બોલિવૂડની અનેક ફિલ્મમાં કામ કરનાર આ યુવતી આજે મોમોઝ વેચવા થઈ મજબૂર, દિવસના માત્ર કમાય છે આટલા જ રૂપિયા, આ સેલેબ્સ આવ્યા મદદે

ગયા વર્ષે કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેમા ઘણા લોકોની નોકરી જતી રહી હતી. ઘણા લોકોનું કામ છૂટી ગયું હતું. આના કારણે ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કલાકારો, ક્રૂ મેમ્બર્સ અને કેમેરાપર્સન પણ ઝપેટમાં આવી ગયા હતા. લોકડાઉનને કારણે બોલીવુડની યુવા કેમેરા સહાયક સુચિસ્મિતા રાઉટ્રે(Suchismita Routray) પાસે પણ કામ નહોતું અને મુંબઇથી તેના ગામ પરત ફરી.

મુંબઇમાં કમાણીનું કોઈ સાધન નહોતું

bollywood camera assistant Suchismita Routray selling momos after amitabh bachchan salman khan helped her
image source

લોકડાઉન પછી Suchismita Routray પાસે મુંબઇમાં કમાણીનું કોઈ સાધન નહોતું, ત્યારબાદ તે પોતાના વતન ઓડિશાના કટક પર ઘરે ચાલી ગઈ હતી અને હવે ત્યાં તે મોમોઝ વેચીને પોતાનું ઘર ચલાવી રહી છે. જો કે થિયેટરો ખુલી ગયા છે, પરંતુ કોઈ પણ પ્રોડ્યુસર અને ફિલ્મ નિર્માતાઓ નવા પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યા.

અમિતાભ બચ્ચન અને સલમાન ખાને મદદ કરી

image source

Suchismita Routrayએ માત્ર 22 વર્ષની છે. તેણે એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે છેલ્લા 6 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે કહ્યું કે તે અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની મદદથી તેના ઘરે પરત ફરી છે. તેમણે કહ્યું, મારી પાસે ઘરે પાછા ફરવા માટે પૈસા નહોતા. સદભાગ્યે, અમિતાભ બચ્ચન અને સલમાન ખાને અમારા સમગ્ર ક્રૂને સહાય આપી હતી, જેની મદદથી અમે અમાર વતન પાછા આવી શક્યા.

સુચિમિતા આજે મોમોઝ વેચવા મજબૂર

image source

અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી સુચિમિતા આજે મોમોઝ વેચીને જીવવા માટે મજબૂર છે. છ વર્ષથી આસિસ્ટન્ટ કેમેરામેન તરીકે કામ કરનારી સુષ્મિતાએ ઓડિશામાં મોમોઝ વેચવા પડી રહ્યા છે, જે રોજ 300-00 રૂપિયાની કમાણી કરે છે. સુચિસ્મિતા રૌત્રાએ જણાવ્યું હતું કે, કોરોના લોકડાઉન પહેલાં તેમનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. તેમને મનગમતું કાર્ય અને નવી તકો મળી રહી હતી. પરંતુ કોરોના રોગચાળાએ તેમની દુનિયા બદલી નાખી.

સુચિસ્મિતા 2015માં મુંબઇ આવી હતી

image source

સુચિસ્મિતા તેના ઘરે એકમાત્ર કમાણી કરનાર છે અને પિતાનું પણ નિધન થઈ ચુક્યુ છે. તેથી તેમની પાસે મોમોસ વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સુચિસ્મિતા રાઉત્રા 2015 માં મુંબઇ આવી હતી. આ પહેલા, તેમણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઓડિશાના સાઇન ઉદ્યોગમાં કામ કર્યું હતું. તેણે 6 વર્ષ સુધી બોલીવુડમાં સહાયક કેમેરા પર્સન તરીકે કામ કર્યું છે.

મોમોઝથી દરરોજ 300 રૂપિયા કમાય છે

image source

ઘરે પાછા ફર્યા પછી, તેમણે મોમોઝ વેચવાનું શરૂ કર્યું, જેની રેસિપી તેણે મુંબઈમાં રહેતા સમયે તેના મિત્ર પાસેથી શીખી હતી. તે કટકના ઝાંનજિરીમંગલામાં એક મોમ્મોજનો સ્ટોલ લગાવે છે અને દિવસની 300 થી 400 રૂપિયા કમાણી કરે છે. સુચિસ્મિતા રાઉટ્રેએ આગળ કહ્યું, રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા મેં મુંબઈમાં ઘણા પ્રોજેક્ટ્સ તેમની પાસે હતાં અને એક પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, બાદમાં રોગચાળા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી. રોગચાળાને કારણે કોઈ નવો પ્રોજેક્ટ મળ્યો ન હતો, હું ફેબ્રુઆરીમાં મારા વતન આવી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!