Site icon News Gujarat

માત્ર 2 ચોપડી ભણેલા ગુજરાતના આ ખેડૂતે દાડમની ખેતીમાં કર્યા 7 સંશોધન, જેમની આજે વિશ્વભરમાં છે બોલબાલા

હાલમાં ગુજરાતમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવી પદ્ધતિ અને નવા સંશોધનો કરી ખેતી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આમાના ઘણા ખેડૂતો તો એવા છે જેઓ પૂરી 7 ચોપડી પણ ભણ્યા નથી છતા પર ખેતીમાં નવા નવા એક્સપિરિમેન્ટ કરીને સારી આવક કરી રહ્યા છે, પોતાની કોઠા સૂઝથી આ ખેડૂતો અન્ય લોકોને હાલામં પ્રેરણા આપી રહ્યા છે. આવી એક કહાની છે ઠાંસા ગામના ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણીની. તમને જણાવી દઈએ કે માત્ર બે જ ધોરણ સુધી ભણેલા ભીખાભાઈ ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે.

image source

નોંધનિય છે કે ભીખાભાઈએ દાડમની ખેતીમાં વધું આવક મેળવવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમા હાલમાં દાડમ એટલા સરસ આવે છે કે તે હોલસેલ બજારમાં એક કિલોના 135 રૂપિયાના ભાવે વેચાય છે. તેમના આ સંશોધનથી લોકો તેમને દાડમના વિજ્ઞાની તરીકે ઓળખે છે. તમને જણાવી દઈએ કે, દાડમની ખેતી માટે અનેક શોધ કરી છે. જેમાં 7 શોધ તો તેમણે કૃષિ ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કરી છે. જેના કારણે ભીખાભાઈ અત્યારે સારી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત ભાખાભાઈના આ સંશોધનનની કૃષિ વિભાગે પણ નોંધ લીધી છે.

image source

આ અંગે વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઠાંસા ગામના વતની ભીખાભાઈના ખેતરમાં ભૂંડનો બહુ ત્રાસ રહેતો હતો. આ ત્રાસથી મુક્તિ મેળવવા માટે ભીખાભાઈએ ખેતરને ફરતે વાડ બનાવવાનું નક્કી કર્યું હતું. તે પણ લોખંડના તારની વાડ બનાવવી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે તેમણે બજારમાં આ તારનો ભાવ પુછ્યો તો વાડ બનાવવી ઘણી મોંઘી પડતી હતી. જેથી ભીખાભાઈએ આવી વાડ બનાવવા માટેની જાળી બનાવતું આખું મશીન જ બનાવી લીધું. તમને જણાવી દઈએ કે હાલમાં બજારમાં આ પ્રકારની જાળી બનાવવા માટેનું મશીન 1.80 લાખ રૂપિયામાં મળતું હતું. પરંતુ ભીખાભાઈએ પોતાની કોઠા સુઝથી ભંગાર બજારથી સામાન લઈ આવ્યા અને માત્ર 3500 રૂપિયામાં આ મશીન બનાવી નાખ્યું હતું. અને ત્યાર બાદ તેમણે જાતે જ જાળી બનાવીને ખેતરની ફરતે લગાવી દીધી હતી જેથી ભૂંડના ત્રાસથી બચી શકાય.

તો બીજી તરફ સૌથી નવાઈની વાત એ રહી કે બજારમાં મળતું મશીન તારને ઘોડા પાડીને છોડી દે તું હતું જ્યારે બીખાભાઈએ બનાવેલા મશીનમાં ઘોડા પાડીને તે ઘોડા ગુંથાઈને આખી જાળી તૈયાર થઈને બહાર આવે છે. તમને જણાવી દઈએ કે, દાડમની ખેતીમાં મજૂરીનો ખર્ચ વધારે લાગે છે. નોંધનિય છે કે, જ્યારે દાડમના છોડ-વૃક્ષને પ્રુનિંગ કરવામાં આવે છે ત્યારે તેની ડાળીઓ નિકળે છે. આ રપરાંત દાડમની ડાળીઓમાં કાંટા પણ હોય છે જેથી તેને ખેતરથી બહાર કાઢવા માટે મજૂર ઊંચી મજૂરી વસુલ કરે છે. તેથી ભીખાભાઈએ દાડમની ખેતીમાં ખર્ચ ઓછો કરવા માટે તેમણે એક જાતે ટ્રેક્ટર બનાવ્યું અને કાંટાળી ડાળીઓ દૂર કરી નાખી. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર રોજના 500 રૂપિયાના ડીઝલ ખર્ચ કરીને 25 મજૂરોનું કામ આ ટ્રેક્ટર દ્વારા ભીખાભાઈ કરે છે. નોંધનિય છે તે આ 4 પૈંડાનું મીની ટ્રેક્ટર માત્ર દાડમ પૂરતું જ કામ નથી આવતું પંરતુ ખેતરમાં અન્ય કેટલાય પ્રકારના કામ કરવામાં ઉપયોગમાં લેવામા આવે છે.

