Site icon News Gujarat

પુત્ર જન્મની માનતા પુરી કરવા જતા આંબી ગયો કાળ, અકસ્માતમાં 11 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે સાંજે ડીસીએમ પલટી ખાઇ જતા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં 41 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ્રાના રહેવાસી વીરેન્દ્રસિંહ બધેલના ઘરે 6 મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો.

25 ફૂટ ઉંડા ખાડામાં પડી

image source

પુત્રના જન્મના વ્રતની માનતા પુરી કરવા માટે તે પરિવાર અને સબંધીઓ સાથે શનિવારે સવારે 11 વાગ્યે લખનાના કાલકા મંદિરમાં ધજા ચઢાવવા 60 થી 70 લોકોને ઘરેથી લઈને ડીસીએમ લઈને ગયા હતા. ઇટાવાનાં ચકરનગર રોડ ઉપર ઉદિ ચોકથી આશરે 10 કિ.મી. દૂર ડિસીએમ અનિયંત્રિત થઈને 25 ફૂટ ઉંડા ખાડામાં પડી.

ડીસીએમ પલટી જવાથી અરાજકતા ફેલાઇ

image source

ડીસીએમ પલટી જવાથી અરાજકતા ફેલાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 41 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે

માહિતી મળતા એસએસપી ડો.બ્રજેશકુમાર સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે દોરડા નાખીને ખાડામાંથી ખેંચીને લોકોને બહાર કાઢ્યા હતા અને જિલ્લા હોસ્પિટલને સારવાર માટે મોકલી દેવાયા હતા. એસએસપી ડો.બ્રજેશકુમાર સિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને 41 લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકો પિનહાટ-આગ્રાથી લખના દેવી મંદિરની મુલાકાતે આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ હજી થઈ નથી. થોડા સમયમાં તેમની ઓળખાણ થઈ જશે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

સામેથી આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી

image source

ઘાયલોએ આરોપ લગાવ્યો છે કે તેઓ સામેથી આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જે બાદ ડીસીએમ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી ગયું. સાક્ષીઓ કહે છે કે ડીસીએમની સ્પીડ વધારે હતી. વાહન ચાલક ગાડીને વળાંકમાં કાબુમાં રાખી શક્યો નહતો. પરિણામે અસંતુલિત થઈને ડીસીએમ પલટી ગયું અને ખાઈમાં પડી ગયું હતું.

image source

નોંધનિય છે કે આ પહેલા મધ્ય પ્રદેશના ગ્વાલિયમાં એક ઓટો રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અંગે શહેરના એસપી રવિ ભદોરિયાએ જણાવ્યુ હતું કે, ઓટો રિક્ષામાં ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા જેના કારણે આ અકસ્માત થયો હતો. નોંધનિય છે કે ઓટોમાં કુલ 13 લોકો સવાર હતા જે પૈકી મોટાભાગની મહિલાઓ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુરૈના રોડ પર ચમન પાર્ક તરફથી ઓટો પસાર થઈ રહી હતી ત્યારે ગ્વાલિયરથી મુરૈના તરફ આવી રહેલી બસે ઓટોને ટક્કર મારી હતી. જે બાદ આ અકસ્માત સર્જાયો હતો અને 13 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version