વાહ ભાઈ વાહ, માનસિક શાંતિ માટે કોરોના દર્દીઓને સંભળાવવામાં આવે છે રામાયણ, પીપીઈ કિટ પહેરીને આવે છે પંડિતો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશના દરેક રાજ્યો કોરોનાથી પ્રભાવિત છે. રાજસ્થાનમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. વળી, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ આ દરમિયાન, રાજસ્થાનની એક હોસ્પિટલમાંથી એવી તસવીર સામે આવી છે, જે લોકોના મનને અને દિલને શાંતિ આપશે.

image source

રાજસ્થાનની રાજધાની જયપુરની હોસ્પિટલોમાં ન તો બેડ બાકી છે, ન તો ઓક્સિજન પૂરતું મળી રહ્યું છે. પરંતુ જયપુરના માલવીયા નગરની રુંગતા હોસ્પિટલમાં કોવિડ ચેપગ્રસ્ત દર્દીઓ માટે નવી પહેલ કરવામાં આવી છે. દર્દીઓને માનસિક શાંતિ મળે તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે.

image source

આ કામ માટે પંડિતજી દરરોજ પી.પી.ઇ કીટ પહેરીને દર્દીઓ માટે રામાયણ પાઠ કરવા આવે છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું માનવું છે કે આ સમયે તમામ નકારાત્મક વાતાવરણ છે. આવી સ્થિતિમાં, માનસિક અને શારીરિક બંને બાજુથી મજબૂત થવું મહત્વપૂર્ણ છે. કોરોના ચેપગ્રસ્ત દર્દી માનસિક રીતે તૂટી જાય છે.

image source

હોસ્પિટલ મેનેજમેંટની નકારાત્મકતાને દૂર કરવા માટે માત્ર રામાયણ પાઠ જ નહીં, પણ યોગ સત્રો પણ યોજીએ છીએ. યોગ અને રામાયણની સાથે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધાર્મિક અને વાંચન પુસ્તકો આપવામાં આવે છે જે મગજમાં હકારાત્મક લાગણીઓ ઉતપન્ન કરે છે. આ બધી બાબતો દર્દીઓને સારું લાગે છે. કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે, આપણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની જરૂર છે. આની સાથે, આપણે એવું કામ કરવું જોઈએ, જે મનમાં નકારાત્મક વિચારો લાવતું નથી.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ સતત ચોથી વાર હતું જ્યારે એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ આવ્યા હતા. નવા કેસની સાથે મૃત્યુની વધતી સંખ્યા પણ ચિંતાનું કારણ બની રહી છે. શનિવારે, દેશમાં કોરોનાને કારણે 4,091 લોકોનાં મોત થયાં. જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકો સાજા પણ થયા. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.

image source

જો ગુજરાતમાં કોરોના વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં 11,892 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 14,366 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.69 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,273 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.43 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.