સેનાએ પુલવામા હુમલાની વરસી પર રજૂ કર્યો ભાવુક વિડીયો, જે જોઇને તમારી આંખોના ખુણા થઇ જશે ભીના

પુલવામા હુમલાની આજ રોજ બીજી વરસીના અવસરે આજ રોજ દેશ પોતાના વીર શહીદોને સલામ કરી રહ્યા છે. ત્યાં જ તમામ ભારતીયની આત્માને હલાવી દે તેવો એક વિડીયો ભારતીય સેના તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.

image source

ચિનાર કોર્પ્સના ટ્વીટર હેન્ડલ પરથી ભારતીય સેનાનો આ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે એટલું જ નહી, આ વિડીયોમાં પુલવામાં હુમલાની પૂરી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, પુલવામાં આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી આદીલ અહેમદ ડાર હતો જેની ઉમર ફક્ત ૨૦ વર્ષની હતી.

પુલવામાં આંતકી હુમલાની આજ રોજ બીજી એનીવર્સરી

image source

આજથી બે વર્ષ પહેલા કાશ્મીરમાં આવેલ પુલવામામાં ભારતના વીર સૈનિકો દ્વારા બલિદાન આપવામાં આવ્યું હતું. ભારતના વીર સૈનિકોની શહીદીને આજ રોજ બે વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે CRPFના સૈનિકો દ્વારા પુલવામામાં થયેલ હુમલામાં શહીદ થયેલ પોતાના સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પુલવામામાં હુમલાની બીજી વર્ષગાંઠના અવસરે જમ્મુમાં CRPFની ૭૬મી બટાલિયનના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુલવામા હુમલામાં ૭૬મી બટાલિયનના ૫ સૈનિકો શહીદ થઈ ગયા હતા.

પુલવામા હુમલામાં CRPFના ૪૦ સૈનિકો શહીદ થઈ ગયા હતા.

image source

વર્ષ ૨૦૧૯માં જયારે ૭૮ ગાડીઓનો એક કાફલામાં એકસાથે ૨૫૦૦ સૈનિક જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા તે સમયે જ નેશનલ હાઈવે પર બપોરના સમયે ૩:૩૦ વાગે એક કાર જે વિસ્ફોટકથી ભરેલ હતી અને આ કાર સૈનિકોની એક બસ સાથે અથડાઈ જાય છે અને જેના લીધે ભયંકર ધમાકો થયો હતો જેના કારણે બસના ફુરચેફુરચા ઉડી ગયા અને ભારત દેશે પોતાના વીર સૈનિકોને ગુમાવી દીધા. પુલવામામાં થયેલ આ આત્મઘાતી આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો. દેશના ૪૦ સૈનિકોએ એકસાથે શહીદ થઈ ગયા તે સમયે દેશના તમામ નાગરિકોના મનમાં પાકિસ્તાન દેશ પર જબરદસ્ત ઉકળાટ ભરાઈ ગયો હતો. તે સમયે અખો દેશ એક જ સુરમાં પુલવામા હુમલા સામે પ્રદર્શનો કરી રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે આગ આપના મનમાં છે એવી જ આગ હું મારી છાતીમાં અનુભવી રહ્યો છે. આ
સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, તમામના આંસુઓનો બદલો લેવામાં આવશે.

image source

ઉલ્લેખનીય વાત છે કે, પછીથી ભારતના વીર સૈનિકો દ્વારા પોતાના શહીદ થઈ ગયેલ સાથીઓનો બદલો લેવા માટે એરસ્ટ્રાઈક કરીને લઈ લીધો હતો. વાયુસેનાના લડાકુઓ દ્વારા તાત્કાલિક બાલાકોટમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી અને ઘણા બધા આંતકવાદીઓને મારી નાખ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!