“હેલો… મૈં આશા બોલ રહી હૂ”…કહી યુવતીએ આધેડને બોલાવ્યા હોટલમાં અને પછી કપડા ઉતારીને….પૂરી ઘટના વાંચીને તમે પણ થઇ જજો સાવધાન…

હાલમાં રાજ્યમાં હનિટ્રેપના કિસ્સા વધી રહ્યા છે. સ્વરૂપવાન યુવતીની વાતમાં ફસાઈ ઘણા યુવકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી યુવતીઓએ રાજ્યમાં ઘણા લોકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો છે. આવી એક ઘટના સામે આવી છે અમદાવાદ શહેરમાં કે જ્યાં યુવતની નોકરી આપવાની મદદ કરવામાં એક આધેડ ફસાઈ ગયા છે.

image source

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ અમરેલી વતની અને હાલ અમદાવાદના બાપુનગરમાં આ 61 વર્ષીય વૃદ્ધ તેમની પત્ની સાથે રહે છે. તો બીજી તરફ તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ સમગ્ર સડયંત્રની શરૂઆત એક ફોન કોલથી થઈ હતી. તમને જણાવી દઈએ કે અદાજે દસેક દિવસ પહેલાં આ વૃદ્ધને એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારી વ્યક્તિએ કહ્યું, મેં આશા બોલ રહી હૂ, ઔર મુજે નોકરી કી જરૂરત હૈ. જેથી તેમની વાતમાં આવી જઈ આ વૃદ્ધએ તેમની મદદ કરવાના બહાને યુવતીને કહ્યું કે, તમે ક્યાં રહે છો ત્યારે યુવતીએ કહ્યું કે, હુ મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહું છું. ત્યરા બાદ આ વૃદ્ધએ રીંગ રોડ પર આવેલ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે તેમ કહ્યું હતું ત્યારે આ યુવતીએ કહ્યું કે આ સ્થળ દૂર પડશે. ત્યાર બાદ યુવતીએ કહ્યું કે કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો મને જણાવજો, આમ આ વૃદ્ધ અને યુવતી વચ્ચે વાતચિતનો સિલસિલો શરૂ થયો હતો.

image source

ત્યાર બાદ આ મહિલાએ આધેડને વિજયપાર્ક આ જાના, એમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા, જો કે તેઓ ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિરે દર્શન કરવા જતા રહ્યા હતા. ત્યરાબાદ જ્યારે તેઓ દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફરી ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવ્યા હતા. જ્યારે આ વૃદ્ધ ત્યાં પહોંચ્યા ત્યારે તે યુવતી તેમની બાઇક પર બેસી ગઈ હતી અને આ વૃદ્ધ તેમને તેમના જાણીતાની એક ઓફિસે લઈ ગયા હતા, જો કે ત્યાં નોકરીનો મેળ ન પડતા આ મહિલાને વૃદ્ધ ફરી કૃષ્ણનગર મુકી ગયી હતા જ્યાં આ યુવતીએ વૃદ્ધ પાસે 100 રૂ. માગ્યા હતા જેથી વૃદ્ધે તેમની આપ્યા હતા.

image source

ત્યાર બાદમાં સાંજે આ યુવતીએ ફોન ક્રયો અને તેમને મળવાનું કહ્યું. આ યુવતીએ ફોન કરીને કહ્યું કે તે હાલ ભાભી સાથે સિવિલ હોસ્પિટલમાં છે અને તેમને મોડું થઈ જશે તેથી બીજા દિવસે નરોડા નજીક સૈજપુર મળવાના મેસેજ કર્યા. જો તે ત્યાર બાદ આ યુવતીએ વૃદ્ધને કહ્યું કે, તેને તેમની સાથે વાતચિત કરવી છે, જેથી વસ્ત્રાલ દાદાના મંદિર પાસે જઈ વાત કરશે. ત્યારે આ વૃદ્ધએ કહ્યું કે આપણ અહિં જ, અહીં જ વાત કરીએ તો, ત્યારે યુવતીએ કહ્યું કે, તેમના અહીં ઘણા લોકો જાણીતા છે, જેથી આ વૃદ્ધ તેમને વસ્ત્રાલ લઈ ગયા. ત્યાં પહોંચી આ યુવતીએ તેમના પિતાની આર્થિક પરિસ્થિતિની વાત કરી હતી ત્યારે આ વૃદ્ધે કહ્યું પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું વાત કરી. જોકે યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી.

ત્યરા બાદ પરમ દિવસે પોતાનો બર્થડે હોવાનું કહી આ યુવતીએ વૃદ્ધને હોટલમાં લઈ જવાનું કહ્યું. ત્યારે આ વૃદ્ધે કહ્યું કે, હોટલમાં તો આઈડી પ્રૂફ માગે છે તો યુવતીએ કહ્યું, તેમની પાસે બધા આઈડી પ્રૂફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયાં હતાં. આ હોટલમાં 600 રૂપિયા આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા. ત્રાર બાદ યુવતીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું. આશા નામની આ યુવતીએ આ વૃદ્ધ પાસે 3 હજાર માગ્યા જો કે વૃદ્ધએ તેમને બે હજાર આપ્યા હતા. ત્યાર બાદ આશા નામની આ યુવતી નગ્ન થઈ ગઈ હતી અને તેમણે આ વૃદ્ધને પણ નગ્ન કરી આલિંગનમાં લઈ લીધી હતા. ત્યાર બાદ આ યુવતીએ વૃદ્ધને પોતાના પર સૂઈ જવા કહ્યું હતું, પણ અચાનક જ યુવતીએ હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોવાનું બહાનું બજાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડાં પહેરી લીધા હતા.

image source

જો કે બીજી તરફ કેટલાક પુરુષ અને મહિલાઓ આ હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા જોવા મળ્યા. ત્યાર બાદ એક શખસે આવીને કહ્યું કે આશા તેની બહેન છે, એમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. ત્યાર બાદ પોતાના ખેલ પાડવા વૃદ્ધ પાસે 13 લાખ રૂપિયાની માગણી કરી હતી અને જો ન આપે તો વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. તો બીજી તરફ રાજેશ નામના એક વ્યક્તિએ 10 લાખમાં આ મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું.

image source

તો બીજી તરફ બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું, જો કે વાત તો નવાઈની એ છે કે ફરિયાદ કરનાર તે અમિષા નામની યુવતી હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનો ઘટસ્ફોટ થતા આ વૃદ્ધને બધી માયાજાળની ખબર પડી ગઈ હતી અને અંતે તેમણે પોલીસને રજૂઆત કરતાં હનીટ્રેપનો કિસ્સો સામે આવતાં બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *