નક્કી ભગવાનની કંઈક ભૂલ થતી હશે! નિસ્વાર્થ ભાવે લોકોની રાત દિવસ સેવા કરતાં સુરતના ફરિસ્તાનું અકસ્માતમાં મોત

હાલમાં ભગવાન કેવા કેવા ખેલ ખેલી રહ્યો છે એ કોઈના સમજમાં નથી આવતું. કારણ કે કોઈ કોરોનાથી મોત પામે છે તો કોઈ બીજા રોગથી. તો વળી કોઈ અકસ્માતનો ભોગ બની રહ્યું છે. હાલમાં જ એક હચમચાવી નાંખે એવા સમાચાર સામે આવી રહ્યાં છે. બન્યું એવું કે અમદાવાદથી સુરત તરફના હાઇવે પર શનિવારે સવારે 6 વાગ્યાની આસપાસની આ ઘટના છે. ત્યારે પસાર થઇ રહેલી વરના કારના ચાલકે કારના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને જેના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને ફંગોળાઇને સામેના સુરત અમદાવાદના રસ્તા પર લીલુડી ધરતી હોટલ સામે ફુલ સ્પીડમાં જઇ રહેલા ટ્રકના આગળના હિસ્સા સાથે અથડાઇ હતી.

image source

પરંતુ આ અકસ્માતમાં ખુબ કરુણ ઘટના બની છે. કારણ કે મળતી માહિતી પ્રમાણે આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા સુરતના આમ આદમી પાર્ટીના નેતા તથા કોર્પોરેશનની ચુંટણી લડી ચુકેલા અશોકભાઇ ગોકુળભાઇ ગૌદાણી (ઉં.વ.36 સુખ મંદીર રો હાઉસ, સુરત ઓલપાડ રોડ) સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગૌદાણી (ઉં.વ. 27, યોગી નગર, સરથાણા) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42, ભાંભણીયા, મહુવા)નું એમ 3 લોકોનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થતા હાહાકાર મચી ગયો છે.

image source

જો કે રોજ અકસ્માત થાય છે અને લોકોના મોત પણ થાય છે. પરંતુ આ અકસ્માતમાં લોકોની સેવા કરનારા એક માણસનો પણ ભોગ લેવાયો હોવાથી લોકોમાં ભારે દુખની લાગણી છે. કારણ કે આમ આદમી પાર્ટીમાંથી પાલિકાની ચૂંટણી લડેલા અશોક ગૌદાણી જાફરાબાદના સેવના અને રાજુલાના વાવેરા ગામે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા. 9 મેએ સુરતથી અહીં સેવા માટે ગયા હતા. જો કે 3 દિવસ પહેલા દવાનો સ્ટોક પૂરો થઇ જતા સુરત આવ્યા હતા અને પાછા જાફરાબાદ ગયા હતા. શનિવારે સવારે સુરત પાછા આવતા અકસ્માત થયો હતો. આ બાબતે મહેશભાઈ સવાણીએ કહ્યું કે સેવાકાર્ય માટે ગયેલા યુવાનો શહિદ થયા છે.

image source

તેમજ દાતારી માટે જાણીતા મહેશભાઈએ જાહેરાત કરી કે તેમના બાળકોની શિક્ષણ અને આરોગ્યની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપે લીધી છે. પરિવારની જવાબદારી અંગે આગેવાનો સાથે ચર્ચા કરાશે. જો આ યુવાનો વિશે વિગતે વાત કરવામાં આવે તો સુરતથી સેવા માટે ગયેલા અશોક ગૌદાણીના ભાણીયા રાજુ ગોંડલિયા મહુવા તાલુકાના બાંભણિયા ગામે રહે છે. તેમને કેન્સરની બિમારી હોવાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર ચાલે છે. શનિવારે અશોક ગૌદાણી અને તેમના ભત્રીજા સંજય ગૌદાણી પોતાની કારમાં સુરત પાછા આવતા હતા.

image source

જોગાનુજોગ તો જુઓ કે કારમાં જગ્યા હોવાથી અને કેન્સરની સારવાર માટે મંગળવારે મુંબઇ જવાનું હોવાથી રાજુ ગોંડલિયા પણ તેમની સાથે સુરત આવવા નિકળ્યા હતા. દરમિયાનમાં અકસ્માત થતાં તેમનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે હાલમાં આ ઘટનાના કારણે ભારે દુખની લાગણી જોવા મળી રહી છે અને લોકો પણ એવું જ કહી રહ્યાં છે કે જે સેવા કરે છે એમની જોડે ભગવાન કેમ આવો અન્યાય કરતો હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!