જ તેની પ્રશંસા થઈ રહી છે. તે બહાદુર પોલીસ કર્મચારીએ નદીમાં ડૂબી રહેલી વ્યકિતને તેના જીવના જોખમે બચાવી એક નવી જિંદગી આપી. યુપીના શામલીમાં એક વ્યક્તિ નદીમાં ડૂબી ગયો હતો. તે પાણી સાથે વહેતો હતો. ત્યારે જ, ત્યાંથી પસાર થતા શામલી પોલીસના કોન્સ્ટેબલ મોહિત કુમારને કોઈએ પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિ અંગે જાણ કરી. કોન્સ્ટેબલ મોહિત કુમાર ઘટના સ્થળે પહોંચી ગયો અને નદીમાં રહેલા વ્યક્તિને જોતાની સાથે જ તેને બચાવવા તે પાણીમાં કૂદી ગયો. પાણીમાં તણાઈ રહેલા યુવકને પોલીસ કોન્સ્ટેબલે મોહિતે પોતાના જીવના જોખમે બચાવી લીધો. આ કામગીરી માટે શામલી પોલીસ જવાનની પ્રશંસા થઈ રહી છે. પોલીસકર્મી મોહિતે હિંમત બતાવી અને છેલ્લી ક્ષણે તે વ્યક્તિને બચાવી લીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!