Site icon News Gujarat

ગુજરાતના આ ગામમાં પુત્રએ માતા-પિતાનું માટે બનાવ્યું અનોખુ મંદિર, બૂટ-ચંપલથી લઇને આ વસ્તુઓ રાખી દર્શન માટે…

હાલના સમયમાં આપણે જોઈએ છીએ કેટલાય સંતાનો તેમના માતાપિતાની સેવા કરવાની વાત તો દૂર પરંતુ તેમને ઘરમાથી કાઢી મુકે છે. આ ઉપરંતા ઘણા કિસ્સામાં એવુ પણ બન્યુ છે કે સંપત્તિ માટે સગા દિકરાઓએ પોતાના જ માતા પિતા પર હાથ ઉપાડ્યો હોય. સંપત્તિ માટે આજના યુવાનો કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તો બીજી તરફ ઘણા એવા પણ યુવાનો આ સમાજમાં જોવા મળ છે જેઓ તેમના માતા પિતાની એવી રીતે સેવા કરે છે જેને જોઈને તમને શ્રવણ કુમારની યાદ આવી જાય.

image source

આવો એક કિસ્સો સામે આવ્યે છે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં. નોંધનિય છે કે ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે એક યુવકે પોતાના માતા પિતા પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરવા અનોખુ કામ કર્યું છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર સામાન્ય સાયકલથી પોતાની કારકિર્દીની શરૂવાત કરનાર સ્વ. બાબર રોહિત તથા તેમનાં પત્ની સોના રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના પુત્ર વલ્લભ રોહિતે તેમનું મંદિર બનાવ્યું છે. હાલમાં આ મંદિર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. લોકો આ યુવકના માતા પિતા પ્રત્યેના પ્રેમને જોઈ ખુબ પ્રશંશા કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, વલ્લભ રોહિત એક ખેડૂત અને વ્યાપારી વ્યક્તિ છે અને તેમનું જીવન એક સાદગી ભર્યું છે. નોંધનિય છે તે વલ્લભ રોહિત તેમના માતા પિતા પ્રત્યે ખુબ જ આદર ભાવ રાખે છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2016માં વલ્લભ રોહિતના માતા સોના રોહિતનું અવસાન થયું અને ત્યાર બાદ વર્ષ 2019માં તેમના પિતા બાબર રોહિતનું અવસાન થતાં પુત્ર વલ્લભ રોહિતે માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવી નાખ્યુ છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વલ્લભ રોહિતે કહ્યું કે, 33 કરોડ દેવી દેવતાઓના સમગ્ર વિશ્વમાં મંદિર છે અને માતા પિતાએ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય પણ એમનું મંદિર નથી. તેમણે વધુમાં કહ્યું કે, જેને લઈને લોકોમાં પોતાના માતા પિતા પ્રત્યે આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં આ મંદિર ખાતે ઘણા લોકો આવે છે અને શાંતિનો અનુભવ કરે છે.

image source

તમને જણાવી દઈએ કે, વલ્લભ રોહિત રોજ એમના દિવસની શરૂઆત માતા પિતાના મંદિરે જઈ એમની પૂજા અર્ચના કરીને કરે છે. તમને જણાવી દઈએ કે એમના માતા-પિતાના મંદિરમાં માત્ર એમની મૂર્તિઓ જ નહીં પરંતુ તેમના માતા-પિતાના કપડા અને બૂટ-ચંપલ પણ રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ હાલની યુવાપેઢી જે પોતાના મા બાપને વૃદ્ધશ્રમમાં મુકી આવે છે તેમના માટે એક ઉદાહરણ છે. હાલમાં કેટલાય કિસ્સા આપણે જોઈએ છીએ જ્યા ઘરડા મા બાપને તેમના સંતાનો હડધૂત કરે છે ત્યારે આવા સમયમાં આ પુત્રએ એક અનોખો રાહ ચિંધ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version