Site icon News Gujarat

બીજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 24 જવાન શહીદ, 24 કલાક પછી પણ નથી પહોંચી રેસ્ક્યૂ ટીમ, PM મોદીએ દુખ વ્યક્ત કરીને કહ્યું કે…

છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બીજાપુરમાં શનિવારે નક્સલવાદીઓએ 700થી વધુ જવાનોને ઘેરીને એમના પર હુમલો કરી દીધો હતો. બીજાપુર એસપીએ સ્વીવારે જણાવ્યું કે નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા છે. જો કે આ આંકડો 24 હોઇ શકે એવી શક્યતાઓ છે. અને ઘણા જવાનો હજી પણ લાપતા છે. નક્સલવાદીઓએ બે ડઝનથી વધુ સુરક્ષકર્મીઓના હથિયાર પણ લૂંટી લીધા છે. લાપતા જવાનોની શોધખોળ માટે સવારથી સુરક્ષાબળનું સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. સુરક્ષાબળોએ લાપતા 20 જવાનોના શબ ઘટનાસ્થળથી મળી આવ્યા છે.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. ગૃહમંત્રી શાહે બઘેલ સાથે ફોન પર વાત કરી આ ઘટનાની જાણકારી મેળવી છે. તમને જણાવી દઈએ કે સીએમ બઘેલ અસમમાં પ્રચાર કરવા માટે ગયા હતા જે સાંજ સુધી છત્તીસગઢ પહોંચશે.

image source

સુરક્ષાબળોને જોનાગુડાના પહાડો પર નક્સલવાદીઓની છાવણી અંગે સૂચના મળી હતી. છત્તીસગઢના નક્સલ વિરોધી અભિયાનના પોલીસ ઉપ મહાનિરીક્ષક ઓપી પાલે જણાવ્યું છે કે શુક્રવાર રાત્રે બીજાપુર અને સુકમાં જિલ્લામાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળને નક્સલ વિરોધી અભિયાન હેઠળ બે હજાર જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પણ શનિવારે નક્સલવાદીઓએ 700 જવાનોને તરરેમ વિસ્તારમાં જોનાગુડાના પહાડો પાસે ઘેરીને ત્રણેય બાજુથી ફાયરિંગ કર્યું હતું. ત્રણ કલાક ચાલેલી આ અથડામણમાં 15 નક્સલવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાબળોએ ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલવાદીનું શબ પણ મળ્યું છે. આ અથડામણમાં નક્સલવાદીઓને પણ ઘણું નુકશાન થયાની ખબર છે. હુમલામાં 24 જેટલા જવાનો શહીદ થયા છે અને 31થી વધુ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નકસલી હુમલામાં જવાનોના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ખાય7 કે જવાનોના બલિદાનને ક્યારેય ભુલાવી નહિ શકાય. ટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું કે “મારી સહાનુભૂતિ છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિજનો સાથે છે. વીર શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. ઘાયલો જલ્દી જ સ્વસ્થ થાય તેવી કામના છે” ગૃહમંત્રી શાહે વ્યક્ત કર્યું દુઃખ.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે “હું છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતા લડતા શહીદ થયેલા આપણા વીર સુરક્ષકર્મીઓના બલિદાનને નમન કરું છું. રાષ્ટ્ર એમના શૌર્યને ક્યારેય નહીં ભૂલે. હું એમના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. આપણે શાંતિ અને પ્રગતિના આ દુશમનો સાથે આપણી જંગ ચાલુ રાખીશું. ઘાયલોને જલ્દી જ સ્વસ્થ થાય એવી કામના કરું છું” શાહે કરી બઘેલ સાથે વાતચીત.

image source

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં નક્સલવાદી સાથે અથડામણમાં જવાનો શહીદ થયા એ પછી રાજ્યના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે રવિવારે વાત કરી અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહમંત્રીએ બઘેલ સાથે વાત કરી અને અથડામણ પછી સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી લીધી. એવુ માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીએ ગૃહમંત્રીને અથડામણ પછી રાજ્ય સરકારે લીધેલા પગલાં વિશે જાણકારી આપી.

પહેલેથી હતો મોટા હુમલાનો અણસાર.

બીજાપુર સુકમાં જિલ્લાના સરહદી વિસ્તાર જોનાગુડા નક્સલવાદીઓનો મુખ્ય વિસ્તાર છે. અહીંયા નક્સલવાદીઓની એક આખી બટાલિયન અને ઘણા પ્લાટુન હોય છે. આ આખા વિસ્તારની કમાન મહિલા નક્સલવાદી સુજાતના હાથમાં છે માનવામાં આવી રહ્યું છે કે ઓફિસરને પહેલેથી જ આ વાતનો અણસાર હતો કે જવાનો પર નક્સલવાદીઓનો મોટો હુમલો થઈ શકે છે.આ જ કારણ હતું કે આખા વિસ્તારમાં બે હજારથી વધુ જવાનોને ઉતારવામાં આવ્યા હતા. નક્સલવાદીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ઘેરાયા પછી પણ જવાનોએ હિંમત નહોતી હારી અને નક્સલવાદીઓનો ઘેરો તોડીને ત્રણથી વધુ નક્સલવાદીને મારી નાખ્યા હતા.

ઓપરેશન પ્લાનિંગ પર ઉભા થઇ રહ્યા છે સવાલ.

image source

.સીઆરપીએફના એડીડીપી ઓપરેશન્સ જુલ્ફીકાર હસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તેમજ સીઆરપીએફના પૂર્વ ડીજીપી વિજય કુમાર અને હાલના આઈજી ઓપરેશન્સ છેલ્લા 20 દિવસોથી જગદલપુર, રાયપુર તેમી બીજાપુરના વિસ્તારમાં હાજર છે. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં જવાનોનું શહીદ થવું આખા ઓપરેશનલ પ્લાનિંગ પર સવાલ ઉભા કરી રહ્યું છે.

દસ દિવસમાં આ બીજો હુમલો.

image source

છત્તીસગઢમાં 10 દિવસમાં આ બીજો નક્સલવાદીઓનો હુમલો છે. એ પહેલાં 23 માર્ચે થયેલા હુમલામાં પણ પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓએ નારાયણપુર આઈઇડી બ્લાસ્ટ દ્વારા કર્યો હતો. તરરેમ પોલીસ ચોકીમાંથી સીઆરપીએફ, ડીઆરજી, જિલ્લા પોલીસ અને કોબરા બટાલિયન જવાનો સંયુક્ત રૂપે સરચિંગ પર નીકળ્યા હતા. એ દરમિયાન બપોરે સિલગેરના જંગલમાં નક્સલવાદીઓએ હુમલો કરી દીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version