વેક્સિનને લઈ સૌથી મોટા સમાચાર, વેક્સિનનું પ્રોટીન બંધારણ બદલવું પડે એવી સ્થિતિ, કારણ જાણીને થથરી ઉઠશો

દેશભરમાં હાલ કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર કોરોનાનુ સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. કેસોની સંખ્યામાં ઓછાં સમયમાં વધારે પડતો વધારો જોવા મળ્યો છે. વાયરસમાં આવેલા ડબલ મ્યૂટેશનને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડબલ મ્યૂટેશનવાળા વાયરસના વેરિયન્ટનું એક સ્વરૂપ યુકેમાં ફેલાયેલા વાયરસના સ્ટ્રેનને મળતું આવે છે જ્યારે બીજું સ્વરૂપ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેલાયેલા વાયરસ પ્રકારનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

મળતી માહિતી મુજબ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન એટલે કે માનવકોષ સાથે જોડાવા માટે બનેલા એના પ્રોટીન બંધારણમાં આવેલા આ બદલાવને કારણે એ ખૂબ ઝડપથી ફેલાય છે. આ વચ્ચે જાણકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનાં લક્ષણો પણ હવે બદલાયા છે. એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પણ હજુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ વાત પણ સ્વીકારી નથી કે આ બન્ને કારણે ભારતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હાલમાં આ અંગે વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ ચાલી રહ્યો છે.

image source

તાજેતરમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો એ છે કે સ્પાઇક પ્રોટીન બદલાયું છે અને તે કારણે જ માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને અસર પહોચી છે. માનવમાં રહેલા એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં ફેલાઈ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને એનાં લક્ષણો પણ બદલાયેલા જોવા મળી રહ્યાં છે.

image source

કોરોનાનાં આવા બદલાયેલા અંદાજને ધ્યાનમાં લઈને હવે નિષ્ણાતો કહી રહ્યાં છે કે રસીના પ્રોટીનના બંધારણમાં ફેરફાર લાવવો જરૂરી છે. હવે આ સ્થિતિમાં સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવ લાવવા પડી શકે છે. મળતી માહિતી મુજબ એ ચોક્કસપણે કહી શકાય નહીં કે હાલ જે રસી અપાઇ રહી છે એ નિષ્ફળ નીવડશે, પરંતુ જો આ બે વેરિયન્ટની ચોક્કસાઇ થઇ જાય તો રસીમાં પણ આવશ્યક ફેરફાર કરવા પડી શકે છે. જો કે એક આશાનું કિરણ એ છે કે યુકે સ્ટ્રેન આવ્યો હોવા છતાં બ્રિટિશ સરકારે રસીકરણ તેજ બનાવીને એની સામે લડતમાં સફળતા મેળવી છે.

આને જોતાં હાલમાં ભારતમાં પણ એ જ વ્યૂહ અપનાવીને રસીકરણ ને તેજ કરી દેવામાં આવ્યું છે. જાણકારો જણાવે છે કે રસીકરણ વાયરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને એટલું મહત્તમ રસીકરણ થાય એ પણ જરૂરી છે. આ સાથે જાણવાં મળી રહ્યું છે કે કોરોનાના કેસ કાબૂમાં આવતાં હજુ દોઢ મહિનો લાગી શકે છે. હાલમાં રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતાં એનું સંક્રમણ એની ચરમસીમાએ પહોચ્યું હોવાની શક્યતા છે.

image source

આગામી દોઢ મહિનામાં આ આંકડાઓ કંટ્રોલમાં આવી શકે છે. જોકે આ વાયરસ બધાં અનુમાનો ખોટાં પણ પાડી શકે છે તેવું ડો. તેજસ પટેલ, કોવિડ કોર કમિટીના સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સાથે જાણવાં મળ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશન માત્ર ગંભીર દર્દી માટે જરૂરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકો લાઇનો લગાડી રહ્યા છે પરંતુ લોકોએ જાણવાની જરૂર છે કે આ ઇન્જેક્શન કોરોનાના મધ્યમથી ગંભીર દર્દી કે જેઓ ઓક્સિજન પર છે તેમના માટે જરૂરી છે. તેમજ આ ઇન્જેક્શન જીવનરક્ષક નહિ, પણ હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડે છે, જેથી ડરના માર્યા દોડી જવું નહીં તેવું ડો.તુષાર પટેલ, કોવિડ કોર કમિટી સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!