Site icon News Gujarat

‘ઇન્ડિયન આઇડલ 12’ની સ્પર્ધક સાયલી કામ્બલેના પિતાને સો..સો..સલામ, જે કોરોના દર્દીઓ માટે 12-14 કલાક નોન-સ્ટોપ ચલાવે છે એમ્બ્યુલન્સ

સોની ટીવી પર આવતા ઈન્ડિયન આઈડલ શોની 12મી સીઝન પણ લોકપ્રિય થઈ ચુકી છે. આ શોમાં આ વખતે જે સ્પર્ધકો આવ્યા છે તે પણ ખૂ ઓછા સમયમાં પ્રખ્યાત થઈ ચુક્યા છે. જો કે શોના ગત સપ્તાહના એપિસોડ બાદથી શોની સ્પર્ધક સાયલી કામ્બલેના પિતા ચર્ચામાં આવી ગયા છે અને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.

image source

સાયલી કામ્બલેના પિતા એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરે છે. હાલ જ્યારે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે તે શો છોડી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. અગાઉ કિશોર કામ્બલે તેની દીકરીના દરેક પર્ફોમન્સ વખતે હાજર રહેતા હતા. પરંતુ હવે તે દિવસ દરમિયાન સતત 12થી 14 કલાક સુધી એમ્બ્યુલન્સ ચલાવતા રહે છે.

image source

છેલ્લાં થોડાં મહિનાથી મુંબઈમાં કોરોનાની સ્થિતિ ખરાબ થઈ છે. ત્યારે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને મુકવા માટે રસ્તા પર સતત એમ્બ્યુલન્સ દોડતી રહે છે. તેવામાં કિશોર કામ્બલે પણ દીકરીનો શો છોડી અને દર્દીની સેવામાં લાગી ગયા છે. કિશોર કામ્બલે આવી સ્થિતિમાં બહાર જાય છે તો તેના પરિવારને પણ ચિંતા થાય છે પરંતુ કિશોર કામ્બલે કહે છે કે તેને આ વાતનો ગર્વ છે કે તે આ રીતે દેશની સેવા કરી રહ્યા છે.

image source

કિશોર કામ્બલે છેલ્લા 20 વર્ષથી મુંબઈની એક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેમને આ કામ કરવાથી ઘણો સંતોષ મળે છે. જો કે હાલના સમયમાં તેઓ પણ જણાવે છે કે બહાર માહોલ ડરામણો છે. દર્દી સાથે સતત રહેવાથી ડર તો લાગે છે પરંતુ તે તેની ફરજ છોડી ન શકે. હાલ સતત કોરોનાના દર્દીઓ વચ્ચે રહેવાનું થતું હોવાથી તે તેની દીકરી અને પત્ની સાથે રહેતા પણ નથી. કિશોર કામ્બલેએ છેલ્લા 30 દિવસથી એક પણ રજા લીધી નથી.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દિવસ દરમિયાન અનેક મૃતદેહોને સ્મશાન લઈ જવાની થાય ત્યારે ખૂબ જ દુખ થાય છે. કારણ કે દર્દી સાથે કોઈ સ્વજન પણ જઈ શકતા નથી. શરુઆતમાં આ સ્થિતિ જોઈ તે પણ વ્યથિત થઈ જતા હતા પરંતુ હવે તેમણે પોતાની જાતને સંભાળી લીધી છે. કિશોર કામ્બલેએ નક્કી પણ કરી લીધું છે કે સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી તે પોતાની ફરજ નિભાવતા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version