વતનની માટી વિદેશમાં રહીને પણ મહેકી, શિકાગોના ગુજરાતીઓએ 50 હજાર ડોલરનું ડોનેશન આપ્યું અને હજી પણ મદદ કરશે

દુનિયાભરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. પહેલી લહેર કરતાં કોરોનાની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. આ મહામારીમાં લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યાં છે. આ સમયે દેશનાં લોકોની સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ મદદ માટે આગળ આવ્યાં છે. મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા 59 હજાર ડોલરની રકમ કરી છે. આ સમયમાં પણ વતન લોકોની ચિંતા કરી રહેલાં ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે.

image source

આ સાથે જાણવાં મળ્યું છે કે હજુ બીજા 50 હજારથી વધુ ડોલર એકઠા કરી ગુજરાત મોકલશે તેવું કહ્યું છે. શિકાગોના મિડ વેસ્ટમાં વસતા ગુજરાતી પરિવારો ઉમિયા માતાજી સંસ્થાનના માધ્યમથી ગુજરાતી પરિવાર માટે ધાર્મિક અને સામાજિક કાર્ય કરી રહ્યા છે. જે અંતર્ગત આ સમયે પણ તેઓ વતન માટે રકમ ભેગી કરી અને અહીં મદદ માટે મોકલી રહ્યાં છે.

image source

ઉમિયા માતાજી સંસ્થાનના ખજાનચી નવનીત પટેલ સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં કોરોનાની મહામારીમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ છે જેમાં ગુજરાતી પરિવારોને મદદ કરવા અને વતન પ્રત્યેની ફરજ બજાવવામાં આ સમયે તેઓ આગળ આવ્યાં છે. તેઓએ કહ્યું કે અમે ગુજરાતી પણ આગળ આવ્યા હતા અને શિકાગોમાં વસતા ગુજરાતીઓએ નક્કી કર્યું હતું કે આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ. જે પછી અમે એક જ દિવસમાં અમારી સંસ્થાનને 50 હજાર ડોલરનું ડોનેશન મળી ગયું હતું.

image source

જેટલું પણ ડોનેશન અહીં ભેગુ થઈ શક્યું છે તે અમે ગુજરાતમાં ચાલતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવ્યું છે. અમારી હજુ પણ ઈચ્છા છે કે અમે વધારે રકમ મદદ માટે ભેગી કરી શકીએ. અહી વસતા ગુજરાતી ઓ તરફથી હજી ડોનેશન આવી રહ્યું છે. હજી પણ અમે એક લાખ ડોલરનું ડોનેશન મોકલાવીશું તેવું તેઓએ કહ્યું છે. આ કપરા કાળમાં બધાં ગુજરાતી પરિવારની સાથે અમે છીએ. અહીંથી બનતી મદદ અમે પોહચાડશું અને બીજી કોઈ જરૂરિયાત હોય તોપણ મોકલવા માટે અમે ગુજરાતીઓ તૈયાર જ છીએ.

image source

મળતી માહિતી મુજબ ધાનેરામાં વિદેશમાં રહેતા દાતાઓએ પણ મદદ માટે આગળ આવ્યાં છે. તેઓએ મદદ માટે ઓક્સિજન મશીનો મોકલ્યાં હતાં. ધાનેરામાં કોરોનાના મહામારીમાં સરકાર દ્વારા કોઈપણ સગવડ વગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ રાખવાની શરૂઆત કરાઈ હતી અને એમાંથી પ્રથમ 3 દર્દી સાજા થઇને ઘેર પરત પણ ફર્યાં હતાં. આ પછી હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોની ઊણપ હતી જેથી દાતાઓ મદદ કરવામાં આવી. આ માટે દુબઇથી 11 ઓક્સિજન મશીનો ભેટ અપાયાં હતાં. લોકો તેમની આ મદદને વધાવી રહ્યાં હતાં. ધાનેરામાં લોકો કોરોનાથી સંક્રમિત થતાં રામચંદ સ્વરાજ જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 સેન્ટર ચાલુ કર્યું હતું.

image source

આ સેન્ટરમાં સારવાર માટે મદદ કરવા ટ્રસ્ટી રામભાઇ સોની, ડો.વિમલ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા ઓક્સિજન માટે દાતાઓ ઊભા કરીને શરૂઆત કરી હતી. આ સિવાય ત્યાંની આર.એસ. હોસ્પિટલના ટ્રસ્ટી રામભાઇ સોની દ્વારા દુબઇ તથા અન્ય શહેરોમાં રહેતા જૈન દાતાઓને આજીજી કરી હતી કે તેઓ મદદ માટે આગળ આવે. જે પછી દુબઇ ખાતે તેમજ બેલ્જિયમ ખાતે રહેતા દાતાઓએ ઓક્સિજન માટેનાં 11 મશીનો આપ્યાં હતાં. એ સિવાયના દાતાઓ દ્વારા બાયપેપ, જમ્બો ઓક્સિજન-સિલિન્ડર, રેગ્યુલેટર, પ્લસ ઓક્સોમીટર વગેરેની મદદ કરી હતી. વિદેશમાં વસતાં ગુજરાતીઓ આ અગાઉ સ્થાનિક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવતાં જોવા મળ્યાં હતાં તો હવે આ કપરા કાળમાં મદદ માટે પણ આગળ આવ્યાં છે. લોકો તેમની આ કામગીરીને વધાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!