ભૂલથી પણ આ દિશામાં ના રાખવા જોઈએ પિતૃઓના ફોટા, જાણી લો કેમ

મિત્રો, દાદા-દાદી, માતા-પિતા કે કોઈ વયસ્ક ઉમરનુ વ્યક્તિ જ્યારે આપણો સાથ છોડીને આ વિશ્વમાંથી વિદાય લઇ લે છે એટલે કે તેમનુ નિધન થઈ જાય છે તો તેમને પિતૃ તરીકે ઓળખવામા આવે છે. આ સાથે જ તેમની અમુક સુંદર સ્મૃતિઓ સાથે તેના સગા-વ્હાલા જીવતા હોય છે.

image source

તેમના ગયા પછી માત્ર તેમની યાદો જ આપણા જીવનનો સહારો બનીને રહે છે, તે દરેક વ્યક્તિ માટે ખુબ જ વિશેષ હોય છે. આજે આ લેખમા આપણે જાણીશુ કે, ઘરની આ એક દિશા પર પૂર્વજોની ફોટો લગાવવી શા માટે લગાવવી અશુભ ગણાય છે? શું છે તેનુ વાસ્તવિક કારણ? તેના વિશે આજે આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિએ તેના પૂર્વજોની તસવીરો ઘરમા અવશ્યપણે રાખવી જોઇએ કારણકે, જે ઘરમા તેમના પૂર્વજોની તસ્વીરો હોય છે તે ઘર પર હંમેશા તેમના આશીર્વાદ બની રહે છે પરંતુ, આજે આ લેખમા તમને તમારા ઘરની એક એવી દિશા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જ્યા ભૂલથી પણ તમારે તમારા પૂર્વજની તસ્વીર ના રાખવી.

જો તમે આ દિશામા તમારા પૂર્વજોની તસ્વીરો રાખો છો તો તમારે અનેકવિધ પ્રકારના નુકસાનનો સામનો કરવો પડશે. આ ઉપરાંત આ દિશામા તમારા પૂર્વજોની તસ્વીર રાખવાથી તેમને અસહ્ય પીડાનો પણ અનુભવ થાય છે માટે ભૂલથી પણ આ કાર્ય ના કરવુ.

image source

મૃત વ્યક્તિઓને ઈશ્વર સમાન દરજ્જો આપવો તે જરાપણ ખોટુ નથી. પરંતુ, દેવી-દેવતાઓની પૂજા સાથે તેમની પૂજા કરવી શાસ્ત્રોમા નિષેધ ગણવામા આવી છે. જો તમે તમારા પૂર્વજોની તસ્વીર ભૂલથી પણ ઘરની કોઈ ખોટી દિશામા રાખી દો છો તો તેના કારણે તમારે અનેકવિધ નુકશાનકારક પરિણામો ભોગવવા પડી શકે છે.

ક્યારેય પણ પૂજાસ્થળમા તમારા પૂર્વજની ફોટો ના રાખવી જોઈએ, તે અશુભ માનવામા આવે છે.આ ઉપરાંત જો ઘરની પશ્ચિમ દિશામા તમારા પૂર્વજની તસવીર લગાવો તો તમારે નાણાકીય ખોટનો સામનો કરવો પડી શકે છે અને સાથે-સાથે તમારે તમારા માન-સન્માનને પહોંચતી હાની પણ અટકાવવી જોઈએ.

image source

શાત્રો મુજબ દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા તરીકે ઓળખવામા આવે છે, હમેંશા તમારા ઘરમા પિતૃઓની તસ્વીર રાખવા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામા આવે છે. જો તમે તમારા ઘરની આ દિશા પર તમારા પૂર્વજોની ફોટો લગાવવો તો તે તમારા માટે અવશ્ય લાભદાયી સાબિત થઇ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