Site icon News Gujarat

અમદાવાદમાં વધુ એક સુસાઈડની ઘટના, યુવતીએ સુસાઇડ નોટમાં i Love you Nikhil લખીને ગળેફાંસો ખાધો

આજકાલ યુવાનો કોઈ આઘાત લાગવાથી તરત જ જીંદગી હારી જતાં હોય તેવાં કિસ્સાઓ સામે આવતાં રહેતાં હોય છે. ક્યારેક મુશ્કેલીથી ભાગીને તો ક્યારેક દીલ તુટવા જેવી વાતોથી આજની પેઢી જીવન ટુંકાવી નાંખતા પહેલાં સહેજ પણ વિચારતી નથી અને અવળા પગલાં ભરી બેસે છે. રોજ સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોના સુસાઇડ કરવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલમાં જ મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

image source

મળતી માહિતી મુજબ આ યુવતીનું નામ પલ્લવી જાણવાં મળી રહ્યું છે. તે એસએલયુ કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર 18 કહેવામાં આવી રહી છે. પલ્લવી પંડ્યાએ મંગળવારે સરકારી મહિલા હોસ્ટેલમાં ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.

image source

આ નોટમાં તેણે મોટા અક્ષરે લોહોથી “I LOVE YOU NIKHIL” લખેલું જોવા મળ્યું હતું. આ નોટનાં સામે આવ્યાં બાદ હવે શંકા સેવાઈ રહી છે કે પ્રેમ ભંગાણના કારણે યુવતીએ મોતને વહાલું કર્યું છે. જાણવા મળ્યું છે કે ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાના કારણે યુવતી પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરી રહી હતી. હાલમાં ચાર દિવસ પહેલા જ તે અમદાવાદ હોસ્ટેલમાં આવી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના મહિલા સિક્યોરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી આવી હતી જે પછી તેમણે હોસ્ટેલના અન્ય લોકોને જાણ કરી હતી.

image source

પોલીસ આ પછી ઘટનાં સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા હોસ્ટેલમાંથી આપઘાતને લઈ સુસાઇડ નોટ મળી આવી હતી જે પોલીસે કબ્જે કરી હતી. મળતી માહિતી મુજબ આ યુવતીએ આપઘાત પહેલા જે સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં યુવતીએ લખેલાં છેલ્લાં શબ્દો હતાં કે “ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાંય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘરે રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું હવે તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહીશ એટલે પ્લીઝ કંઈ બખેડો ના કરતા…પ્લીઝ શાંતિથી મરવા દેજો…પ્લીઝ પ્લીઝ…

સુસાઇડ નોટમાં પરિવાર માટે તેણે લખ્યું હતું કે આખો પરિવાર તમારું ધ્યાન રાખજો અને હજુ ફરીવાર કહું છું, કોઈને કંઈ દોષ ના દેતા પ્લીઝ… હું મારી મરજીથી મરું છું અને મારે મા મેલડીને એટલું જ કહેવું છે કે મા પ્રેમ કરવો ગુનો છે? કેમ કોઈના મા-બાપ કે ફેમિલીવાળા દીકરીને સમજતાં નથી. દીકરીની જાતે શું ગુનો કર્યો છે?

image source

તેણે આગળ લખ્યું હતું કે બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી અને એક મારો ભાઈ મને ગમે છે.” “બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ આ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી-પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહું, જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન.

આગળ તેણે પોતાની છેલ્લી ઇચ્છાઓની વાત કરતાં લખ્યું હતું કે હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલાં મરી જાય…સાચી વાત છે હું બહુ વ્હાલી હતી, નહીં!? ઓકે ચલ બાય અને પ્લીઝ કંઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફનવિધિ કરી દેજો…અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે તમને ના કહેવા માટે હવે હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.” પલ્લવી એ લખેલું આ ચોકાવનારું લખાણ જોઈને બધાં ઘણાં દુઃખી થાય હતાં. પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

image source

પોલીસ દ્વારા આ મુદ્દે માનવામાં આવી રહ્યું છે કે આ મોતનું કારણ યુવતીની પ્રેમ સબંધ હોય શકે છે. આ કિસ્સામાં થયેલી તપાસ મુજબ જાણવાં મળ્યું હતું કે પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો. હવે પોલીસે સુસાઇડ નોટને જોતા કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરવામા આવી રહી છે કે ખરેખર શું કારણ રહ્યું કે જેનાથી આ યુવતી આવું પગલું ભરવું પડ્યું.

Exit mobile version