Site icon News Gujarat

દુઃખદ: હિન્દી ફિલ્મી જગતની સદાબહાર અભિનેત્રીનું નિધન, બોલિવૂડ શોકમય

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની વરિષ્ઠ અભિનેત્રી શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું ૮૮ વર્ષની ઉમરમાં આજ રોજ એટલે કે, તા. ૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ બપોરના સમયે ૧૨ વાગે મુંબઈના કોલાબા વિસ્તારમાં છેલ્લા શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મ થયેલ શશિકલાએ નાની ઉમરમાં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરુઆત કરી દીધી હતી. સ્ક્રિપ્ટ રાઈટર કિરણ કોટરીયાલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી શશિકલાને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ શેર કરી હતી.

પરિવારના સભ્યો દ્વારા અત્યાર સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

image source

અભિનેત્રી શશિકલાના પરિવારના સભ્યો દ્વારા અત્યાર સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી કે અભિનેત્રી શશિકલાનું મૃત્યુ ક્યાં કારણના લીધે થયું હતું.

અમીર ઘરમાં થયો હતો જન્મ.

image source

તા. ૪ ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુરમાં અભિનેત્રી શશિકલાનો જન્મ થયો હતો. અભિનેત્રી શશિકલાના પિતા ઘણા અમીર હતા. શશિકલાના પિતાને સોલાપુરમાં કપડાનો બિઝનેસ કરતા હતા. એક ઈન્ટરવ્યું દરમિયાન અભિનેત્રી શશિકલાએ જણાવ્યું હતું કે, તેમના પિતા પોતાની બધી જ કમાણી નાના ભાઈને મોકલી આપતા હતા. પિતાના નાના ભાઈ તે સમયે લંડનમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા. શશિકલાને છ ભાઈ- બહેન હતા. તેમ છતાં તેમના પિતાએ પરિવારને પ્રાથમિકતા આપવાને બદલે નાના ભાઈની જરૂરીયાતોને વધારે મહત્વ આપ્યું હતું.

ભાઈ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો.

શશિકલા વધુ જણાવતા કહ્યું હતું કે, તેમના કાકાને એક સમયે સારી નોકરી મળી ગઈ, પણ ત્યાર બાદ તેઓ મોટાભાઈના પરિવારને ભૂલી જ જાય છે. જેના પરિણામે શશિકલાના પિતા દેવાદાર થઈ ગયા હતા. તે સમયે શશિકલા અને તેમના પરિવારને આઠ- આઠ દિવસ સુધી ભોજન પણ મળ્યું હતું નહી. તેઓ રાહ જોઈ રહેતા કે, કોઈ તેમને પોતાના ઘરે જમવા માટે બોલાવે.

૧૧ વર્ષની ઉમરમાં જ કામ શોધવા માટે નીકળ્યા.

image source

શશિકલા નાનપણથી જ ખુબ જ સુંદર દેખાવ ધરાવતા હતા. સોલાપુરમાં શશિકલાના પિતાની પાસે પૈસા હતા નહી. એમ વિચારીને શશિકલા મુંબઈ આવી જાય છે કે, શશિકલાને મુંબઈમાં કોઈ કામ મળી જશે. શશિકલા જ્યારે મુંબઈ આવે છે તે સમયે તેમની ઉમર ફક્ત ૧૧ વર્ષની હતા. શશિકલાએ મુંબઈ આવી ગયા પછી એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો આવી રીતે શશિકલાએ સ્ટુડિયોના ચક્કર લગાવવાનું શરુ કરી દીધું હતું.

કામ નહી મળવાના લીધે લોકોના ઘરે કામવાળી બનીને પણ કામ કર્યું છે.

મુંબઈ આવ્યા બાદ શશિકલાને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જયારે કામ નથી મળતું તો શશિકલા લોકોના ઘરે કામવાળા બનીને કામ કરવાની શરુઆત કરી દીધી હતી. આ દરમિયાન એકવાર શશિકલા અભિનેત્રી અને ગાયક નુરજહાંને મળ્યા હતા. અભિનેત્રી નુરજહાંને શશિકલાની સુંદરતા ખુબ જ પસંદ આવી જાય છે અને નુરજહાં પોતાના પતિ શૌકત રીઝવીને કહીને એક ફિલ્મમાં કામ પણ અપાવી દીધું હતું.

