EMI અને ડાઉનપેમેન્ટ વગર ત્રણ વર્ષ માટે આ કંપની ભાડા પર આપી રહી છે કાર, જાણો આ સ્કિમ વિશે તમામ માહિતી

દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો આપ્યા વગર નેકસોન ઇલેક્ટ્રીકના માલિક બની શકો છો. તમે ટાટા કંપનીની સબસ્ક્રિપ્શન સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કંપની ભાડા પર ગ્રાહકોને નવી નેકસોન આપી રહી છે. તમે ટાટાની 15 લાખથી વધુ કિંમત વાળી આ કાર ભાડા પર લઇ શકે છે. Tata Nexon EVની દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 13.99 લાખ રૂપિયા છે, જયારે ઓન રોડ પ્રાઈઝ લગભગ
15,63,997 રૂપિયા છે. ત્યાં જ ટોપ વેરિયંટની એક્સ શોરૃમ કિંમત 15.99 લાખ છે.

ઓફિશિયલ પ્લેટફોર્મ પર કરો એપ્લાય

image source

તમારે ટાટા નેકસોનને ખરીદવા માટે ટાટા મોટર્સ લિમિટેડના ઓફિશિયલ પ્લેટફોર્મના માધ્યમથી એપ્લાય કરી શકો છો.જેના માટે 5,000 રૂપિયાની ટોકન મની મળશે. કંપની આ કાર ગ્રાહકોને સોંપવા માટે પહેલા ક્રેડિટ પ્રોફાઈલ ચેક કરે છે. ક્રેડિટ પ્રોફાઈલ ક્લિયર હોવા પર ટોકન મની રીફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટમાં જમા થઇ જશે.

image source

કંપની શરૂઆતી ભાડું 29,500 રૂપિયા પ્રતિ માસ પર ટાટા નેકસોન ઇલેક્ટ્રિક ઉપલબ્ધ કરાવી રહી છે. કંપનીનું કહેવું છે કે આ એ ગ્રાહકો માટે ફાયદાકારણ સ્કીમ છે, જે થોડા સમય માટે એક શહેરમાં રહેશે અને એને કારની જરૂરત પડશે, પરંતુ તે ઓછા સમય માટે ગાડી ખરીદવા માંગતો નથી.

કંપની 12 મહિના, 24 મહિના અને 36 મહિના માટે સબસ્ક્રિપ્શનની સુવિધા આપી રહી છે.

image source

તમે દર મહિને જેટલા કિલોમીટરનો સફર કરો છો એના હિસાબે ટાટા Nexon EV ના સબસ્ક્રિપ્શન પ્લાન પસંદ કરે છે. કંપનીના પેકેજમાં 1500કિમી/2000કિમી/2500કિમી પ્રતિ માસિકનો વિકલ્પ છે.

આટલું ચૂકવવું પડશે ભાડું

જો ગ્રાહકો બેંગ્લોર અને હૈદરાબાદમાં ટાટા નેકસોન ઇલેક્ટ્રિક કારને 36 મહિના માટે ભાડે લેવા માંગતા હોય, તો તેઓએ દર મહિને 34,700 રૂપિયા ચુકવવા પડશે. મુંબઈ અને પુણેમાં ગ્રાહકે 36 મહિના માટે દર મહિને 31,400 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીનું કહેવું છે કે આ સબ્સ્ક્રિપ્શન સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક કારોની પહોંચ વધશે. દર મહિને ભાડા ઉપરાંત ગ્રાહકે અન્ય કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તેઓ કાર ચાર્જ કરે છે અને ડ્રાઇવ કરે છે. સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી, ગ્રાહકો પોતાનો પ્લાન વધારી શકે છે અથવા કારને કંપનીમાં પરત આપી શકે છે.ટાટાની આ કાર સંપૂર્ણ ચાર્જ થવા પર 312 કિ.મી. દોડી શકે છે. તેમાં 30.2 kWhની લિથિયમ આયન બેટરી છે. તેની બેટરી 8 કલાકમાં પૂર્ણ ચાર્જ થઈ જાય છે. જ્યારે 80 ટકા બેટરી ઝડપી ચાર્જર દ્વારા 60

મિનિટમાં ચાર્જ કરવામાં આવે છે. સ્પીડની વાત કરીએ તો આ ઇવી માત્ર 9.9 સેકન્ડમાં 0-100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે.

Tata Nexonની SUV ખરીદવા પર પણ મળી રહી છે છૂટ

image source

Tata Nexon સબકૉમ્પેક્ટ એસયૂવી પણ આ મહિનાથી ટાટાના યર એન્ડ ડિસ્કાઉન્ટનો ભાગ છે. જેમાં માત્ર ડિઝલ પર 15,000 એક્સચેન્જ ઓફર સામેલ છે. જ્યારે નેક્સોન પેટ્રોલ એન્જિન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.

ટિગોર સેડાન પર 30 હજાર સુધી ડિસ્કાઉન્ટ

image source

ટાટા મોટર્સ યર એન્ડ ડિસ્કાઉન્ટમાં ટાટાની ટિયાગો હેચબૈક પર 25 હજાર સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં કન્ઝયૂમર સ્કીમ મુજબ 15 હજાર અને એક્સચેન્જ ઓફર પર 10 હજારની છૂટ મળી રહી છે. આ સિવાય ટિગોર સેડાનને વધારે 30 હજારના ડિસાકાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવી છે. જેમાં કન્ઝયૂમર સ્કીમ મુજબ 15 હજાર અને એક્સચેન્જ ઓફરમાં 15 હજાર સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!