ક્યારેક ચા અને ચૂરણ વેચતા હતા અન્નુ કપૂર, આવી રીતે મળ્યું સ્ટારડમ, જાણો સંધર્ષની કહાની

જાણીતા અભિનેતા, હોસ્ટ અને સિંગર અન્નું કપૂરની ગણતરી બોલિવુડના એ કલાકારોમાં થાય છે જે ફિલ્મોમાં લીડ રોલ ન કરવા છતાં હિટ થઈ જાય છે. લોકો એમના કામને ઘણું જ વખાણે છે. ગંભીર પાત્રથી લઈને કોમેડી સુધી, અન્નું કપૂર દરેક રોલમાં જીવ રેડી દે છે. પછી ફિલ્મ હિટ થાય કે પછી ફ્લોપ પણ અન્નુ કપૂર હંમેશા દર્શકોનું દિલ જીતી લે છે. ફિલ્મો સિવાય ટીવી શોની વાત કરીએ તો જે શોને એ હોસ્ટ કરે છે એ વર્ષો સુધી યાદ કરવામાં આવે છે.

image source

અન્નુ કપૂરનો શો સુહાના સફર ઘણો જ ફેમસ છે. આ શોમાં અન્નુ કપૂર ફિલ્મી દુનિયાની અમુક વનકહેલી વાર્તાઓ સંભળાવે છે. બધા ફિલ્મી કલાકારોના કિસ્સા સાંભળાવનાર અન્નુ કપૂરની કહાની કદાચ કોઈએ નહિ સાંભળી હોય. આજે અમે તમને અન્નુ કપૂરની જિંદગીના અમુક વણકહ્યા કિસ્સા જણાવીશું.

image source

અન્નુ કપૂરનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો અને એમની માતા બંગાળી હતી. અન્નુ કપૂરના પિતા પારસી થિયેટર કંપની ચલાવતા હતા. જે શહેર શહેર જઈને ગલીઓ અને મોહલ્લામાં પ્રસ્તુતિ આપતા હતા. જેના કારણે અન્નુ કપૂરના પરિવારને નોટંકીવાળા પણ કહેવામાં આવતું હતું. અન્નુ કપૂરની માતા એક કલાસિકલ ડાન્સર હતી. ઘરમાં આર્થિક તંગી હોવાના કારણે એ પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા. એમની માતા 40 રૂપિયાની સેલેરીમાં એક સ્કૂલમાં ભણાવતી હતી. અન્નું આઇપીએસ ઓફીસર બનવા માંગતા હતા. પણ અભ્યાસ પૂરો ન થવાના કારણે આવું ન થઈ શક્યું.

image source

એમને પોતાના પરિવારની આર્થિક મદદ માટે ચાનો સ્ટોલ લગાવ્યો. જ્યારે આ કામ ન ચાલ્યું તો ચૂરણની નોટ વેંચતા હતા. એટલું જ નહીં અન્નું કપૂર લોટરી ટીકીટ પણ વેંચતા હતા. એ પછી અન્નું કપૂરે પોતાના પિતાની કંપની જોઈન કરી લીધી. સાથે જ દિલ્લીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઈ લીધું. એક થિયેટર પ્લે દરમિયાન અન્નું કપૂરે 23 વર્ષની ઉંમરમાં 70 વર્ષના વૃદ્ધનો રોલ ભજવ્યો હતો.

image source

આ નાટક જોવા માટે ફિલ્મમેકર શ્યામ બેનેગલ પણ પહોંચ્યા હતા. એમને અન્નું કપૂરનું પરફોર્મન્સ ખૂબ જ ગમ્યું હતું. એમને અન્નું કપૂરને વખાણથી ભરેલો પત્ર લખ્યો અને મળવા માટે બોલાવ્યા. અન્નું કપૂરે પોતાના કરિયરની શરૂઆત શ્યામ બેનેગલની ફિલ્મ મંદીથી કરી હતી. અન્નું કપૂર ક્યારેય લીડ એકટર તરીકે નહોતા દેખાયા પણ એમને પોતાના અભિનયની છાપ છોડી હતી. ફિલ્મો સિવાય અન્નુ કપૂરે ઘણા ટીવી શો હોસ્ટ કર્યા છે. અન્નું કપૂરને હિન્દૂ શાસ્ત્રોનું પણ જ્ઞાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!