Site icon News Gujarat

વડોદરા: ઘરે જવાની જીદ કરતા દર્દીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ICUની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરતા ઉઠ્યા અનેક સવાલો, 2 દિવસથી માગી રહ્યા હતા રજા

વડોદરા શહેરમાં એક અજબ ઘટના બનવા પામી છે. વડોદરા શહેરની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દી સારવાર લઇ રહ્યા હતા જેમને સારવાર દરમ્યાન હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાત કરી લીધો છે જેના કારણે સમગ્ર વડોદરા શહેરમાંચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને એમને વધુ તપાસ હાથ ધરી છે.

image source

તમને જણાવી દઈએ કે હજી સુધી આ દર્દીની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી જો કે, બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ ડોકટરોએ રજા આપી ન હતી.

આપઘાત કરનાર દર્દી ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા

image source

રતનભાઈ તડવી કે જેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રહેવાસી છે તેમને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એ પછી એમને વધુ સારવાર માટે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતનભાઈ તડવી નામના આ દર્દી ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા.

તમને જણાવી દઈએ કે આપઘાત કરનાર દર્દી બે દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ ડોકટરોએ રજા આપી ન હતી. આ દરમિયાન આજે આ દર્દીએ સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળની નાની બારીમાંથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો.

image source

સ્ટર્લિંગ હોસ્પિટલના એક દર્દીએ આમ બારીમાંથી કૂદકો મારીને આપઘાત કર્યો છે એ સમગ્ર ઘટનાની જાણ ક્યારે ગૌત્રી પોલીસને થઈ તો ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યાર બાદ દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધી લીધો હતો અને આ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી હતી.

image source

તમને જણાવી દઈએ કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રહેવાસી રતનભાઈ તડવીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. આપઘાત કરનાર દર્દી ફોન પર પોતાના સગા વ્હાલાને રજા આપવાનું કહેતા રહેતા હતા પણ હોસ્પિટલના ડોકટરોએ તેમને રજા ન આપી. એવામાં આજે વહેલી સવારે આઇસીયુના ત્રીજા માળ પરથી રતન ભાઈ તડવીએ કૂદકો મારી દીધો હતો અને નીચે પટકાયા હતા. જો કે હાલ તો આટલી નાનકડી બારીમાંથી નીચે કૂદીને કોઈ કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્વામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version