Site icon News Gujarat

પૈસાદાર સાસરું: પહેલી વખત હેલિકોપ્ટરમાં વહુની થઇ વિદાઈ, સસરાની ઈચ્છા થઇ પૂરી, આ નજારો જોવા લોકોના ટોળેટાળાં ભેગા થયા

હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં વરરાજા તેની વહુને હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ ગયો ગયો હતો. 29ની રાત્રે, મંડી ડબવાળીના સંદીપ શર્માના પુત્ર રાકેશ શર્માના લગ્ન પીલીબંગાની મોનિકા શર્મા સાથે ધામ ધૂમથી થયા હતા. વરરાજાના પિતા ઇચ્છતા હતા કે જ્યારે પણ પુત્રવધૂ આવે ત્યારે હેલિકોપ્ટરથી જ સાસરિયામાં આવે. જાન પંજાબના લંગીથી આવી હતી. તેમનું વતન પંજાબનું લંગી છે, જે શિરોમણિ અકાલી દળના વડા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલનું ગામ છે.

પક્ષે આશરે 5 લાખનો ખર્ચ કર્યો

image source

જેવુ હેલિકોપ્ટર દુલ્હનને લઈને ગામમામાં ઉતર્યું તો મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને લોકો જોવા માટે પહોંચી ગયા હતા. હેલિકોપ્ટરથી વિદાય વખતે બંને પક્ષે આશરે 5 લાખનો ખર્ચ કર્યો હતો. આમાં વહીવટી વિભાગના વિવિધ વિભાગો પાસેથી હેલિકોપ્ટરના ઉતરાણ અને ટેકઓફ માટેની પરવાનગી લેવામાં આવી હતી. નોઇડા હેલી સર્વિસથી હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યુ હતુ. પીલીબંગામાં પહેલી વાર દિકરી હેલિકોપ્ટરથી સાસરે ગઈ હતી.

વરરાજાના પિતા રાકેશ શર્મા ડબવાલીના જાણીતા નેતા

image source

એમ.એસ.સી., બી.એડ. પાસ મોનિકા શર્માના પિતા શંભુ શર્મા પીલીબંગામાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. તે જ સમયે, વરરાજાના પિતા રાકેશ શર્મા ડબવાલીના જાણીતા નેતા છે. તેમની પત્ની ત્યાંના કાઉન્સિલર છે, જ્યારે તેમણે પોતે ધારાસભ્યની ચૂંટણી લડી છે. રાકેશ શર્મા સ્વીટ સેન્ટર, મેરેજ પેલેસ અને બેન્ક્વેટ હોલના માલિક છે.

શેખાવટીમાં પણ હેલિકોપ્ટર લઈને આવ્યો હતો વરરાજા

image source

ભારતમાં લગ્નોનું વિશેષ મહત્વ છે. લોકો આ દિવસને યાદગાર બનાવવા માટે લાખોનો ખર્ચ કરે છે. રાજસ્થાનના શેખાવતીમાં પણ આવું જ બન્યું હતું. અહીં એક વરરાજાએ તેમના લગ્નજીવનને યાદગાર બનાવવા માટે કન્યાને હેલિકોપ્ટરથી લઈ ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે લગ્ન રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં થયા હતા. આ વીડિયો અનુરાગ વર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં અનુરાગ રમૂજી રીતે કહી રહ્યા છે કે ‘અહીંયા પણ ગાય ઝડપથી દૂધ નિકાળવા જઇ રહી છે કે તે પાછી આવીને હેલિકોપ્ટરને ઉડતુ જોઈ શકે. આમાં તે કહે છે કે સંસારમાં કદાચ આ પહેલીવાર છે જ્યારે કોઈ મહિલા આટલું રડ્યા પછી હેલિકોપ્ટરમાં ચડી રહી હોય.

image source

અનુરાગે પોતાના વીડિયોમાં હેલિકોપ્ટર લગ્ન વિશે વાત કરી છે. અને પછી કહ્યું કે શું હોય છે આ લગ્ન. અનુરાગ પોતાની કેમેટ્રીમાં કહી રહ્યા છે કે, આ વીડિયો શેખાવતીમાં હેલિકોપ્ટર લગ્નનો છે. આ રતનગઢ નજીકનો એક નાનો વિસ્તાર છે. અહીં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં વરરાજા અને કન્યા એક હેલિકોપ્ટરમાં જાય છે. આ દેશમાં થઈ રહેલા વિકાસને દર્શાવે છે. આમ તો વાઇરલ થઈ રહેલી આ વિડિયો જૂનો હોવાની વાત સામે આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version