પ્રથમ ફિલ્મ કરવા માટે માત્ર ૨૫ રૂપિયા આપવામાં આવ્યા હતા.

image source

અભિનેત્રી શશિકલાએ ૧૩ વર્ષની ઉમરમાં જ એટલે કે વર્ષ ૧૯૪૫માં રીલીઝ થયેલ ફિલ્મ ‘ઝિન્નત’માં પોતાનો અભિનય દર્શાવ્યો હતો. શશિકલાને ફિલ્મ ‘ઝિન્નત’માં અભિનય કરવા માટે ૨૫ રૂપિયાનું વેતન આપવામાં આવ્યું હતું. શશિકલાએ ત્યાર પછી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું.

લગ્ન કર્યા, પરંતુ સુખી થયા નહી.

અભિનેત્રી શશિકલાએ અભિનેતા કે. એલ. સાયગલના સંબંધી ઓમ પ્રકાશ સાયગલ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી શશિકલાએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો. પરંતુ કેટલાક સમય પછી જ શશિકલા અને તેમના પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા જેના લીધે તેમના દામ્પત્યજીવનમાં ખટાશ પ્રસરી ગઈ હતી.

પરિવારનો ત્યાગ કરીને વિદેશ ચાલ્યા ગયા.

image source

અભિનેત્રી શશિકલા એક દિવસ પોતાનો ઘર- પરિવાર અને સંતાનોને તરછોડીને વિદેશ ચાલ્યા ગયા હતા. અભિનેત્રી શશિકલાએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, જયારે વ્યક્તિનો સમય ખરાબ હોય છે તે સમયે તે વ્યક્તિની બુદ્ધિનો નાશ થઈ જાય છે. શશિકલાની સાથે પણ કઈક આવું જ થયું હતું. શશિકલા પોતાના ઘર- પરિવાર અને સંતાનોને છોડીને જે વ્યક્તિઓની સાથે વિદેશ ગયા હતા તે વ્યક્તિઓએ શશિકલાને માનસિક અને શારીરિક રીતે ખુબ જ ટોર્ચર કર્યા હતા. ઘણી મુસીબતોનો સામનો કરીને પોતાની જાતને બચાવી અને ભારત પાછા આવી ગયા. અભિનેત્રી શશિકલા ભારત પરત આવ્યા બાદ પાગલની જેમ રસ્તાઓ પર ફરતા રહેતા અને ફૂટપાથ પર જ સુઈ જતા હતા. જો કોઈ વ્યક્તિ તેમને ભોજન આપે તો ભોજન કરી લેતા હતા. આમ શશિકલા શાંતિની શોધમાં જ ઘણા બધા આશ્રમ અને મંદિરોમાં ભટકતા રહેતા હતા. ત્યાર બાદ શશિકલા કોલકાતા આવી જાય છે અને કોલકાતામાં મધર ટેરેસાની સતત ૯ વર્ષ સુધી રહીને લોકોની સેવા કરતા હતા. ત્યાર બાદ જયારે તેમને થોડીક શાંતિનો અનુભવ થાય છે ત્યાર બાદ તેઓ ફરીથી મુંબઈ આવીને ફિલ્મ્સમાં ફરીથી કામ કરવાની શરુઆત કરી દીધી હતી.

,ઓટી દીકરીનું મૃત્યુ કેન્સરના લીધે થયું હતું.

image source

૮૮ વર્ષની ઉમર ધરાવતી શશિકલાની નાની દીકરી અને જમાઈની સાથે જ રહેતા હતા. જયારે શશિકલાની મોટી દીકરીને કેન્સર થઈ
જવાના લીધે મૃત્યુ થઈ ગયું હતું.

૧૦૦ કરતા વધારે ફિલ્મ્સમાં કામ કર્યું:

અભિનેત્રી શશિકલાએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ૧૦૦ કરતા પણ વધારે ફિલ્મ્સમાં કામ કર્યું છે, શશિકલાએ ફિલ્મ ‘રોકી’, ‘સૌતન’, ‘અર્જુન’, ‘ઘર ઘર કી કહાની’, ‘બાદશાહ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ચોરી ચોરી’, ‘મુઝસે શાદી કરોગી’, ‘રક્ત’, ‘જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી શશિકલાએ વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘પદ્મશ્રી લાલુપ્રસાદ યાદવ’માં કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version