કેન્દ્ર સરકારની આ યોજનામાં દર મહિને મળે છે 5000 રૂપિયા, જાણી લો લાભ લેવા માટે શું કરશો

અટલ પેંશન યોજનામાં આપને ૧ હજારથી લઈને ૫ હજાર રૂપિયા પ્રતિ માસ પેંશન મળવાની ગેરંટી આપવામાં આવે છે. અટલ પેંશન યોજનામાં ૪૦ વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિ રોકાણ કરી શકે છે. અટલ પેંશન યોજનાનો ઉદ્દેશ છે કે, તમામ તબક્કાના વ્યકિતઓને પેંશન યોજના હેઠળ લાવવાનો છે. તેમ છતાં પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA)એ સરકારની મદદથી અટલ પેંશન યોજના અંતર્ગત વધુમાં વધુ ઉમર વધારવાની ભલામણ કરવામાં આવી છે.

image source

આપ જેટલી જલ્દી અટલ પેંશન યોજનામાં જોડાશો એટલા જ જલ્દી આપ લાભ મેળવી શકશો.

જો આપ ૧૮ વર્ષની ઉમરથી જ અટલ પેંશન યોજનામાં રોકાણ કરવાનું શરુ કરો છો, તો આપને ૬૦ વર્ષની ઉમર પછી પ્રતિ માસ ૫ હજાર રૂપિયા માસિક પેંશન તરીકે મેળવવા માટે આપે પ્રતિ માસ ૨૧૦ રૂપિયા જમા કરાવવાના રહેશે.

image source

અટલ પેંશન યોજનામાં જેટલા જલ્દી રોકાણ કરવાનું શરુ કરશો એટલું જ ઓછા રોકાણે લાભ મેળવી શકશો. કેન્દ્ર સરકારની અટલ પેંશન યોજનામાં અપ જેટલી નાની ઉમરે રોકાણ કરવાનું શરુ કરશો એટલા જ ઓછા પ્રીમિયમે વધારે ફાયદા મેળવી શકશો. ઉદાહરણ તરીકે, આપે ૫ હજાર રૂપિયા સુધીનું પેંશન મેળવવા માટે જો આપ ૩૫ વર્ષની ઉમરે અટલ પેંશન યોજનામાં રોકાણ કરવાનું શરુ કરો છો તો આપે ૨૫ વર્ષ સુધી દર ૬ મહીને ૫૩૨૩ રૂપિયા જમા કરાવવાના રહેશે. આવી પરિસ્થિતિમાં આપનું કુલ રોકાણ ૨.૬૬ લાખ રૂપિયા જેટલું થઈ જશે. આ રકમ પર આપને ૬૦ વર્ષની ઉમર બાદ આપને પ્રતિ માસ ૫ હજાર રૂપિયા પેંશન તરીકે પ્રાપ્ત કરશો. ત્યાં જ જો આપ અટલ પેંશન
યોજનામાં ૧૮ વર્ષની ઉમરે રોકાણ કરવાનું શરુ કરો છો તો તેમાં આપનું કુલ રોકાણ ફક્ત ૧.૦૪ લાખ રૂપિયા જેટલું રોકાણ થશે.

અટલ પેંશન યોજનાની વિશેષતાઓ:

image source

-અટલ પેંશન યોજનાના રોકાણ કરવા માટે આપને પેમેન્ટ કરવા માટે માસિક, ત્રિમાસિક અને છ માસિક પ્લાનના વિકલ્પ આપવામાં આવે છે.

-આ યોજનામાં રોકાણ કરવા માટે જો આપ ૧૮ વર્ષથી રોકાણ કરવાની શરુઆત કરો છો તો આપને ૪૨ વર્ષ સુધી પૈસા ભરવાના આવશે.

-અટલ પેંશન યોજનામાં રોકાણ કરવા બદલ આપને ૬૦ વર્ષની ઉમર બાદ પ્રતિ માસ ૫ હજાર રૂપિયા પ્રાપ્ત કરી શકો છો.

image source

-ઇન્કમ ટેક્સના નિયમ ૮૦સી અંતર્ગત મળવાપાત્ર છૂટનો લાભ મળે છે.

-જો આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિનું ૬૦ વર્ષ પહેલા મૃત્યુ થઈ જાય છે તો તે રકમ તેમના જીવનસાથીને મળે છે.

-જો પતિ- પત્ની બંનેનું મૃત્યુ થઈ જાય છે તો અટલ પેંશન યોજનાની રકમ નોમીની વ્યક્તિને મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!