Site icon News Gujarat

ફેસબુક વાપરનારી જનતા માટે મોટું સંકટ, એક ઝાટકે 50 કરોડ યુઝરોના ડેટા લીક થઈ ગયા, જાણો વિગતે

સોશિયલ મીડિયા વાપરનાર લોકોને અવારનવાર પ્રશ્નો થતાં હોય છે કે તેમની માહિતી લીક ન થાય. ઘણી વખત પ્રાઈવસી અને સિક્યોરિટીનું ધ્યાન રાખ્યું હોવા છતાં ડેટા લીક થઈ જતા હોય તેવા કેસો નોંધાયા છે. હાલમાં ફરી એક વખત આ ડેટા લીક થયા હોવાની વાત સામે આવી છે અને એ પણ એક એવી એપ્લિકેશન કે જેના વપરાશકર્તા બહોળી સંખ્યામાં છે. હાલમાં જ ફેસબુકના 50 કરોડથી વધુ વપરાશકારોની અંગત માહિતી લીક થઈ હોવાનું જાણવાં મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ ફેસબુકના લીક થયેલા ડેટામાં ઇ-મેઇલ એડ્રેસ અને ફોન નંબર સહિતની તમામ વ્યક્તિગત માહિતી શામેલ છે. જ્યારે આટલી મોટી સોશિયલ મીડિયા કંપનીના ડેટા લીકથી થયાની વાત બહાર આવી ત્યારે કંપનીએ કહ્યું કે આ અહેવાલ તો ખુબ જ જૂનો છે.

image source

એક મીડિયા રિપોર્ટ્સ અને એક સાયબર એક્સપર્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર જાણવા મળ્યુ છે કે 50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સની વ્યક્તિગત માહિતી હેકર્સના હાથે લાગી ચૂકી છે. લીક થયેલી આ માહિતી અંગે જાણવા મળી રહ્યુ છે કે 2019માં લીક થયેલા આ ડેટામાં ઇમેઇલ સરનામું, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ વગેરે જેવી બધી માહિતી શામેલ હતી. હડસન રોક સાયબર ક્રાઇમ ઇન્ટેલિજન્સ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સર એલોન ગેલે શનિવારે ટ્વીટ કર્યું હતું કે ફેસબુકના 533,000,000 યુઝરોએ ખાનગી માહિતી લીક થઈ હતી.

image source

ઘેરાયેલી કંપનીએ હવે જૂનો અહેવાલ છે તેવુ જણાવતા એલોન ગેલને કહ્યું કે યુઝરોના ડેટા લીક થવા માટે ફેસબુક જવાબદાર છે. આ સાથે એલોન ગેલે ફેશબુકની નિંદા કરી છે. તેને ફેસબુક પર બેદરકારીનુ ઠીકરું ફોડ્યુ હતુ. જ્યારે સાયબર ક્રાઇમ નિષ્ણાંતો અને યુઝર્સે ફેસબુક પરથી ડેટા લીક થવાની ટીકા કરી હતી ત્યારે કંપનીએ આ અહેવાલોને જૂના અહેવાલો ગણાવ્યા હતા. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું છે કે જે ડેટાની વાત કરવામાં આવી રહી છે તે એક જૂનો અહેવાલ છે જે 2019માં લીક થયો હોવાનું જાણવા મળ્યું છે.

image source

આ બાબતે પ્રવક્તાએ વધારે વાત કરતા કહ્યું હતુ કે અમને તેના વિશે ઓગસ્ટ 2019માં ખબર પડી ગઈ હતી અને અમે તે અંગે ટૂંક સમયમાં સુધારા પણ કરી દીધા હતા. આ સિવાય બિઝનેસ ઇન્સાઇડરના એક અહેવાલ મુજબ ફોન નંબર સહિતની કેટલીક માહિતી લીક થયેલા ડેટા વર્તમાનના જ છે. “આનો અર્થ એ છે કે જો તમે પણ ફેસબુકનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સંભવ છે કે ફેસબુક એકાઉન્ટ માટે વપરાયેલ ફોન નંબર લીક થઈ ગયો છે.

image source

જ્યારે ફેસબુકનો લીક ડેટા વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જ ગેલે ટ્વિટ કર્યું. તેમાં તેણે કહ્યું કે આ ડેટા ખાતાની વિગતો, ઇમેઇલ સરનામું, રિલેશનશીપ સ્ટેટ્સ, ફોન નંબર, સંપૂર્ણ નામ અને જન્મ તારીખ સહિતની બધી જાણકારીનો આમા સમાવેશ થાય છે. જાણવા મળી રહ્યુ છે કે 32 કરોડ અમેરિકન અને 2 કરોડ ફ્રેન્ચ વપરાશકર્તાઓની માહિતી છે.

image source

ફેસબુક વપરાશકારોએના ડેટા લીક થયા હોવાનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ કંપની ડેટા લીક થયા હોવાને લઈને વિવાદોમાં રહી છે. 2016માં બ્રિટીશ સલાહકાર કંપની કેમ્બ્રિજ ઓનાલિટિકાએ રાજકીય જાહેરાતો માટે લાખો ફેસબુક વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી લીક કરી હતી અને જેના કારણે ઘણો વિવાદ પણ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version