image source

તમને જણાવી દઈએ કે, દાડમ પર દવા કે પંચામૃતનો છંટકાવ પંપથી કરવો સહેલો નથી અને બીજી બાજુ મજૂરો બોલાલીવે કામ કરાવવમાં આવે તો ખર્ચ વધી જાય છે તેથી ભીખાભાઈએ ટ્રેક્ટર દ્વારા જ દવા છંટાઈ જાય એવો પંપ બનાવ્યો. આ માટે ભીખાભાઈ કાર સાફ કરવા માટે પાણી છોડતો એક ગન સ્પ્રે તેઓ લાવ્યા અને તેને ટ્રેક્ટર સાથે જોડી દીધો અને તેના દ્વારા તેઓ દવા છાંટવા લાગ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનાથી તેમને બહુ મોટો ફાયદો થયો. તમને જણાવી દઈએ કે જે મજૂરો પાસે દવા છાંટવાનું કામ કરવતા સમયે 5 હજારનો ખર્ચ થતો હતો તે ભીખાભાઈ આ પંપ દ્વારા માત્ર 200 રૂપિયાના ડીઝલના ખર્ચે પતી ગયું. અને સૌથી મજાની વાત તો એ છે કે, આ ટેકનોલોજી તૈયાર કરવામાં ભીખાભાઈને માત્ર 9500 રૂપિયાનો ખર્ચ થયો.

image source

વર્તમાન સમયમાં બજારમાં વિવિધ પ્રકારના મીની ટ્રેક્ટર ઉપલબ્ધ છે જો કે ભીખાભાઈએ બનાવેલુ ટ્રેક્ટર તેનાથી કઈક અલગ છે. ભીખાભાઈએ બનાવેલુ આ ટ્રેક્ટર 10 મજૂરનું કામ આપે છે ઉપરાંત જો તેમના મેન્ટેનન્સની જો વાત કરીએ તો તેમને એક દિવસ આખો ચલાવીએ ત્યારે માંડ 500 રૂપિયાનું ડીઝલ જોઈએ છે. નોંધનિય છે કે કંપનીઓના જે ટ્રેક્ટર 1 લિટર ડીઝલમાં જેટલું કામ કરે છે એટલું જ કામ આ ટ્રેક્ટર 500 એમએલમાં કરી આપે છે. હવે વાત કરીએ દાડમની ખેતીની તો ભીખાભાઈ અત્યારે દાડમનું 4 ગ્રેડમાં ગ્રેડીંગ કરી આપે એવું ઓટો-મેટીક મશીન બનાવી રહ્યાં છે. જેમાં 4 જાતના દાડમ અલગ નિકળીને પેક થઈ જશે. તમને જણાવી દઈએ કે હાલમાં આવું મશીન બહારમાં મળે છે, પણ તે 4 લાખથી 9 લાખ સુધીની કિંમતે મળે છે. જ્યારે આવુ મશીન ભીખાભાઈ 20થી 25 હજારમાં તૈયાર કરશે.

તો બીજી તરફ ભીખાભાઈ પોતાના ખેતરમાં જ દાડમનું ગ્રેડીંગ કરશે. આખા મશીનમાં લોખંડ નહીં પણ પ્લાસ્ટિક જ વાપરવાના છે. જેથી તેમા કાટ ન લાગે. તમને જણાવી દઈએ કે, આ ગ્રેડીંગ મશીન દ્વારા કોઈ પણ પ્રકારના ગોળ ફળ કે ગોળ આકારના શાકનું સારી રીતે ગ્રેડીંગ થઈ શકે છે. તો બીજી તરફ કેરી કે ચીકુની 4 વકલ તૈયાર થાય છે. દાડમની ખેતી તેઓ ટપક સિંચાઈથી કરે છે. પાણીમાં ઓગળી જાય એવા જ ખાતર વાપરે છે. તમને જાણીને આનંજ થશે તે ભીખાભાઈએ છેલ્લા 10 વર્ષથી ડીએપી યુરિયા વાપર્યું નથી તેમ છતાં સારામાં સારા પાક મેળવે છે અને ઉંચી કિમતે બજારમાં વેચે પણ છે.

image source

તમને જણાવી દઈએ કે ભીખાભાઈ 136 કિલોના ભાવે બજારમાં દાડમ વેચે છે અને જીવામૃત તૈયાર કરે છે. જેને કપડાથી ગાળીને ટપક સિંચાઈથી આપે છે. નોંધનિય છે કે, દ્રાવ્ય ખાતરથી મજૂરી ખર્ચ ઘણો બચી જાય છે. તો બીજી તરફ તેઓ સિંચાઇ હંમેશા ટપક સિંચાઈ પદ્ધતિથી કરે છે. જેમાં કચરો આવે તો ડ્રીપ પ્રોજેક્ટ નકામો થઈ જાય છે. તેથી જીવામૃત કે એવા કોઈ પ્રવાહી ખાતર આપવામાં કચરો મોટી સમસ્યા છે. તેથી કચરો ન આવે એવું ફીલ્ટર જાતે જ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ટપક સિંચાઇ માટે પાઇપ હોય છે તેમાં ક્ષાર અને કચરો જામી જતો હોય છે. તેને દૂર કરવા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવું પડે છે. જો કે ભીખાભાઈએ આ એસિડ વાપરવાના બદલે એક અનખો રસ્તો સોધી કાઢ્યો તેમણે છાશને 15થી 20 દિવસ વાસી રહેવા દઈને તેને ડ્રીપ પાઈપમાં જવા દેવાથી પાઇપ અંદર જામેલો ક્ષાર બધો નિકળી જાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે, છાશ જમીનને નુકસાન પણ કરતી નથી, ઉલટાનો ફાયદો કરે છે. તો બીજી તરફ દાડમમમાં આવતા રોગને કારણે ખેડૂતોને ભારે નુકશાન થાય છે કારણે કે આ રોગને નિવારવા માટે બજારમાં વેચાતી દવા બહુ મોંઘી હોય છે. જેથી ભીખાભાઈએ માત્ર એક રૂપિયા લિટરની કોસ્ટ પર મોરથુથુમાંથી દવા બનાવી છે અને તે રિઝલ્ટ પણ સારૂ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version